બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / If there is a sudden crisis, this remedy should be done on Wednesday

ધર્મ / અચાનક જ કોઈ સંકટ આવી પડે તો બુધવારે કરી લેવો જોઈએ આ એક ઉપાય, વિઘ્નહર્તા ગણેશજીના મળશે આશીર્વાદ

Pooja Khunti

Last Updated: 09:13 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવાર ભગવાન ગણેશનો વાર છે. આ દિવસે અમુક ઉપાય કરવાથી બીમારી અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે.

  • સિંદુર અને બુંદીનાં લાડુ અર્પણ કરો 
  • ગાયને લીલુ ઘાસ અર્પણ કરવું 
  • જરૂરિયાત હોય તેવા લોકોને મગનું દાન કરો

હિન્દુ ધર્મમાં અઠવાડિયાના સાતે દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિધિ પૂર્વક ભગવાન ગણેશની પૂજા અને ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા તમારા પર રહે છે. હિંદુ શાસ્ત્રોમાં ગણેશજીને પ્રથમ અને મુખ્ય પૂજનીય માનવામાં આવે છે. ભગવાન ગણેશના નામથી કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. બુધવારે કેટલાક ઉપાય કરવાથી અચાનક સંકટને ટાળી શકાય છે. જાણો આ દિવસે કયા ઉપાયો કરી શકાય.

બુધવારનાં દિવસે આ ઉપાય કરો

દૂર્વા 
બુધવારનાં દિવસે ભગવાન ગણેશના મંદિરમાં જઈને દૂર્વાની 11 અથવા 21 ગાંઠ ચઢાવો. ભગવાન ગણેશનાં મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે. 

સિંદુર અને બુંદીનાં લાડુ 
ભગવાન ગણેશને શમીનાં પાન અર્પણ કરવાથી માણસની બુધ્ધિ તેજ થાય છે. આ સાથે ઝઘડાથી પણ મુક્તિ મળે છે. ભગવાન ગણેશને સિંદુર અને બુંદીનાં લાડુ અર્પણ કરી શકાય.

લીલુ ઘાસ 
ગાયને લીલુ ઘાસ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ઘરનાં બધાં ઝઘડા દૂર થશે. સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવશે. બુધવારે ભગવાન ગણેશને કેશરી સિંદુર અર્પણ કરી શકો.  

મગનું દાન
જરૂરિયાત હોય તેવા લોકોને મગનું દાન કરો. તેનાથી સંબંધો સારા બનશે. 

વાંચવા જેવું: આંખોમાં રોશની નહીં પણ અનેક ગ્રંથો છે કંઠસ્થ, કોર્ટમાં આપ્યા રામજન્મના પુરાવા: જાણો રામભદ્રાચાર્ય વિશે

રસોડુ 
બુધવારે એક વાસણમાં 1.25 કિલો આખા લીલા મગની દાળ અને બીજા વાસણમાં 1.25 કિલો મીઠું ભરો. આ બે વાસણ ઘરના રસોડામાં ક્યાંય પણ રાખવાથી ઘરમાં અચાનક આવતી કોઈપણ મુશ્કેલી દૂર થાય છે.

નાળિયેર
રાહુની સમસ્યાથી પરેશાન હોય તો એક નાળિયેર માથાની બાજુમાં રાખી ઊંઘી જાવ. આગલા દિવસે ભગવાન ગણેશનાં મંદિરમાં દક્ષિણા આપી તેને અર્પણ કરી દો. વિઘ્નહર્તા ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ, ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ