બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If the harvest is still going on, now if the crop is damaged, what about its compensation?

માવઠાનો માર / હજુ માવઠા તો ચાલુ, હવે પાકને નુકશાન થાય છે તો તેના વળતરનું શું ? ખેડુતોની માંગ, કમોસમી વરસાદથી ચોતરફ કૃષિપાકને નુકશાન

Priyakant

Last Updated: 08:20 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Crop Loss News: અગાઉનાં માવઠાથી ખેડુતોનાં દર્દ વચ્ચે વધુ એકવાર કમોસમી વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી બની, રાજ્યમાં કમોસમી વરસાદે ખેતરમાં તૈયાર પાકને મોટાપાયે નુકસાન કર્યુ

  • ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ચોતરફ કૃષિપાકને ભારે નુકશાન 
  • અગાઉનાં માવઠાથી ખેડુતોનાં દર્દ વચ્ચે ફરી કમોસમી વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી
  • પાક નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક વળતર આપવા ખેડૂતો માગ  

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ચોતરફ કૃષિપાકને ભારે નુકશાન થયું છે. અગાઉનાં માવઠાથી ખેડુતોનાં દર્દ વચ્ચે વધુ એકવાર કમોસમી વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાજ્યમાં કમોસમી વરસાદે ખેતરમાં તૈયાર પાકને મોટાપાયે નુકસાન કર્યુ છે. આ સાથે અનેક જિલ્લામાં સતત વરસેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે કહેર સાબિત થયો છે. મહામહેનતે ખેડૂતોએ તૈયાર કરેલા પાક પર કમોસમી વરસાદે પાણી પાણી ફેરવી દીધુ છે. જેથી પાક નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક વળતર આપવા ખેડૂતો માગ કરી રહ્યા છે.

 

કચ્છમાં કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકશાન 
કચ્છમાં સતત એક અઠવાડિયાથી કમોસમી ભારે વરસાદથી ખેતીને પારાવાર નુકશાની થઈ છે. મેઘરાજા કહેર બની વરસતા ઉનાળું પાક સહીત બાગાયતી પાકમાં વ્યાપક નુકશાન થયું છે. જિલ્લામાં સર્વત્ર આવી મુશ્કેલીઓ તેમજ તારાજી ના દ્રશ્યો સામે આવ્યા છે. ભુજ, અંજાર, નખત્રાણા, રાપર, ભચાઉ, ગાંધીધામ,માંડવી, અબડાસા સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાથી લોકો પરેશાન બન્યા છે. આ સાથે ખેડુતોનો ઉનાળું પાક પણ ખરાબ થઈ ગયો છે. તલ,બાજરી તેમજ કપાસ સહિતના પાકો તૈયાર થઈને લણણીના આરે ઉભા છે ત્યારે કમોસમી વરસાદથી પાણી ભરાઈ જવાથી પાક ખરાબ થયો છે. મહામુસીબતે ઉગેલા મોલ ખરાબ થવા લાગતા ખેડુતોની સ્થિતિ  બગડશે તેવા એંધાણ સામે આવ્યા છે. 

VTV ન્યુઝની ટીમ પહોંચી નખત્રાણાના સાયરા (યક્ષ) ગામે 
મેઘરાજાના કોપાયમાન રૂપથી જિલ્લામાં ખેતીને ભારે ખાના ખરાબી થઈ છે. વરસાદથી ખેતીમાં થયેલા નુકશાન અંગે VTV ન્યુઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે  નખત્રાણાના સાયરા (યક્ષ) ગામ પહોંચી હતી. આ દરમિયાન ગામના ખેડૂતોએ પોતાની આપવીતી વર્ણવી હતી. સાયરા (યક્ષ) ગામમાં ખેડૂતોના કેરી, દાડમ તેમજ ડ્રેગન ફ્રૂટ સહિતના બાગાયતી પાકોમાં કમોસમી વરસાદ થતા પાક નિષ્ફળ થઈ ગયો છે. પાક નિષફળ જતા કિસાનો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. અમારી ટિમની મુલાકાત વેળાએ ખેડૂતએ વાત કરતા પોતાની વ્યથા ઠાલવી જણાવ્યું કે, સખત મહેનત બાદ કેસરી કેરી, દાડમનો પાક  તેમજ ડ્રેગન ફ્રૂટમાં ફૂલ  ઉતારવા તૈયાર થયો. આ તરફ જાણે કુદરત નારાજ હોય તેમ માવઠું પડતા પાકને વ્યાપક નુકશાન થયું છે. વરસાદની સાથે કરા પડતા પાકમાં ફૂગ અને કાળા પડી જતા તેની વેચવાલી થતી નથી.  ખેડૂતો મહામુલું પાકમાં પાણી ભરાવાના કારણે નુકશાન પહોંચ્યું છે. આ તરફ ખેડુતોએ રાજ્ય સરકાર બાગાયતી પાકમાં નુકશાન અંગે સર્વે કરી ત્વરિત ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ ઉઠી છે. 

દ્વારકા જિલ્લામાં 5દિવસથી કમોસમી વરસાદનું તાંડવ 
દ્વારકા જિલ્લામાં પાંચ દિવસથી  કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું છે. જિલ્લામાં મગ, અડદ, તલ, કેરી, બાજરો શાકભાજીના પાકને નુકસાન પહોચાડ્યું છે. દ્વારકા જિલ્લામાં ભાણવડ કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા, તાલુકામાં કમોસમી વરસાદ છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે  ભાણવડ તાલુકાના ગામોમાં ખાબકેલા કમોસમી વરસાદથી કેરી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. શિવા, કાટકોલા, સતાપર ગામે ભારે વરસાદથી તલ જેવા પાકોને નુકસાન પહોંચ્યું હતું. દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર દુધિયા, રાજપરા ,ચૂર  નગડીયા ગામે કમોસમી વરસાદને કારણે પશુઓના ચારાને નુકસાન પહોંચ્યું છે અડધાથી લઇ ચાર ઇંચ સુધી વરસાદ ખાબક્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ વિસ્તારમાં મગ, અડદ, બાજરી, તલ જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ખેડૂતોને ખેતરોમાં ભારે પવન અને વરસાદથી છાપરા ને પણ નુકસાન પહોંચ્યું છે.  

ખંભાળિયા પંથકમાં પણ ભારે નુકશાન 
ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે  કમોસમી વરસાદે ખેતરોમાંથી પાણી વહેતા કર્યા હતા. પંથકનાં ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ વિસ્તારમાં કમોસમી વરસાદ તોફાન બનીને આવ્યો હતો અને ચારે તરફ ખેતરોમાં પાણી પાણી કરી દીધા હતા. આ સાથે દ્વારકા તાલુકાના ગઢેચી સર વિસ્તારમા પણ કમોસમી વરસાદ ખાબકતા અમુક ખેડૂતોના મગ, અડદ, તલ શાકભાજી જેવા ઉભા પાકમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદ ખાબકતા અમુક પાક લઇ રહેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. 

છોટાઉદેપુરમાં વિવિધ પાકમાં નુકશાન
છોટાઉદેપુર જિલ્લામાં માવઠું પડવાના કારણે વિવિધ પાકમાં નુકશાન થયું છે. ખેડૂતોના ઉભા પાક અને પશુ માટેના ઘાસ ચારા પલળી જતા ખેડૂતએ સર્વે કરીને સરકાર વળતર આપે તેવી માંગ કરી છે.  ખેડૂતોએ ઉનાળાના પાકમાં મહા મહેનત કરીને ત્યાર કરેલા ઉભા પાકમાં નુકશાન થવાના કારણે દુઃખી થયા છે. ઉનાળા પાકમાં ખેડૂતોએ જુદા જુદા પ્રકારના પાક ત્યાર કર્યા હતા અને પાક ખેડૂતો મેળવે તે પહેલા જ ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો સમય આવ્યો છે. માવઠાના કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારના ખેડૂતો પરેશાન થયા છે. ખાસ કરીને ખેડૂતોએ ઉનાળાના સમયમાં પશુઓ માટે ખાસ ચારાના વ્યવસ્થા માટે સુંડિયાના પાકની વ્યવસ્થા કરી હતી. પરંતુ કુદરતી કહેર આવતા ખેડૂતો પશુઓને ઘાસ ચારો શુ ખવડાવસે તેની ચિંતામાં મુકાયા છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે.

કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરમાં નુકસાન
આ તરફ સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાનનાં સમાચાર સામે આવ્યા છે. વરસાદથી ઘાસચારો, અજમો, બાજરી સહિતના પાક નિષ્ફળ ગયા છે. આ સાથે લખતરમાં ખેડૂતોને કમોસમી વરસાદને લીધે ભારે નુકસાન પહોંચ્યું છે. વરસાદથી થયેલા પાક નુકસાની સામે સહાય આપવાની માગ પણ ખેડુતોએ કરી છે. પંથકમાં બાજરી, તલ, અજમો જેવા પાકમાં કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે. 

બનાસકાંઠામાં પાક નુકશાની વચ્ચે સહાયની માંગ 
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનને અડીને આવેલ ધાનેરા તાલુકાના વાછોલ ગામમાં પવન સાથે પડેલા ભારે વરસાદને લઈ બાજરીના પાકમાં મોટુ નુકસાન થયું હતું. અગાઉ પણ પડેલા કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં ખેડૂતોને અનેક પાકોમાં મોટું નુકસાન થયું હતું. જેને લઈ સરકાર તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઇ ખેડૂતોને થયેલ નુકસાન અંગે સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. 
 
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ માંડ-માંડ વરસાદના નુકસાનમાંથી બહાર આવે તેવી આશાએ ફરીથી પોતાના ખેતરોમાં વાવેતર કર્યું હતું. પરંતુ કુદરત જાણે આ વખતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર પ્રકોપ વર્ષાવી રહી હોય તેમ એક બાદ એક જિલ્લાના ખેડૂતોને વરસાદથી નુકસાન થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતો આ વર્ષે વરસાદના કારણે પાયમલ બન્યા છે. તાજેતરમાં જ હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદથી મોટાભાગના ગામોમાં બાજરી ગવાર સહિતના પાકોમાં મોટો નુકસાન થયું છે.

VTV ન્યૂઝની ટીમ પહોંચી બનાસકાંઠા 
VTV ન્યૂઝની ટીમ સરહદી વિસ્તારની મુલાકાતે પહોંચી હતી જેમાં બનાસકાંઠા અને રાજસ્થાનને અડીને આવેલું ધાનેરા તાલુકાનું છેવાડાનું ગામ વાછોલ ખાતે વરસાદથી થયેલ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાછોલ ગામમાં મોટાભાગના ખેડૂતો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. પરંતુ આ વર્ષે સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે.  સતત એક દિવસ સુધી પડેલા ભારે પવન સાથે વરસાદના કારણે આ વિસ્તારમાં 90% થી પણ વધુ બાજરીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. અગાઉ પણ પડેલા કમોસમી વરસાદના કારણે વાછોલ ગામમાં ઘઉં, રાજગરો અને બટાકા સહિતના પાકોમાં નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર પડેલા કમોસમી વરસાદથી વાછોલ ગામમાં મોટાભાગના ખેતરોમાં ઊભેલી બાજરી હાલમાં નષ્ટ થઈ ગઈ છે. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેડૂતોનું માનવું છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તો જ આવનારા સમયમાં ખેડૂત પગ પર થઈ શકે તેમ છે. નહિતર ખેડૂતોને ન છૂટકે પશુપાલન અને ખેતી છોડવી પડે તેવી પરિસ્થિતિ થઈ શકે તેમ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ