બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Husband attacked wife and son with knife in Lalpur

જામનગર / આ તે કેવી શંકા? : મેલી વિદ્યાના વ્હેમમા પતિ બન્યો હેવાન, પત્ની, પુત્ર પર છરી ફેરવી દેતા પોલીસ દોડી, વિસ્તારમાં સોંપો

Kishor

Last Updated: 11:32 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલપુરના પીપર ગામેં પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકા રાખી હેવાન પતિએ પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે.

  • લાલપુરના પીપર ગામનો ચકચારી કિસ્સો
  • આરોપીએ પત્ની અને પુત્રને છરીના ઘા ઝીંક્યા 
  • પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકા રાખી હુમલો

મેલી વિદ્યાના શકનો ચોંકાવનારો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં લાલપુરના પીપર ગામે પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકા પરથી હેવાન આરોપીએ પત્ની અને પુત્રને છરીના ઘા ઝીંક્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોતાને કંઇ થઇ જશે તે આશંકાએ પતિએ તેની પત્ની અને બાળકના ગળા પર છરી ફેરવી જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. હાલ પત્ની-પુત્રને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જયાં પત્નીની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.

Lalpur, Jamnagar : લાલપુર: લાલપુર : પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમી નિમિત્તે  પોલીસકર્મી દ્રારા શસ્ત્ર પુજન કરાયું | Public App

સમગ્ર વિસ્તારમા સોપો  પડી ગયો

જામનગર જિલ્લાના લાલપુરમાં રહેતા તુલસી સોલંકી નામના યુવાનને તેની પત્ની જોનીબેન તેના પર દોરા-ધાગા અને મેલી વિદ્યા કરતી હોવાની શંકા રાખી હતી. ત્યારબાદ આ મામલે માથાકૂટ કરી આવેશમાં આવી તુલસીભાઇએ તેની પત્ની જોનીબેનના ગળા પર છરો ફેરવી દેતા ચકચાર જાગી હતી. એટલું જ નહીં પતિએ તેમના પુત્ર પર પણ છરી વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમા સોપો  પડી ગયો હતો.

જામનગર : જીજી હોસ્પિટલમાં નોકરી કરી ઘરે જતી મહિલાકર્મીને તાત્કાલિક હોસ્પિટલ  ખસેડાઈ, કેમ ? - Jamnagarupdates

લાલપુર પોલીસ પણ જામનગર દોડી આવી

આરોપીએ પુત્ર જીવનના ગળા પર પણ છરી મારી દેતા તેને ઇજા થવા પામી હતી. બીજી તકરક દેકારો બોલ્યા બાદ બનાવની આડોશ-પાડોશના લોકોને જાણ થઈ હતી. જેને લઈને આ બાબતે 108ને જાણ કરી હતી અને બંને ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં પત્ની જોનીબેનની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. બીજી બાજુ પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઈને લાલપુર પોલીસ પણ જામનગર દોડી આવી હતી અને નિવેદન નોંધી પતિ તુલસી વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જામનગર ગ્રામ્ય  DYSP ડી.પી.વાઘેલાએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ