બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / 'I was nervous', captain Rohit Sharma's big revelation after winning the first match in ODI World Cup 2023

ક્રિકેટ / 'હું શરૂઆતમાં ગભરાઇ ગયેલો...', ભારત-ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રોહિત શર્માને હતો આ વાતનો ડર, કર્યો ખુલાસો

Megha

Last Updated: 10:09 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ્સ રમી. મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમારી બેટિંગ આવી અને વિકેટ પડવા લાગી ત્યારે હું નર્વસ થઈ ગયો

  • વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું 
  • રોહિત શર્માએ કહ્યું કે બેટિંગ આવી અને વિકેટ પડી ત્યારે હું નર્વસ થઈ ગયો 
  • ટુર્નામેન્ટની શરૂઆત કરવા માટે આ સારી મેચ રહી - રોહિત શર્મા

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મહત્વની મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને 199 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાના ટોપ 4માંથી 3 ખેલાડી ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા હતા પરંતુ વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે આ ખૂબ જ રોમાંચક હતો. ટોપ પર રહેવું કોને ન ગમે? ટુર્નામેન્ટની શરૂઆત કરવા માટે આ અમારી માટે સારી મેચ હતી. 

ટુર્નામેન્ટની શરૂઆત કરવા માટે આ સારી મેચ રહી 
ભારત તરફથી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ આ બંને ખેલાડીઓ પોતાની સદી પૂરી કરી શક્યા ન હતા. રાહુલે 97 રન અને કોહલીએ 85 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળ રહી હતી. મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક મોટી વાત કહી છે. 

બોલરોએ પરિસ્થિતિનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે 'આજે અમારા ફિલ્ડરો સારા હતા, બધાએ પ્રયાસ કર્યો. અમારા બોલરોએ પરિસ્થિતિનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો. અમે જાણતા હતા કે દરેકને મદદ મળશે, ઝડપી બોલરોને પણ રિવર્સ સ્વિંગ મળે છે. સ્પિનરોએ સારી બોલિંગ કરીને વિકેટો લીધી હતી. 

શરૂઆતમાં જ ત્રણ વિકેટ પડી હતી 
ભારતીય ટીમે પ્રથમ ઓવરમાં જ ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને શ્રેયસ અય્યર પણ બીજી ઓવરમાં પેવેલિયન પરત ફર્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 રનમાં ત્રણ વિકેટે થઈ ગયો હતો. આ અંગે બોલતા રોહિત શર્માએ કહ્યું કે હું નર્વસ હતો. આ રીતે તમે તમારી ઇનિંગ્સની શરૂઆત કરવા માંગતા નથી. આનો શ્રેય ઓસ્ટ્રેલિયન બોલરોને જાય છે કારણ કે તેઓ સારા ઝોનમાં બોલિંગ કરતા હતા.

રોહિતે કહ્યું કે એક ટીમ તરીકે અમારા માટે અલગ-અલગ પરિસ્થિતિઓમાં જવું અને અનુકૂળ થવું એ એક પડકાર હશે. જે સંજોગોને અનુકૂળ હોય તેણે આવીને કામ કરવું પડશે. ચેન્નાઈના મેદાનમાં આવેલા દર્શકોનો આભાર માનતા રોહિતે કહ્યું કે ચેન્નાઈ ક્યારેય નિરાશ કરતું નથી. અહીંના લોકો ક્રિકેટને પસંદ કરે છે. આટલી ગરમીમાં અહીં બેસીને ટીમ માટે ચીયરિંગ કરવું તેને ખાસ બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ