બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC ODI Rankings 2023 Shubman Gill Mohammed Siraj number 1

ODI Rankings 2023 / સેમી ફાઈનલમાં પ્રવેશે તે પહેલા પાક.ટીમના કેપ્ટન-બોલર માટે માઠા સમાચાર, ટીમ ઈન્ડીયાના બે ખેલાડીઓએ ચિત્ત કર્યાં

Hiralal

Last Updated: 04:33 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને બોલર શાહિન શાહને મોટો ઝટકો લાગ્યો છે. આ બન્ને ખેલાડીઓ અનુક્રમ નંબર વન બેટર અને બોલરનો તાજ ગુમાવી દીધો છે.

  • ICC મેન્સ બેટીંગ રેન્કિંગ જાહેર
  • શુભમન ગિલ બન્યો નંબર વન વનડે બેટર
  • મોહમ્મદ સિરાજ બન્યો વર્લ્ડનો નંબર વન બોલર 

વિશ્વના નંબર વન વન ડે બેટ્સમેન બાબર આઝમને મોટો ઝટકો લાગ્યો છે. બાબર આઝમે નંબર વન બેટરનો તાજ ગુમાવ્યો છે. ભારતના ઓપનર શુભમન ગિલે તાજેતરના આઇસીસી મેન્સ બેટીંગ રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન પાસેથી વન ડે બેટીંગનું ટોચનું સ્થાન આંચકી લીધું છે. ગિલ તેની ટૂંકી પણ પ્રભાવશાળી કારકિર્દીમાં પહેલી વખત ટોચ પર પહોંચ્યો છે. મોહમ્મદ સિરાજે લેટેસ્ટ વન-ડે બોલર્સના રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે શાહીન શાહ આફ્રિદી પાસેથી નંબર 1 વન ડે બોલરની સીટ છીનવી લીધી હતી.  સિરાજ પણ વનડે બોલરોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે, તેણે અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં 10 વિકેટ લીધી છે. વર્લ્ડકપમાં ભારતના બેજોડ સારા દેખાવને કારણે બેટિંગ અને બોલિંગ બંનેની ટોપ 10 રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે.

શુભમન ગિલ વન ડે બેટિંગ રેન્કિંગ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી 
ગિલે વર્લ્ડ કપમાં ભારતને ઘણી વખત શાનદાર શરૂઆત અપાવી હતી, આ જ કારણે ગિલે બાબરને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવી લીધું હતું. સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી બાદ ગિલ ભારત તરફથી નંબર વન ડે બેટ્સમેનની રેન્કિંગ હાંસલ કરનારો ચોથો ખેલાડી બન્યો હતો. ગિલે ગયા અઠવાડિયે શ્રીલંકા સામે 92 અને દક્ષિણ આફ્રિકા સામે 23 રનનું યોગદાન આપ્યું છે, અને ટૂર્નામેન્ટમાં છ ઇનિંગ્સમાં કુલ 219 રન બનાવ્યા છે.

પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પ્રવેશવા માટે ઝઝૂમી રહી છે
ઉલ્લેખનીય છે કે બાબર આઝમની આગેવાનીવાળી પાકિસ્તાની ટીમ હાલના વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પ્રવેશવા માટે ઝઝૂમી રહી છે. પાકિસ્તાનની હવે છેલ્લી મેચ જ બાકી છે અને તેમાં જીતે તો જ તે સેમી ફાઈનલમાં ચોથા નંબરે આવી શકે છે નહિંતર વર્લ્ડ કપમાંથી તેની સફર પણ પૂરી થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ