બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / I apologize to all the devotees of Shriram Film Adipurush Dialogue Writer Manoj Muntashir finally apologized

મનોરંજન / 'શ્રીરામના તમામ ભક્તોની હું હાથ જોડી ક્ષમા માંગુ છું...', આખરે વિરોધના વંટોળ વચ્ચે મનોજ મુંતશિરે માફી માંગી

Megha

Last Updated: 09:46 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનોજ મુંતશિરે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ શેર કર્યું છે જેમાં એમને શ્રી રામના ભક્તોની માફી માંગી અને સ્વીકાર્યું કે 'આદિપુરુષ' ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

  • મનોજ મુંતશિર હવે પોતાનો સૂર બદલતા જોવા મળ્યા 
  • પોતાના બચાવમાં નિવેદન આપનાર મનોજે હવે લોકો પાસે માફી માંગી
  • તેને સ્વીકાર્યું કે 'આદિપુરુષ' ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે

પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ના ડાયલોગ્સ લખનાર રાઈટર મનોજ મુંતશિર હવે પોતાનો સૂર બદલતા જોવા મળી રહ્યો છે. ફિલ્મને લઈને થતાં વિવાદોમાં અત્યાર સુધી પોતાના બચાવમાં નિવેદન આપનાર મનોજે હવે હાથ જોડીને માફી માંગી છે. જણાવી દઈએ કે હાલ જ મનોજ મુંતશિરે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ શેર કર્યું છે જેમાં એમને ભાઈઓ-બહેનો, વડીલો, આદરણીય ઋષિ-સંતો અને શ્રી રામના ભક્તોની બિનશરતી માફી માંગી છે. આ સાથે જ તેને સ્વીકાર્યું હતું કે આ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. 

જુઓ મનોજ મુંતશિરનું ટ્વિટ
મનોજ મુંતશિરે પોતાના નવા ટ્વીટમાં લખ્યું છે કે, 'હું સ્વીકારું છું કે ફિલ્મ 'આદિપુરુષ' દ્વારા જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, આપણને એક અને અતૂટ રહેવાની અને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!'

યુઝર્સે કઈંક આવી આપી પ્રતિક્રિયા 
મનોજ મુંતશિરે માફી માગતાની સાથે જ આ ટ્વિટ વાયરલ થઈ ગયું. તેમના આ ટ્વીટ પર યુઝર્સ ફુલ રિએક્શન આપી રહ્યા છે. એકે લખ્યું, 'સંવાદ લખતા પહેલા વિચારવું જોઈતું હતું' બીજાએ લખ્યું, 'તમે તકવાદી છો.' અન્ય લોકોએ લખીને પ્રતિક્રિયા આપી, 'તમે અમારી ક્ષમાને લાયક નથી.'

ભગવાન હનુમાન વિશે આપવામાં આવ્યું વિવાદાસ્પદ નિવેદન
આ પહેલા મનોજ મુંતશિરે તેની મુસીબત વધારી દીધી હતી જ્યારે તેણે કહ્યું હતું કે 'હનુમાનજી ભગવાન નથી, પરંતુ રામના ભક્ત છે અને આપણે એમની ભક્તિને કારણે ભગવાન બનાવ્યા છે' આ પછી તે લોકોના નિશાના પર આવી ગયો હતો. બાદમાં તેણે કહ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે તેથી તેને પણ સુરક્ષા મળી છે.

ફિલ્મ 'આદિપુરુષ'ના 'છપરી' સંવાદો
આદિપુરુષના સંવાદ પર ભારે હોબાળો થયો. લોકો ખાસ કરીને હનુમાનજીના પાત્ર દ્વારા બોલવામાં આવેલા સંવાદોને લઈને ગુસ્સે હતા. ફિલ્મમાં તે કહેતો જોવા મળ્યો હતો, 'તેલ તેરે બાપ કા, કપડા તેરે બાપ કા, જલેગી ભી તેરે બાપ કી'. હંગામા પછી મેકર્સે કેટલાક ડાયલોગ્સ બદલ્યા હતા. ઉદાહરણ તરીકે, આ સંવાદમાં 'બાપ'ને બદલે 'લંકા' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ