બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Hubli police's revelations about the lapse in PM Modi's security

કર્ણાટક / PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે હુબલી પોલીસનો ખુલાસો, કહ્યું વડાપ્રધાનના આગમન પહેલાં...

Priyakant

Last Updated: 10:37 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ભાગ લેતા પહેલા વડાપ્રધાન મોદીએ 12 જાન્યુઆરી ગુરુવારે હુબલીમાં રોડ શો કર્યો હતો. જ્યાં તેમની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી, હવે પોલીસે કહ્યું કે, રોડ શોમાં સુરક્ષામાં કોઈ ખામી નહોતી

  • પીએમ મોદીની સુરક્ષામાં ફરી ચૂકનો મામલો
  • કર્ણાટકમાં હુબલીમાં યુવકે તોડ્યો SPGનો ઘેરો
  • પીએમને ફૂલનો હાર પહેરાવવા માગતો હતો
  • પોલીસે કહ્યું કે, રોડ શોમાં સુરક્ષામાં કોઈ ખામી નહોતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ભાગ લેતા પહેલા વડાપ્રધાન મોદીએ 12 જાન્યુઆરી ગુરુવારે હુબલીમાં રોડ શો કર્યો હતો. જ્યાં તેમની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હોવાનું સામે આવ્યું હતું. જોકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ તરફ હવે હુબલીમાં પોલીસે કહ્યું કે, રોડ શોમાં સુરક્ષામાં કોઈ ખામી નહોતી. પોલીસે દાવો કર્યો છે કે, પીએમ મોદીના આગમન પહેલા લોકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના ? 
પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં પોતાની કારમાં રોડ શોમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી ગાડીનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા. ત્યારે યુવક ઝડપથી ફૂલની માળો લઈને પીએમ પાસે પહોંચી ગયો અને તેમને માળા પહેરાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે  એસપીજીના કમાન્ડો તેમને પીએમ સુધી પહોંચતા અટકાવી દીધો હતો.  વાસ્તવમાં આ યુવક વડાપ્રધાનને ફૂલોનો હાર પહેરાવવા માંગતો હતો, આ માટે તેણે વગર વિચાર્યે એસપીજીનો ઘેરો તોડીને પીએમ મોદી સુધી પહોંચી ગયો. આ જોઈને એસપીજી કમાન્ડો એક્શનમાં આવ્યા અને યુવકને પીએમથી દૂર કરી દીધો હતો. 

પોલીસે શું કહ્યું ? 
આ તરફ હવે સમગ્ર મામલે હુબલીમાં પોલીસે કહ્યું કે, રોડ શોમાં સુરક્ષામાં કોઈ ખામી નહોતી. પોલીસે દાવો કર્યો છે કે. પીએમ મોદીના આગમન પહેલા લોકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જે રોડ પર આ ઘટના બની તે રોડનો આખો ભાગ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા રક્ષિત હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,  વડાપ્રધાને તેમની માળા સ્વીકારી હતી.


આ કાર્યક્રમ 16 જાન્યુઆરી સુધી ચાલશે
PM મોદી કર્ણાટકમાં હુબલીના રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે હતા. તેમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, અનુરાગ સિંહ ઠાકુર અને અન્ય સામેલ થશે. પાંચ દિવસીય આ કાર્યક્રમ 16 જાન્યુઆરી સુધી ચાલશે અને ઉદ્ઘાટન સમારોહમાં 30,000 થી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, જ્યાં PM મોદી તેમની સાથે તેમનું વિઝન શેર કરશે. 

અગાઉ પણ પીએમની સુરક્ષામાં ચુકની ઘટનાઓ બનેલી છે
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ખૂબ લોકપ્રિય હોવાથી જાહેર કાર્યક્રમો દરમિયાન લોકોમાં તેમને મળવાનો ખૂબ ક્રેઝ હોય છે પરંતુ લોકો પીએમની સુરક્ષાનો વિચાર કર્યાં વગર જ ગાંડા થઈને તેમને મળવા ધસી જતા હોય છે. પંજાબ અને આંધ્રપ્રદેશમાં પણ પીએમની સુરક્ષામાં ચૂકની આવી ઘટનાઓ સામે આવી હતી. પંજાબમાં લોકોએ પીએમનો કાફલો રોકી રાખ્યો હતો તો આંધ્રમાં પીએમના કાર્યક્રમ સ્થળ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ફૂગ્ગા છોડ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ