બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / I never invited him or met him: Former Vice President Hamid Ansari on row over Pakistani journalist Nusrat Mirza

રાજનીતિ / પાકિસ્તાની પત્રકાર મિર્ઝાને કદી પણ મળ્યો નથી, મારી સામે જૂઠ ફેલાવાઈ રહ્યું છે- હામીદ અંસારી, જાણો શું છે વિવાદ

Hiralal

Last Updated: 07:01 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના ચોંકાવનારા આરોપ પર હવે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીનો જવાબ સામે આવ્યો છે.

  • પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવા પર હામીદ અંસારીનો જવાબ
  • કદી પણ મિર્ઝાને મળ્યો નથી, કે નથી આમંત્રણ આપ્યું
  • વિદેશી મહેમાનોના આમંત્રણ સરકાર નક્કી કરતી હોય છે
  • નુસરત મિર્ઝાનો દાવો હતો કે તેઓ અંસારીને મળ્યાં હતા
  • પાંચ વાર સંવેદનશીલ અને ગુપ્ત માહિતી શેર કરી હતી

પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવાથી ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે વિવાદ વધ્યા બાદ ખુદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ સ્પષ્ટતા કરી છે. હામિદ અન્સારીએ કહ્યું છે કે મેં તેમને ન તો બોલાવ્યા છે કે ન તો તેમને મળ્યા છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે આજે અને કાલે મીડિયાના એક વર્ગમાં મારી વિરુદ્ધ જૂઠની પોટલી ચલાવવામાં આવી રહી છે. જેમાં ભાજપના સત્તાવાર પ્રવક્તાનો પણ સમાવેશ થાય છે.

સરકાર વિદેશી મહેમાનોને આમંત્રણ આપતી હોય છે- અંસારી 

હામિદ અન્સારીએ કહ્યું કે આ નિવેદનોમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને આમંત્રણ આપ્યું છે. પોતાની સ્પષ્ટતામાં તેમણે કહ્યું કે, આ એક જાણીતી હકીકત છે કે ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિદેશી મહેમાનોને આમંત્રિત કરવાની પ્રક્રિયા સરકારની સલાહ પર કરવામાં આવે છે અને તેમાં મુખ્યત્વે વિદેશ મંત્રાલય સામેલ હોય છે. "મેં આ વ્યક્તિને ક્યારેય આમંત્રણ આપ્યું નથી કે હું ક્યારેય તેને મળ્યો નથી.

શું કહ્યું હતું પાકિસ્તાની પત્રકાર  મિર્ઝાએ
પાકિસ્તાની જાસૂસી પત્રકાર નુસરત મિર્ઝાએ એવો દાવો કર્યો હતો કે ઉપરાષ્ટ્રપતિ તરીકે હામીદ અંસારીએ તેમને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતું. 

ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ આક્ષેપો કર્યા હતા

બુધવારે ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ પત્રકાર પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની પત્રકાર નુસરત મિર્ઝાએ પોતે ખુલાસો કર્યો છે કે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તેમને 2005થી 2011 વચ્ચે પાંચ વખત ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભાટીયાએ આગળ કહ્યું કે નુસરત મિર્ઝા ઇન્ટરવ્યૂમાં કહે છે કે જ્યારે હું ભારતના પ્રવાસે હતો ત્યારે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અંસારીએ મને મળવા બોલાવ્યો હતો. અમારી વાતચીતમાં જે માહિતી શેર કરવામાં આવી છે તે ખૂબ જ સંવેદનશીલ અને ગોપનીય હતી. પાકિસ્તાની પત્રકારનું કહેવું છે કે અત્યંત સંવેદનશીલ અને ગોપનીય માહિતી એક વાર નહીં પરંતુ પાંચ વખત શેર કરવામાં આવી હતી. ગૌરવ ભાટિયાનો આરોપ છે કે તેમણે આ માહિતી હામિદ અંસારી પાસેથી લીધી હતી અને આ માહિતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન પત્રકારનો ઇન્ટરવ્યૂ જણાવી રહ્યો છે કે, ભારતને નબળું પાડવા માટે આઈએસઆઈ, જે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા છે, તેની સાથે શેર કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ