બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / If you eat the Prasad of Bunty Babli's Panda, you will be robbed! Rickshaw pullers target lovers, devise new modus operandi of robbery for fun

અમદાવાદ / બંટી બબલીના પેંડાનો પ્રસાદ ખાધો તો લુટાય જશો! પ્રેમી યુગલના ટાર્ગેટ પર રિક્ષા ચાલકો, મોજશોખ માટે લૂંટની નવી મોડસ ઓપરેન્ડી ઘડી

Vishal Khamar

Last Updated: 12:19 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેંડા નો પ્રસાદ ખવડાવીને લૂંટ કરતી બંટી બબલીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી છે. મોજશોખ કરવા અને પૈસા કમાવવા માટે આ પ્રેમી યુગલ રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંટી બબલીની ધરપકડ કરી 3 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

  • અમદાવાદમાં લોકોને રીક્ષામાં બેસાડી લૂંટતા બંટી બબલી ઝડપાયા
  • મોજશોખ કરવા માટે લોકોને બનાવતા હતા શિકાર
  • ક્રાઇમ બ્રાન્ચે બંટી બબલીની ધરપકડ કરી 3 ગુનાનો ભેદ ઉકેલ્યો

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રીક્ષા ચાલકોની ઉંઘ હરામ કરનાર બંટી-બબલીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.  આરોપી રામ રાજ ઉર્ફે સોનું પરિહાર અને પ્રેમિકા મનીષા સોલંકીએ પેંડાનો પ્રસાદ ખવડાવીને અનેક રીક્ષા ચાલકો પાસેથી લૂંટ કરી હતી. જેમાં મહિલા આરોપી મનીષા સોલંકી મુસાફર બનીને રિક્ષામાં બેસતી હતી. જે બાદ રીક્ષા ચાલકને નજીકના મંદિર લઈ જવાનું કહી લઈ જતી  જે બાદ રીક્ષા ચાલકને મંદિર બહાર ઊભી રાખતી હતી. અને મંદિરે દર્શન કરીને નશીલા પેંડો પ્રસાદ કહીને ખવડાવતી હતી અને રીક્ષા ચાલક બેભાન થઇ જતાં આ બંટી બબલી લૂંટ ચલાવી ફરાર થઈ જતા હતા. મહત્વ નું છે કે આરોપી રામ રાજ ઉર્ફે સોનું રિક્ષાની પાછળ બાઈક લઈને આવતો હતો અને બંને બાઈક લઈને ફરાર થઈ જતાં હતાં.

કેવી રીતે લોકોને લૂંટતા તેની મોડસ ઓપરેન્ડી

પકડાયેલ આરોપી રામરાજ તેની પ્રેમિકા મનીષા સોલંકી સાથે મળીને રીક્ષા ચાલકોને લુંટવાનો ટાર્ગેટ કરતા હતા. બે અઢી મહિના પહેલા આ બંટી બબલી એ લૂંટ નો સિલસિલો શરૂ કર્યો..શહેરના જુદા જુદા વિસ્તારમાં જેમાં કે મણીનગર, સીટીએમ,કાંકરિયા,રખિયાલ અને મેઘાણીનગર માં રીક્ષા ચાલકોની રેકી કરતા હતા..જે રીક્ષા ચાલક એ સોના ચાંદીના દાગીના પહેર્યા હોય તેવા રીક્ષા ચાલકને ટાર્ગેટ કરતા હતા..મહિલા આરોપી મનીષા સોલંકી પેસેન્જર તરીકે બેસીને મંદિર દર્શન કરવાના બહાને જતી હતી જ્યારે આરોપી રામરાજ ઉંઘની દવાની ભેળસેળ કરી પેંડા બનાવતો હતો..આ પેંડાનું બોક્ષ મહિલા આરોપી મનીષાને આપતો હતો. જે મહિલા આરોપી રિક્ષામાં ચાલકને વિશ્વાસમાં લઈ વાતચીત કરી નજીકના કોઈ મંદિરમાં લઈ જતી હતી. જ્યાં મંદિર બહાર રીક્ષા ચાલકને ઉભો રખાવી અને આરોપી મહિલા પોતે દર્શન કરવાના બહાને મંદિરમાં જઈ બહાર આવીને પ્રસાદનો પેંડો રીક્ષા ચાલકને ખવડાવતી હતી. જે થોડીક જ વારમાં રીક્ષા ચાલક બેભાન હાલતમાં થઈ જતા જ પાછળથી આરોપી રામરાજ પરિહાર આવતો અને રીક્ષા ચાલકને લૂંટી બંને જણા ફરાર થઈ જતા હતા. આવી જ રીતના કાગડાપીઠ ,મણીનગર અને અસલાલી વિસ્તારમાં લૂંટ કરી હતી.

એફ. બી. પઠાણ ( PI,ક્રાઇમ બ્રાંચ)

આરોપી રામરાજ 2018 માં પાસા થઈ હતી

આરોપી રામરાજ ઉર્ફે સોનું પરિહાર એ રીઢો ગુનેગાર છે..તેની વિરુદ્ધ 7 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે 2018માં પાસા કરવામાં આવી હતી. એટલું જ નહિ આરોપી પોલીસથી બચવા પોતાની પ્રેમિકાને લૂંટ કરવા મોકલતો હતો..હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આ બંટી બબલીને સીસીટીવીના આધારે ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે કે આરોપીએ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ