બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Huge Hindu convention in Gujarat, 2 dignitaries on one stage, CR Patil made a big talk about Somnath temple

ધર્મો રક્ષતિ રક્ષિત: / ગુજરાતમાં વિશાળ હિન્દુ સંમેલન, 2 દિગ્ગજો એક મંચ પર, CR પાટીલે સોમનાથ મંદિરને લઇને કરી મોટી વાત

Mehul

Last Updated: 08:32 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના રેસકોર્સ મેદાન પર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિ. વિશાલ સંત સંમેલનમાં હિંદુ ઐક્યની વાત

  • રાજકોટના રેસકોર્સમાં વિરાટ હિંદુ સંમેલન 
  • સી આર પાટીલ- રૂપાણીની ઉપસ્થિતિ 
  • સોમનાથને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ-પાટીલ 

રાજકોટમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ રાજકોટ પહોચ્યા હાતા. સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાયેલા આ સંમેલનને સંબોધતા પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે, રાજકોટ મોજીલું છે, રાજકોટ સંતોના આશીર્વાદથી પ્રભાવિત છે. એટલા માટે જ  અહીં સંતો લોકોની સેવા કરે છે એટલ  સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં અનેક સેવાકીય પ્રવૃતિ ચાલે છે.સૌરાષ્ટ્ર જેટલા સંતો-મહંતો આખા ગુજરાતમાં  ક્યાંય નથી.

સોમનાથને સુવર્ણ જડિત કરવા પ્રધાનમંત્રીનો સંકલ્પ -પાટીલ 

બેબે દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે હતા ત્યારે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમં થેયલી વાત અંગે પાટીલે વાત કરી હતી. તેમણે કહ્યું કે, સોમનાથને સોનાથી મઢવાની વાત કરી, સોમનાથથી સોનું લૂંટીને લઇ જવાયું તેને ફરીથી સોના જડીત કરવું જોઈએ. સોમનાથ મંદિરના મુકટને સુવર્ણ જડીત કરવાનો નિર્ણય લેવાયો છે. સૌની ભાવના હતી કે મંદિર ફરી સૂવર્ણ જડિત થાય. સોમનાથ આપણા આસ્થાનું કેન્દ્ર છે. મંદિર તૂટ્યું અને વારંવાર લૂંટાયું. સરદાર વલ્લભભાઇ પટેલે જિણોદ્ધાર કર્યો હતો. તે ભવ્યતામાં વધુ ઉમેરો કરવા માટે પીએમ મોદીએ ડેવલોપ કર્યું છે તે સૌ જાણે છે. સાધુ સંતોની ઇચ્છા છે કે મંદિરનો જિણોર્ધાર થવો જોઈએ. મંદિરો પ્રેરણા, શક્તિ આપે છે. લોકો નિતી પર ચાલે તેવો સંદેશ લઇ જાય. સંતો દ્વારા સેવાકિય પ્રવૃતિઓ કરતા રહ્યા છે. મંદિરો જર્જરિત હોય તો ચલાવી ન લેવાય. 

 

'હિંદુ હિત કી બાત' - પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી 

તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ સંતો વચ્ચે વાત કરતા કહ્યું કે, 'જો હિંદુ હિત કી બાત કરેગા, વહી દેશ પર રાજ કરેગા'નો નારો સાર્થક કરવાનો છે. તેઓએ આગામી દિવસોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, વડાપ્રધાનના સ્વપ્નના 'આત્મનિર્ભર ભારત,એથી ગુજરાતના સંકલ્પને ઉત્તુંગ બનાવે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી 


હિન્દુ ધર્મ સેનાના નેજા હેઠળ યોજાનાર સંમેલનમાં સૌરાષ્ટ્રના સ્વામિનારાયણ સંપ્રદાયના બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ, વડતાલ,સોખડા વગેરેના સંતો, વૈષ્ણવ સંપ્રદાયના બાવાશ્રીઓ, અગ્નિઅખાડા, નકલંક ધામ, ગધેથડ ગાયત્રીધામ,આપા ગીગાનો ઓટલો સહિતના મહંતો ,ભરવાડ સમાજના ધર્મગુરૂ તથા વિવિધ  હિન્દુ ધર્મસ્થળોના સંતો વગેરે હિન્દુધર્મયોધ્ધા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપના કોર્પોરેટરો,નેતાઓ,ઉદ્યોગપતિઓ,સામાજિક કાર્યકરો,બિલ્ડરો વગેરેને પણ આમંત્રિત હતા .  આયોજક ધર્મસેનાના સૂત્રો અનુસાર આશરે 10થી 15,000 હિન્દુ સમાજના લોકોનીઉપસ્થિતિ રહી હતી અને કાર્યક્રમમાં જ્ઞાાતિ,જાતિ,સંપ્રદાય વગેરેથી દૂર રહીને માત્ર હિન્દુ એકતાનો નારો લગાવાયો હતો . 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ