બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If you are planning to go to Mount on Sunday, this decision has been taken due to debt cancellation, Corona

કર્ફ્યું / રવિવારે માઉન્ટ આબુ જવાનું વિચારતા હોય તો કરજો કેન્સલ, કોરોનાના કારણે લેવાયો છે આ નિર્ણય

Mehul

Last Updated: 11:18 PM, 15 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવાસન સ્થળ આબુમાં માઉન્ટ આબુમાં આજ રાત થી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો. શનિવાર રાત્રીના 11 થી સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે. રાજસ્થાનમા એક દિવસનો કર્ફ્યૂ લાગુ કરાયો

  • માઉન્ટ આબુમાં કોરોનાના કારણે કર્ફ્યું 
  • સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમલી
  • વધતા સંક્રમણનાં કારણે એક દિવસ કર્ફ્યું 

સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે, આ સિઝનમાં પણ ગુજરાતીઓના માનીતા પ્રવાસન સ્થળ આબુમાં માઉન્ટ આબુમાં આજ રાત થી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. આ કર્ફ્યું શનિવાર રાત્રીના 11 થી સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે. રાજસ્થાનમા એક દિવસનો કર્ફ્યૂ લાગુ કરાયો છે. કોરોનાના કેસો વધતા તંત્ર દ્ધારા નિર્ણય  લેવામાં આવ્યો છે. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ 

ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 10 હજારની નજીક  કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. આજે 24 કલાકમાં 9177 કેસ નોંધાયા છે, તો 7 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 5404  દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2666 કેસ સુરતમાં 2497 કેસ, વડોદરામાં 1298 કેસ, રાજકોટમાં 587 કેસ,ભાવનગરમાં 295 કેસ, ગાંધીનગરમાં 320 કેસ નોંધાય છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59564 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. 

ભારતમાં 2,68,833 કેસ
દેશમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.  સાથે જ કોરોનાનો ખતરનાક વેરિએન્ટ ઓમીક્રોના કેસ પણ ઝડપી વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2 લાખ 68 હજાર 833 કેસ નોંધાયા છે. જ્યારે 402 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જ્યારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં 6041 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટીવી રેટ 16.66 ટકા થવા પામ્યો છે. મોટી વાત તો એ છે કે ગઇકાલની તુલનામાં આજે 4 હજાર 631 કેસ વધારે નોંધાયા છે. મહત્વનુ છે કે 14 જાન્યુઆરીએ કોરોનાના  2,64,202 કેસ નોંધાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ