બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / If Loan borrower person dies, then who is responsible for reimbursement what the rules are

કામની વાત / જો Loan લેનારનું મૃત્યુ થઇ જાય તો પછી ભરપાઈની જવાબદારી કોની? જાણી લો શું છે તેની માટેના નિયમ

Megha

Last Updated: 02:50 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોન લેનારની મૃત્યુ પછી લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ અલગ અલગ લોન છે
  • લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવા પર તેની ભરપાઈ કોણ કરે છે? 
  • લોનની ચુકવણી અંગે દરેક પ્રકારની લોનના અલગ-અલગ નિયમો હોય

આપણે દરેકે જોયું હશે અને ઘણા લોકો એ કર્યું પણ હશે કે જ્યારે પણ પૈસાની જરૂર હોય છે આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ કામો કરાવવા માટે લોકો બેંકમાંથી લોનનો સહારો લે છે. જણાવી દઈએ કે લોન પણ વિવિધ પ્રકારની હોય છે જેમ કે પર્સનલ લોન, કાર લોન, હોમ લોન વગેરે. દરેક ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ અલગ અલગ લોન છે અને એ લોન લીધા પછી દર મહિને હપ્તા ભરીને તેને ચુકવણી કરે છે. પણ ઘણી વખત એવું બને છે કે લોન લેનાર વ્યક્તિનું કમનસીબે મૃત્યુ થાય છે. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયા પછી લોનની રકમ બાકી રહે છે તેની કોણ ચુકવણી કરે છે? લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવાના સંજોગોમાં લોનની ચુકવણી કોણ કરશે તેના પર અનેક સવાલો ઉભા થાય છે. લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

તમને જણાવી દઈએ કે લોન લેનારની મૃત્યુ પછી લોનની ચુકવણી અંગે દરેક પ્રકારની લોનના અલગ-અલગ નિયમો હોય છે. હોમ લોન રિકવરી અંગે અલગ નિયમો છે અને પર્સનલ લોન રિકવરીના પણ અલગ નિયમો છે. 

પર્સનલ લોનનું શું થશે?
જો આપણે પર્સનલ લોન વિશે વાત કરીએ તો પર્સનલ લોન સિક્યોરડ લોન નથી હોતી. આવી સ્થિતિમાં જો પર્સનલ લોન લેનાર વ્યક્તિક મનસીબે મૃત્યુ પામે છે તો બેંક અન્ય કોઈ વ્યક્તિ અથવા તેના ઉત્તરાધિકારી પાસેથી પૈસા વસૂલ કરી શકતી નથી. પર્સનલ લોનમાં જે વ્યક્તિએ લોન લીધી છે તેના મૃત્યુ પછી થી તેની લોન પણ સમાપ્ત થઈ જાય છે. 

ક્રેડિટ કાર્ડની ચુકવણીનું શું થશે? 
ક્રેડિટ કાર્ડ્સ અસુરક્ષિત લોનની શ્રેણીમાં આવે છે. આથી તેને સુરક્ષિત લોન તરીકે ગણવામાં આવતી નથી અને કાર્ડધારકના મૃત્યુના કિસ્સામાં બેંક બાકી રકમને રાઈટ ઓફ કરી દે છે. એટલા માટે બેંક અન્ય કોઈ વ્યક્તિ, વારસદાર અથવા કાનૂની વારસદાર પાસેથી લેણાં વસૂલ કરી શકતી નથી.

હોમ લોનનું શું થશે? 
જો કોઈ વ્યક્તિ હોમ લોન લે છે અને એ લોનનમાં બદલામાં તેના ઘરના કાગળને બદલે ગીરવે મૂકે છે. અને જો હોમ લોન લીધા પછી એ વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે તો આવી પરીસ્થિતિમાં તેના દ્વારા લીધેલ લોનની ચુકવણીની જવાબદારી તેના સહ-લોન લેનાર અથવા તો વ્યક્તિના ઉત્તરાધિકારીએ આ લોનની ચુકવણી કરવી પડે છે. 

ઓટો લોન કોણ ચૂકવશે?
જો કોઈ વ્યક્તિએ ઓટો લોન લીધી હોય અને કોઈ કારણસર અકાળે તેનું મૃત્યુ થઈ જાય તો બાકીની રકમ પરિવારના સભ્યોએ ચૂકવવી પડશે. જો પરિવાર એ ચુકવણી નથી કરી શકતા તો બેંક કારની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ