બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Husband and brother-in-law killed lover in Jamkandorana

પ્રેમમાં ખૂની ખેલ / 'મને મળવા આવી જા... ', કહીને જાનુએ મળવા બોલાવ્યો અને ખેતરમાં ખેલાયો ખૂની ખેલ... રાજકોટની ચોંકાવનારી ઘટના

Malay

Last Updated: 10:50 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamkandorana Crime News: લવ ઔર ધોખા: પરિણીતાને પ્રેમ કરવો ભારે પડ્યો, પતિ-દેવરે મળી હત્યા કરી ભાદર નદીમાં લાશ ફેંકી દીધી.

 

  • ભાદર નદીમાંથી મળ્યો હતો યુવકનો મૃતદેહ
  • ગોંડલ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
  • આરોપીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
  • પતિ અને દેવર સાથે મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો

થોડા સમય પહેલા રાજકોટ જિલ્લાના જામકંડોરાણા નજીક આવેલી ભાદર નદીમાંથી એક લાશ મળી આવી હતી. જેથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન ચોંકાવનારી વિગત સામે હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી છે. મૃતકનું નામ શીવા ઘુંઘવાળા ગીર સોમનાથના ગીર ગઢડાના હરમડીયા ગામનો વતની હતો અને તેને દુધીવદરની એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. પણ પ્રેમિકાએ દગો દઈને પોતાના પતિ અને દેવર સાથે મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને લાશ ભાદર નદીમાં ફેંકી દીધી હતી. જોકે, પોલીસે પ્રેમિકા, તેના પતિ અને દેવરની ધરપકડ કરીને તપાસ હાર ધરી છે.

નદીમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ કરાઈ તપાસ 
ગોંડલના DYSP કિશોરસિંહ ઝાલાએ સમગ્ર બનાવ અંગે માહિતી આપતા કહ્યું કે, રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ભાદર નદીમાંથી એક અજાણ્યા પુરુષની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે મૃતકના ભાઈની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પ્રેમિકા રેશમા, તેનો પતિ હતરિયા ડાવર અને દેવર મુકેશસિંગ ડાવર આ હત્યામાં સામેલ છે. જેથી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

મૃતક અને પરિણીતા વચ્ચે હતો પ્રેમ સંબંધ
પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રેશમા અને મૃતક શીવા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. મૃતક શીવા વારંવાર રેશમાને ફોન કરતો હતો. જેથી રેશમના પતિ અને દેવરે શીવાની હત્યા કરવાનું નક્કી કર્યુ હતું. જેથી રેશમાએ ફોન કરીને શીવાને બોલાવ્યો હતો. જે બાદ તેને પોતાનો ફોન બંધ કરી દીધી હતો. જેથી શીવા ગીર સોમનાથથી દુધીવદર આવ્યો હતો. જ્યાં રેશમાના પતિ અને દેવરે મળીને શીવાને છરી અને કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાદમાં તેની લાશને ભાદર નદીમાં ફેંકી દીધી હતી.

પતિ અને દેવરે મળી કરી હતી હત્યા
હાલ તો પોલીસે  પ્રેમિકા રેશમા, તેનો પતિ હતરિયા ડાવર અને દેવર મુકેશસિંગ ડાવરના નિવેદન નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેયને જેલના હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ