બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / If someone asks why money is not coming out outside the ATM, be warned, the fool will also take the PIN and change the card, a shoc

નવસારી / ATM બહાર કોઈ કહે પૈસા કેમ નથી નીકળતા તો ચેતજો, ભોળવી પીન પણ લઈ લેશે અને કાર્ડ બદલી જશે, ચીખલીનો ચોંકાવનારો કિસ્સો

Vishal Khamar

Last Updated: 08:25 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં ATM માં લોકોને છેતરી રૂપિયા ઉપાડી લેતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ત્યારે ઝડપાયેલ ટોળકી પાસેથી પોલીસે 25 ATM કાર્ડ પણ મળ્યા હતા. આ ટોળકી વધુ કોઈ વ્યક્તિને પોતાનો શિકાર બનાવે તે પહેલા જ પોલીસે ઠગ ટોળકીને ઝડપી પાડી ચીખલી પોલીસને સોંપ્યા હતા.

  • નવસારી ATM માં લોકોને છેતરી રૂપિયા ઉપાડી લેતી ટોળકી ઝડપાઈ
  • રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિને ભોળવી ATM કાર્ડ બદલી લેતા હતા
  • ATM કાર્ડ બદલ્યા બાદ વ્યક્તિના ખાતામાંથી ઉપાડી લેતા હતા રૂપિયા
  • આરોપીઓએ મહારાષ્ટ્રની 7 છેતરપિંડીની કબૂલાત કરી
  • પાંચેય આરોપીઓને વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપાયા

ATM માંથી પૈસા ન નીકળે તો ચિંતાતુર કે વ્યાકુળ થઈ કોઇપણ અજાણી વ્યક્તિને પોતાનું કાર્ડ આપતા પહેલા ચેતવા જેવું છે.ATM બહાર ઊભા રહેતા ગઠિયાઓ પહેલા તમારું પિન જાણ્યા બાદ તમારું ઓરીજનલ કાર્ડ લઈ તમને ડમી કાર્ડ પધરાવી પૈસા ઉપાડે છે આવી જ એક ટોળકીને નવસારી એલસીબીએ ઝડપી પાડી છે.

ઠગ ટોળકીનું કોઈને નિશાન બનાવે તે પહેલા જ ઝડપી પાડી

 ઠગ ટોળકી અભણ, મહિલાઓ તેમજ વૃદ્ધોને બનાવતી હતી નિશાન

એટીએમ માં કોઈકવાર ટેકનિકલ ખામીને કારણે પૈસા નીકળતા નથી જેને કારણે અભણ,મહિલાઓ કે વૃદ્ધ વ્યક્તિઓ ચિંતાતુર બને છે.જેનો લાભ ઉઠાવી ગઠિયાઓ ATM બહાર ઊભા ટાર્ગેટ કરેલા વ્યક્તિ પાસે જઈને પૈસા કેમ નથી નીકળતા તેવું કહીને વાતોમાં ભોળવી પહેલા તો પીન નબર જાણી લે છે, ત્યારબાદ ટ્રિકથી કાર્ડ બદલી નાખે છે.ટાર્ગેટ કરેલી વ્યક્તિ ATM માંથી ગયા બાદ પૈસા ઉપાડી રફુચક્કર થતા હતા.

ઠગ ટોળકી પાસેથી પોલીસે 25 જેટલા ATM  કાર્ડ કબ્જે કર્યા

મહારાષ્ટ્રમાં આ ઠગ ટોળકી સામે 7 ગુના નોંધાયેલ

બસ આ મોડસ ઓપરેન્ડીથી ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ લોકોના પૈસા ઉપાડી તેમની સાથે ઠગાઈ કરવાના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા. માત્ર મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો સોલાપુર માં 4 ઉસ્માનાબાદમાં 1, પુણેમાં 3 એમ કુલ 7 જેટલા અલગ અલગ શહેરના ગુનાઓ આ ઠગ ટોળકી એ આચર્યા હતા. નવસારી જિલ્લાના ચીખલીમાં પણ આ જ મોડસઓપ્રેંડીથી ATM બહાર ઠગાઈ કરી નાસી ગયેલી ટોળકી ફરીવાર નવસારી નસીબ અજમાવવા આવતી હોવાની જાણ LCB ને થતા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

એસ.કે. રાય (DYSP, નવસારી)

પોલીસે આરોપીઓ પાસેથી 25 જેટલા ATM  કબ્જે કર્યા

એલસીબીના હાથે ચડેલા તમામ આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. નવયુવાન આરોપીઓ એટીએમ બહાર ઉભા રહિત ઠગાઈ કરવામાં માસ્ટરી ધરાવે છે. એલસીબી એક તમામ આરોપીઓ પાસેથી 25 જેટલા ડમી એટીએમ કાર્ડ પણ રિકવર કર્યા છે જેઓ તે લોકોને આપતા હતા.પકડાયેલા તમામ આરોપીઓનો કબજો ચીખલી પોલીસને સોંપવામાં આવશે. એટીએમ માંથી પૈસા ન નીકળે તો ચિંતા ન કરી બેન્કનો સંપર્ક કરી શકાય પણ અજાણ્યા વ્યક્તિને કાર્ડ આપ્યું તો બેંકમાંથી હજારો અને લાખો રૂપિયા ઉપડ્યા જ સમજો. 


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ