બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / If we talk about Indias neighboring country Pakistan it is currently going through such a crisis

મોટી-મોટી વાતો / ન ખાવા માટે રોટી, ન તો પગાર આપવાના પૈસા...: છતાંય ડંફાસ મારવામાં પાકિસ્તાન.. હવે આ મુદ્દા પર કરશે ચર્ચા!

Kishor

Last Updated: 05:07 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પાડોસી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો હાલમાં એવી કટોકટમાંથી પસાર થયુ રહ્યુ છે કે તેમની પાસે ખાવા માટે રોટલી નથી તેમજ પગાર કે વેતન ચુકવવા માટે રૂપિયા નથી. આમ તેઓ ભોજન માટે તરસી રહ્યા છે અને તેની વચ્ચે હજૂ પણ ન્યૂક્લિયર ટેકનોલોજી પર ચર્ચા કરવાની વાતો કરી રહ્યા છે.

  • ન્યુક્લિયર ટેકનોલોજી પર ચર્ચા કરશે કંગાળ પાકિસ્તાન સરકાર
  • બે દિવસ માટે IAEA પ્રતિનિધી મંડળ પાકિસ્તાન પહોચ્યુ

મીડિયા રીપોર્ટસ પ્રમાણે પાકિસ્તાનમાં એ હદ્દે કટોકટી સર્જાઈ છે કે જાણે ત્યાં ખાવા માટે ભોજનના પણ ફાંફા છે. એટલુ જ નહીં પાકિસ્તાનમાં સરકારી કર્મચારીઓને વેતન ચૂકવવા માટેના નાણા પણ નથી. આ બધાની વચ્ચે પણ ત્યાંની સરકાર ન્યૂક્લિયર ટેકનોલોજી પર ચર્ચા કરવાનીરાહ જોઈ રહ્યુ છે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે (IAEA)ના પ્રતિનિધીઓની પાકિસ્તાનની સરકાર ન્યૂક્લિયર ટેકનોલોજી પર ચર્ચા કરવા માટે રાહ જોઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ માટે IAEA પ્રતિનિધી મંડળ પાકિસ્તાન પહોચ્યુ છે.

IAEA પ્રતિનિધી મંડળનું નેતૃત્વ કોણ કરશે?
IAEA પ્રતિનિધી મંડળનું નેતૃત્વની જો વાત કરીએ તો રાફેલ મારિયાનો ગ્રોસી દ્વારા કરવામાં આવશે. તેમ વિદેશ કાર્યાલયના સ્પોકપર્સન દ્વારા જણાવવામાં આવ્યું હતુ. તેઓ બે દિવસ પાકિસ્તાનની મુલાકાતે છે એટલે કે ૧૫ અને ૧૬ ફેબ્રુઆરી સુધી પાકિસ્તાનમાં જ રહશે. મહત્વની વાત તો એ છે કે આ બેઠક કે મુલાકાતના મુખ્ય હેતુની જો વાત કરીએ તો પરમાણુ ટેક્નોલોજી એટલે કે ન્યૂક્લિયર ટેક્નોલોજી પર ચર્ચા કરવાનો રહેશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, સામાજિક-આર્થિક વિકાસમાં ન્યૂક્લિયર ટેકનોલોજીને મજબૂત બનાવવામા આવશે.

શુ કહ્યુ IAEAના અધિકારીએ?
IAEA અધિકારીએ આ મુલાકાત એટલે કે બે દિવસની પાકિસ્તાન મુલાકાતને લઈને જણાવ્યું હતુ કે, કૃષિ, આરોગ્ય, ઉદ્યોગ અને વીજ ઉત્પાદન સહિત પરમાણુ ટેકનોલોજીનો વપરાસ કરતા કેટલીક સંસ્થાઓની પણ મુલાકાત કરવામાં આવશે.

સમગ્ર મામલે આપણે જો ટ્રિબ્યુનના રીપોર્ટની વાત કરીએ તો, વર્ષ ૧૯૫૭થી પાકિસ્તાન IAEAનું સ્થાપક સભ્ય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ એજન્સીના અધિકારીઓએ મુલાકાત કરી હતી. પરંતુ સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો ત્યારની અને આજના પાકિસ્તાનની સ્થિતિ અલગ છે. અત્યારે પાકિસ્તાન પાસે ખાવા માટે રૂપિયા નથી તેમજ સરકારી કર્મચારીઓને આપવા માટે રકમ નથી. તો કેવી રીતે ન્યૂક્લિયર ટેક્નોલોજીને મજબુત કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ