બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you also see these symptoms then Take a break from work: Anger and loss of energy

લાઇફસ્ટાઇલ / વાત-વાત પર ગુસ્સો, એનર્જીમાં ઘટાડો... જો તમારામાં પણ દેખાય આ લક્ષણો, તો સાવધાન નહીંતર...

Pooja Khunti

Last Updated: 12:22 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Take a break from work: ઘણી વાર કામ અને જવાબદારીઓને કારણે, લોકો પોતાનાં માટે સમય કાઢી શકતા નથી. જેની ખરાબ અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.

  • ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા 
  • નાની-નાની બાબતો પર ગુસ્સે થવું 
  • વધુ પડતું લાગણીશીલ થઈ જવું 

દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં કામ અને જવાબદારીઓ વચ્ચે ખૂબજ વ્યસ્ત હોય છે.  આ વચ્ચે તેને પોતાની જાત માટે વિચારવાનો સમય પણ નથી મળતો. આવી સ્થિતિમાં વ્યક્તિ ધીમે-ધીમે શારીરક અને માનસિક રીતે બીમાર થવાં લાગે છે. જો એવામાં આ સંકેતો ધ્યાનમાં આવે તો, તે વ્યક્તિએ કામ અને જવાબદારીઓથી થોડા સમય માટે બ્રેક લેવો જોઈએ. 

ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા 
શું તમને કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થઈ રહી છે . આ સ્થિતિમાં તમારે થોડો સમય બ્રેક લેવો જોઈએ અને તમને ગમતું કામ કરવું જોઈએ. આવું કરવાથી તમારું મગજ શાંત થઈ જશે અને તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ મળશે. 

શરીરમાં ઉર્જાનો અભાવ 
શું તમને શરીરમાં ઉર્જા લઈ આવવાં માટે ચા અને કોફીનું સેવન કરવું પડે છે? શું તમને દરરોજ કામ કરતી વખતે આળસ આવે છે? જો આવું થતું હોય તો તેનો અર્થ એ છે કે તમે શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છો. દરરોજ નવા પડકારો સામે કામ કરવાની તમારી આદતથી તમને થાક લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે થાક તમારા શરીર માંથી બહાર નીકળે. એવાં માટે જરૂરી છે કે તમે થોડા દિવસો માટે કામમાંથી રજા લો અને બહાર ફરવાં જાઓ. 

નાની-નાની બાબતો પર ગુસ્સે થવું 
જો તમને નાની-નાની બાબતો પર ગુસ્સો આવતો હોય અને તમે પરેશાન થઈ જતાં હોય તો, એવામાં જરૂરી છે કે તમે થોડા સમય માટે બ્રેક લો. થોડા સમય માટે કામથી દૂર રહો અને પોતાની જાત માટે સમય ફાળવો. આ સાથે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવા માટે યોગની મદદ લઈ શકો.  

વધુ પડતું લાગણીશીલ થઈ જવું 
જ્યારે વ્યક્તિ ભાવનાત્મક રીતે થાકી જાય છે ત્યારે તે પોતાની લાગણીઓને નિયંત્રણમાં રાખી શકતો નથી. આવી સ્થિતિમાં તમને નાની-નાની વાતો તકલીફ આપી શકે છે અને જેથી તમને રડવું પણ આવી શકે છે. જ્યારે પણ આવું લાગે ત્યારે રડવાની જગ્યાએ તમારા મિત્રો સાથે વાત કરવી જોઈએ. આ સ્થિતિમાં માત્ર તમે જ નથી, અન્ય ઘણા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. 

પ્રેરણાનો અભાવ 
કોઈ પણ વ્યક્તિ શરૂઆતમાં તેનાં સપના પૂરા કરવા માટે ખૂબજ સંઘર્ષ કરે છે. ત્યારે તેને સમયનું ભાન પણ નથી રહેતું. એવામાં એક સમય એવો આવે છે કે તેને સામાન્ય કામ કરવામાં પણ તકલીફ થાય છે. કોઈ પણ કામને કરવા માટે પ્રેરણાની જરૂર હોય છે. જો તેને કામ કરવાની પ્રેરણા ન મળે તો તેનાં માટે કામને પૂર્ણ કરવું ખૂબજ મુશ્કેલ બની શકે છે. જો કોઈ વ્યક્તિને આવું લાગે તો તેણે થોડા સમય માટે બ્રેક લેવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ