બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / icc introduces stop clock in trial base of mens odi and t20I five run penalty

Stop Clock Rule / હવેથી બોલિંગ કરવામાં લેટ થયું તો ફિલ્ડીંગ ભરનારી ટીમને થશે મોટું નુકસાન, ICC લાવ્યું જોરદાર નિયમ

Arohi

Last Updated: 12:28 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Rules In Mens ODI And T20: ICCએ સ્પષ્ટ કરી દીધુ છે કે જો એક ઓવર પૂર્ણ થયા બાદ બીજી ઓવર શરૂ થવામાં એક મિનિટથી વધારે સમય લાગે છે અને એવું ત્રણ વખત થાય છે તો બોલિંગ કરી રહેલી ટીમ પર દંડ લગાવવામાં આવશે.

  • ICCએ જાહેર કર્યો નવો નિયમ 
  • બોલિંગ કરનાર ટીમે રહેવું પડશે સાવધાન 
  • નહીં તો દંડ પેટે મળશે 5 રનની પેનલ્ટી 

વનડે વર્લ્ડ કપ 2023 બાદ આઈસીસીએ ક્રિકેટમાં નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર સ્પીડ લાવવા માટે કરવામાં આવ્યો છે. આઈસીસીએ બોલર માટે પણ ટાઈમ આઉટ જેવા નિયમ બનાવ્યા છે. 

આઈસીસીએ મંગળવારે કહ્યું કે જો બોલર એક ઈનિંગમાં ત્રણ વખત ઓવર શરૂ કરવામાં 60 સેકેન્ડથી વધારે સમય લેશે તો બોલિંગ કરી રહેલી ટીમ પર પાંચ રનની પેનલ્ટી લગાવવામાં આવશે. આ નિયમ હાલ પુરૂષ ક્રિકેટમાં વનડે અને ટી20 ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે. 

શરૂઆતમાં ટ્રાયલ માટે લાગુ કરવામાં આવશે નિયમ 
શરૂઆતમાં આ નિયમ ટ્રાયલ માટે લાગુ કરવામાં આવશે અને આગળ તેની ઉપયોગિતા અને પ્રભાવ જોયા બાદ તેને સ્થાયી રીતે લાગુ કરવામાં આવી શકે છે. આ નિર્ણય ICC બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો છે. 

ICCએ ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધી પુરૂષોના વનડે અને ટી20 ક્રિકેટમાં પરીક્ષણના આધાર પર સ્ટોપ ક્લોક રજુ કરવા પર સહમતિ વ્યક્ત કરી. આ ઘડિયાળનો ઉપયોગ ઓવરની વચ્ચે લગાતા સમયને ઓછો કરવા માટે કરવામાં આવશે. 

શું છે ટાઈમ આઉટ નિયમ? 
ICCના નિયમ 40.1.1 અનુસાર બેટ્સમેન આઉટ થાય કે રિટાયર થવાની બીજી બે મિનિટની અંદર બીજા બેટ્સમેનને બોલ રમવા માટે તૈયાર રહેવું પડશે. જો આ પુરૂ નહીં કરવામાં આવે તો આ ટાઈમ્ડ આઉટના દાયરામાં આવશે. 

જોકે મેરલિબોન ક્રિકેટ ક્લબના નિયમો હેઠળ ટાઈમ્ડ આઉટ માટે સમય ત્રણ મિનિટ છે પરંતુ વિશ્વકપમાં આઈસીસી નિયમો હેટળ તેના માટે બે મિનિટ રાખવામાં આવી છે. ટાઈમ્ડ આઉટની વિકેટ કોઈ બોલરના ખાતામાં નથી જતી.  

ICCએ આ બેઠકમાં એવું પણ નક્કી કર્યું છે કે શ્રીલંકાની ક્રિકેટ ટીમ બોર્ડના સસ્પેન્શન છતાં આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે. જોકે અંડર-19 વિશ્વ કપ 2024ની મેજબાની શ્રીલંકાથી છીનવીને દક્ષિણ આફ્રીકાના આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ