બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / How will the weather be in Gujarat for the next 5 days? How will it be cold?

હવામાન અપડેટ / આગામી 5 દિવસ ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ? કેવી પડશે ઠંડી? જાણો વરસાદને લઇ હવામાન વિભાગની નવી આગાહી

Priyakant

Last Updated: 03:56 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Latest News: હવામાન વિભાગે કરી આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે, રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેશે. ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે

  • વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી
  • રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહશે, ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે
  • નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ગાંધીનગરમાં તાપમાન 17 ડિગ્રી આસપાસ રહશે
  • 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી જેટલું વધશે
  • અમદાવાદમાં આજે તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે

Weather Update : રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ આગાહી કરી છે કે , આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આ સાથે રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત હોવાનું પણ કહ્યું છે. આ તરફ રાજ્યમાં આ 5 દિવસ દરમિયાન વધારે ઠંડી નહીં પડે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. 

ગુજરાતમાં આગામી 5 દિવસના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેશે. આ સાથે ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું પણ કહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાન પણ સામાન્ય રહેશે. અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે તો બે દિવસ પછી તાપમાન 1 ડિગ્રી જેટલુ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજી તો ડિસેમ્બરની શરૂઆત થઈ છે ત્યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે. આ તરફ અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 

ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો શરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી છે. આ તરફ અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ભુજ 15 ડિગ્રી તાપમાન, રાજકોટ 15, વડોદરા 19 ડિગ્રી, ભાવનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ