બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / How will the last round of monsoon be in Gujarat?

મહામંથન / ગુજરાતમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ કેવો રહેશે? શું ખરેખર ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે? કેવી અસર થશે

Vishal Khamar

Last Updated: 10:09 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતમાંથી ચોમાસુ સંપૂર્ણ 9 ઓક્ટોમ્બર સુધીમાં વિદાય થઈ જશે.

હવે વાત કરીએ રાજ્યમાં હવામાનની સ્થિતિની. ગુજરાતમાં હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં છે, મોટેભાગે છૂટાછવાયા વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તો વરસાદની શક્યતા નહીંવત દર્શાવાઈ રહી છે. ભારતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય મોટેભાગે રાજસ્થાન તરફથી થાય છે અને ક્રમિક રીતે આ વિદાયની પ્રક્રિયા ગુજરાત તરફ આગળ વધે છે. આગાહીકારોનું માનીએ તો ગુજરાતમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય 9 ઓક્ટોબર સુધીમાં થઈ જશે. 

  • ગુજરાતમાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે
  • આગામી 4 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે
  • દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા

હાલ વધુ વરસાદની શક્યતા નથી જોવાઈ રહી ત્યારે ખેડૂતો માટે એવી આશા રાખી શકાય કે ખેડૂતોના ખરીફ પાકને અગાઉ પહોંચેલું નુકસાન હવે વધારે નહીં થાય. બીજી તરફ 9 ઓક્ટોબર પછી પણ જો રાજ્યમાં વરસાદ યથાવત રહે તો ખરીફ પાકને નુકસાન થઈ શકે છે પણ બીજી તરફ રવિ પાકને ફાયદો થઈ શકે છે. રાજ્યમાં હવે પછી વરસાદ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે. રાજ્યમાં વાવાઝોડાની શક્યતાની જે વાતો થઈ રહી છે તેમા સત્ય શું છે, ખેડૂતોએ હવે શું ધ્યાન રાખવાનું છે.

  • ગુજરાતમાં હાલ 9 ઓક્ટોબર સુધી ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલશે
  • 9 ઓક્ટોબર પછી પણ વરસાદ ચાલુ રહે તો ખરીફ પાકને નુકસાન થઈ શકે
  • મગફળી, કપાસ, અડદ, મગ, સોયાબીન જેવા પાકને નુકસાન થઈ શકે

રાજ્યમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહેશે?
ગુજરાતમાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે. આગામી 4 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા નહીંવત.

ક્યાં પડી શકે છે વરસાદ?

મહીસાગર
અરવલ્લી
દાહોદ
છોટાઉદેપુર
વડોદરા
પંચમહાલ
ભરૂચ
સુરત
ડાંગ
વલસાડ
નવસારી

રાજ્યમાં વાવાઝોડાની શક્યતા છે? 

  • હાલ રાજ્યમાં સાયક્લોન માટેની કોઈ સિસ્ટમ નથી
  • બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સાયક્લોનની સિસ્ટમ બની નથી

ખેડૂતોના પાકને શું અસર થશે?
ગુજરાતમાં હાલ 9 ઓક્ટોબર સુધી ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલશે. 9 ઓક્ટોબર પછી પણ વરસાદ ચાલુ રહે તો ખરીફ પાકને નુકસાન થઈ શકે છે.  મગફળી, કપાસ, અડદ, મગ, સોયાબીન જેવા પાકને નુકસાન થઈ શકે છે. તો  બીજી તરફ 9 ઓક્ટોબર પછી વરસાદ આવે તો રવિ પાકને ફાયદો થઈ શકે છે. જે વિસ્તારમાં પાણી ઓછું પહોંચે છે તે વિસ્તારમાં પાકને પાણી મળી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ