બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / if the company deducts PF money from salary but does not deposit it? Find out where and how to file a complaint

જાણી લો / જો કંપની પગારમાંથી PF ના પૈસા કાપી લે પણ જમા ન કરાવે તો શું કરશો? જાણો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકો

Megha

Last Updated: 03:55 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી નોકરી કરતા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફના પૈસા તેમના પગારમાંથી કાપવામાં આવે છે. જો એમ્પ્લોયર તમારા PF ના પૈસા જમા ન કરાવતા હોય તો શું કરવું?

  • કંપની દર મહિને કર્મચારીઓના પગારમાંથી પીએફના પૈસા કાપે છે 
  • એમ્પ્લોયર તમારા PF ના પૈસા જમા ન કરાવતા હોય તો શું કરવું?
  • EPFOના નિયમો શું છે, જાણો 

દેશની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ કંપનીઓમાંની એક બાયજુ(Byju's) આ દિવસોમાં મુશ્કેલીમાં છે. કંપનીના ઓડિટરે રાજીનામું આપી દીધું છે. આ સાથે કંપનીના બોર્ડના ત્રણ નોન-પ્રમોટર સભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોર્પોરેટ મંત્રાલય કંપનીની તપાસ કરી રહ્યું છે. કંપનીના લગભગ અડધા કર્મચારીઓ બીજી નોકરી શોધી રહ્યા છે. દરમિયાન કંપનીના કર્મચારીઓનો આરોપ છે કે કંપનીએ છેલ્લા ઘણા મહિનાઓથી કર્મચારીઓના પીએફના પૈસા જમા કરાવ્યા નથી. કંપની દર મહિને કર્મચારીઓના પગારમાંથી પીએફનો ભાગ કાપી રહી છે પરંતુ જમા નથી કરી રહી. જોકે કંપનીનો દાવો છે કે તેણે પીએફના તમામ લેણાં ક્લિયર કરી દીધા છે. 

એવામાં જો તમારા એમ્પ્લોયર તમારા PF ના પૈસા જમા ન કરાવતા હોય તો તમારા અધિકારો શું છે? ચાલો આ વિશે જાણીએ 

EPFOના નિયમો શું છે, જાણો 
ખાનગી નોકરી કરતા કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફના પૈસા તેમના પગારમાંથી કાપવામાં આવે છે. કર્મચારીઓના પીએફ ખાતા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હેઠળ ખોલવામાં આવે છે. આ ખાતામાં એમ્પ્લોયર અને કર્મચારી બંનેએ ફાળો આપવાનો હોય છે. જો કોઈ એમ્પ્લોયર આ ખાતામાં યોગદાન ન આપે અથવા વિલંબ થાય તો તેને દંડ ભરવો પડી શકે છે. EPFOના નિયમો અનુસાર એમ્પ્લોયર અને કર્મચારી વતી દર મહિને મૂળ પગાર અને DAના 12-12% PF ખાતામાં જમા કરવામાં આવે છે. એમ્પ્લોયરના 12% યોગદાનમાંથી, 8.33% કર્મચારી પેન્શન યોજના (EPS) માં જમા થાય છે અને બાકીના 3.67% PF ખાતામાં જાય છે.

ફોજદારી કેસ નોંધાવી શકો છો 
નિષ્ણાતોના મતે જો એમ્પ્લોયરના પીએફ ચુકવણીમાં ડિફોલ્ટનો સમયગાળો બે મહિનાથી ઓછો હોય, તો વાર્ષિક પાંચ ટકાના દરે એરિયર્સ ચૂકવવા પડશે. તેવી જ રીતે જો ડિફોલ્ટનો સમયગાળો બે મહિનાથી વધુ અને ચાર મહિનાથી ઓછો હોય, તો વાર્ષિક 10 ટકા દંડ લાદવામાં આવશે. ચારથી છ મહિનાના વિલંબ માટે, એમ્પ્લોયરને વાર્ષિક 15 ટકાના દરે દંડ ચૂકવવો પડશે. છ મહિનાથી વધુ માટે, દંડ 25 ટકા છે. જો કોઈ કંપની કર્મચારીઓના પીએફના પૈસા જમા કરાવતી નથી તો તે ગુનાહિત કૃત્ય છે. આ સ્થિતિમાં શ્રમ મંત્રાલય કંપની સામે ફોજદારી કેસ શરૂ કરી શકે છે.

ક્યાં કરવી ફરિયાદ 
EPFO દર મહિને તેના સબસ્ક્રાઇબર્સને એસએમએસ એલર્ટ દ્વારા પીએફ ખાતામાં જમા રકમ વિશે માહિતી આપે છે. જો કોઈ કર્મચારી ઈચ્છે તો તે EPFO પોર્ટલ પર લોગઈન કરીને દર મહિને તેના PF એકાઉન્ટનું બેલેન્સ પણ જાણી શકે છે. તેના પરથી ખબર પડશે કે ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે કે નહીં. જો કંપની કર્મચારીના પગારમાંથી પૈસા કાપીને તેના પીએફ ખાતામાં જમા નથી કરાવતી તો કર્મચારીએ પહેલા EPFOમાં ફરિયાદ નોંધાવવી પડશે. આ પછી EPFO તે કંપની વિશે પૂછપરછ કરશે. જો પૂછપરછમાં સ્પષ્ટ થાય છે કે કંપનીએ પૈસા કાપી લીધા છે પરંતુ પીએફ ખાતામાં જમા કરાવ્યા નથી, તો EPFO ​​કંપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ