બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Husband killed in love affair in Junagadh

મર્ડર / પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું, જુનાગઢ વિરડી ગામ હત્યા કેસ પરથી ઉઠ્યો પડદો, એક મેસેજ અને ફૂટી ગયો ભાંડો

Dinesh

Last Updated: 06:59 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માળીયાના વીરડી ગામના પુરૂષની હત્યા મામલે ખુલાસો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી

  • જૂનાગઢમાં પ્રેમ પ્રકરણમાં પતિની હત્યા
  • પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરી
  • મૃતકના માથાના ભાગમાં ઇજા પહોંચાડી હત્યા કરી 


જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વિરડી ગામ નજીક થોડા દિવસ પૂર્વે એક 40 વર્ષીય પુરુષનું મૃતદેહ મળી આવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જે અંતર્ગત માળીયા પોલીસે તપાસનો  ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતકના પત્નીના ફોનમાં કેટલાક શંકાસ્પદ મેસેજના આધારે હત્યાનો બનાવ બન્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકની પત્ની અને તેના પ્રેમી ભરત વાઢીયાએ  આ હત્યા કરી હતી. માથા અને શરીરના ભાગે ઈઝા પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું. મૃતક કેન્સરના રોગથી છેલ્લા કેટલાય સમયથી પીડિત હતો અને આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેની પત્ની ભરત વાઢિયા તરફ આકર્ષાઈ હતી. આ બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી અફેર ચાલી રહ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમ પ્રકરણમાં પતિની હત્યા
આરોપી ભરત વાઢીયાને એક સંતાન છે જ્યારે મૃતક વિજય પરમારને બે સંતાનો છે અને આરોપી ભરત અમરાપરનો રહેવાશી છે. આરોપી જમીન લે વેચ બાબતે મૃતકના સંપર્કમાં આવ્યો હતો. મૃતક ભાવેશ કાનભાઈ પરમારની પત્ની અને તેના પ્રેમી સહિત કુલ બે હત્યા આરોપીને ઝડપી પોલીસે તાપસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકની પત્ની ભરત વાઢીયા નામના શખ્સ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું પણ ખુલ્યું છે. માળીયા હાટીના વીરડી ગામના યુવાન ભાવેશના મૃતદેહ વિરડી ગામેથી 0.5 કિલો મીટર દૂર માળીયાહાટીના તરફ જતા પુલ નીચેથી મળી આવ્યો હતો.

મૃતકની તસવીર

ભાવેશની કરપીણ હત્યા
પ્રેમી સાથે મળી મૃતકની પત્નીએ ઘરમાં જ પતિની હત્યા કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. મૃતકના માથાના ભાગમાં ઇજા પહોંચાડી હત્યા નિપજાવી હતી. ભાવેશની કરપીણ હત્યા કરી મોટર સાયકલ સાથે ફેંકી દીધો હતો. હત્યારાઓએ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ