બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / How will the monsoon be in Gujarat? Ambalal Patel made 'Zhakari' prediction

હવામાન / ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી 'ઝાકરી' આગાહી, જાણી ખેડૂતો થશે ખુશખુશાલ

Vishal Khamar

Last Updated: 07:39 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું નિયમિત રહેશે. તેમજ એક મહિના સુધી આ રીતે વાદળોની પ્રક્રિયા જોવા મળશે.

  • રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી
  • આ વર્ષે શરૂઆતનું ચોમાસુ નિયમિત રહેશેઃ અંબાલા પટેલ
  • અત્યારે સવારે ઝાકરી વાદળો આવે છેઃ અંબાલાલ

 રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા  આગાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે શરૂઆતનું ચોમાસું નિયમિત રહેશે. તેમજ અત્યારે સવારે ઝાકરી વાદળો આવે છે.  બપોરે ઝાકરી વાદળો ગાયબ થઈ જાય છે. એક મહિના સુધી આ રીતે વાદળોની પ્રક્રિયા જોવા મળશે. ઝાકરી વાદળોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચોમાસું બેસશે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. 

22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે 
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.

ગરમીને લીધે મુખ્ય માર્ગો પર અવર જવર ઘટી
સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. 

18થી 20 મે સુધી યલો એલર્ટ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં હજુ ગરમીમાં વધારો થશે. ગરમીને લઈને 2 દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. હાલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળશે નહીં. વરસાદને લઈને તેઓએ જણાવ્યું કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. આગામી 24 કલાક સુધી તાપમાનમાં યથાવત્ રહેશે. 24 કલાક બાદ ગરમીમાં સામાન્ય વધારો થાય તેવી શક્યતા છે. 

શું છે હીટ સ્ટ્રોક 
હીટ સ્ટ્રોક અથવા સન સ્ટ્રોકને તમે સામાન્ય ભાષામાં 'લૂ લાગવી' કહી શકો છો. આવું ત્યારે થાય છે જ્યારે તમારૂ શરીર પોતાના તાપમાનને કંટ્રોલ ન કરી શકે. હીટ-સ્ટ્રોક થવા પર શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછુ નથી થઈ શકતું. જ્યારે કોઈને લૂ લાગે છે તો શરીરનું સ્વેટિંગ મેકેનિઝમ એટલે કે પરસેવાનું તંત્ર પણ ફેલ થઈ જાય છે અને મનુષ્યને બિલકુલ પરસેવો નથી આવતો. હીટ-સ્ટ્રોકની ઝપેટમાં આવવા પર 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106°F અથવા તેનાથી વધારે થઈ શકે છે. સમય પહેલા તેની સારવાર ન કરવામાં આવે તો મનુષ્યનું મોત અથવા ઓર્ગેન ફેલ પણ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ