બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / If anti-social elements are seen causing terror, turn the phone, police announced Janata Jog number

રાજકોટ / અસામાજિક તત્વો આતંક મચાવતા જોવા મળે તો ઘુમાવો ફોન, પોલીસે જાહેર કર્યો જનતા જોગ નંબર

Vishal Khamar

Last Updated: 10:54 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ દ્વારા કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલ નંબર પર પબ્લીક અસામાજિક તત્વોથી થતી હેરાનગતિને લઇને માહિતી આપી શકે છે.

  • રાજકોટમાં અસામાજિક તત્વોના વધતા આતંક સામે પોલીસે જાહેર કર્યા નંબર 
  • પોલીસ અધિકારીઓએ જાહેર કર્યા મોબાઇલ નંબર 
  • માલવિયાનગર પોલીસ સ્ટેશન,PI,SP,DCP ઝોન-2નો નંબર કરાયો જાહેર 

રાજકોટમાં અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ દ્વારા કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માલવિયા નગર પોલીસ સ્ટેશનની પીઆઈ, એસીપી દક્ષિણ,  ડીસીપી ઝોન-2 અને પોલીસ કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે. 
માલવિયાનગર પોલીસ સ્ટેશન,PI,SP,DCP ઝોન-2નો નંબર કરાયો જાહેર 
રાજકોટ પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કડક પગલા હાથ ધર્યા છે.  ત્યારે પોલીસ દ્વારા જાહેર જનતા જોગ સંદેશો લખવામાં આવ્યો છે.   જેમાં પોલીસે કહ્યું છે કે આપના વિસ્તારમાં કોઈપણ પ્રકારના અસામાજીક કે લુખ્ખા તત્વોથી કોઈપણ પ્રકારની કનડગત કે રંજાડ થતી હોય તે જાહેર કરવામાં આવેલ અધિકારીઓના નંબર ઉપર સંપર્ક કરી મદદ મેળવી શકશો.  ત્યારે તાજેતરમાં જ માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં અસામાજીક તત્વોના આતંકની બે ઘટનાઓ સામે આવી હતી.  બે દિવસ પૂર્વે અસામાજિક તત્વો દ્વારા રાહદારીની કારના કાચ ફોડવામાં આવ્યા હતા. એક સપ્તાહ પૂર્વે અસામાજિક તત્વો દ્વારા રાહદારીને રોકી સહિતના વ્યક્તિઓ દ્વારા રોડ બ્લોક કરી બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ટ્રાફિકના પીએસઆઈએ સમજાવટ કરવા જતા તેમની સામે ફરજમાં રૂકાવટ પણ કરી હતી.
અસામાજીક તત્વોના ત્રાસથી રાહદારીએ પરેશાન
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે.  ત્યારે છેલ્લા બે દિવસમાં અસામાજીક તત્વો દ્વારા આતંક ફેલાવવામાં આવી રહ્યો છે.  ત્યારે રોડ ઉપર બર્થડે પાર્ટીની ઉજવણી કરતા હોઈ પોલીસ દ્વારા રોકતા પોલીસ સાથે અસામાજીક તત્વો દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી.  રાજકોટમાં દિન પ્રતિદિન અસામાજીક તત્વોનાં ત્રાસને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ