બ્રેકિંગ ન્યુઝ
VTV / How to survive the rising inflation? What is the gravity of meeting expenses in limited salary?
Vishal Khamar
Last Updated: 08:57 PM, 8 October 2023
દુનિયામાં જ્યારથી સત્તાવાર રીતે વેપારની શરૂઆત થઈ ત્યારથી મોંઘવારી અસ્તિતત્વમાં છે. જમાનો કોઈપણ હોય દરેક તબક્કે મોંઘવારીની ચર્ચા થતી જ રહે છે. છેલ્લા એક વર્ષની અંદર પરિસ્થિતિમાં એ હદે ફેરફાર થયા છે કે સરેરાશ મધ્યમવર્ગને એક મહિનાનો ઘર ખર્ચ પરવડે એવો રહ્યો નથી. કારણ કે બે છેડા ભેગા કરવામાં જ મહિનો પૂરો થઈ જાય છે અને જરૂરી ચીજવસ્તુઓના ભાવ કૂદકે ને ભૂસકે વધે છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયનું આકલન કરીએ તો જે પરિવારનો એક મહિનો 15 હજાર સુધીની રકમમાં પૂરો થઈ જતો હતો તે જ ખર્ચ હવે 20 થી 22 હજાર સુધી પહોંચ્યો છે. બીજી તરફ પગારધોરણની સ્થિતિમાં ખાસ ફેર પડ્યો નથી કારણ કે આંકડાઓને સાચા માનીએ તો 5 થી 15 હજારના પગારધોરણ ધરાવતા લોકોનો હિસ્સો વધુ છે જ્યારે વધુ આવક ધરાવતા લોકોનો સમાજમાં હિસ્સો ઓછો છે. શાકભાજી, કઠોળ કે બીજી કોઈપણ ચીજવસ્તુ ઉઠાવો, જ્યારે તેના ભાવ તરફ નજર કરો ત્યારે આંખો પહોંળી થઈ જાય એવી સ્થિતિ છે.
ADVERTISEMENT
મોંઘવારીનો માર સામાન્ય નાગરિકને સતત પડી રહ્યો છે. સામાન્ય નાગરિક મોંઘવારીથી પરેશાન છે. છ મહિનાથી એક વર્ષની અંદર ઘર ખર્ચ અસાધારણ હદે વધ્યો છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધે છે. ઘરના સરેરાશ માસિક ખર્ચમાં વધારો થયો છે. નિમ્ન કે મધ્યમવર્ગીય પરિવાર સતત ભીંસ અનુભવે છે. આવકની સામે સતત વધતો ખર્ચ પરિવારની મુશ્કેલી વધારે છે.
કઠોળ-દાળના સતત વધતા ભાવ |
|
તુવેરદાળ | |
સપ્ટેમ્બર 2022 | 100-140/કિલો |
સપ્ટેમ્બર 2023 | 160-204/કિલો |
ચણાદાળ | |
સપ્ટેમ્બર 2022 | 55-65/કિલો |
સપ્ટેમ્બર 2023 | 80-90/કિલો |
મગદાળ | |
સપ્ટેમ્બર 2022 | 75-90/કિલો |
સપ્ટેમ્બર 2023 | 115-125/કિલો |
અડદદાળ | |
સપ્ટેમ્બર 2022 | 90-100/કિલો |
સપ્ટેમ્બર 2023 | 140-155/કિલો |
મોગરાદાળ | |
સપ્ટેમ્બર 2022 | 90-105/કિલો |
સપ્ટેમ્બર 2023 | 135-145/કિલો |
દેશી ચણા | |
સપ્ટેમ્બર 2022 | 55-60/કિલો |
સપ્ટેમ્બર 2023 | 80-90/કિલો |
વાલ | |
સપ્ટેમ્બર 2022 | 100-120/કિલો |
સપ્ટેમ્બર 2023 | 270-290/કિલો |
વટાણા | |
સપ્ટેમ્બર 2022 | 75-80/કિલો |
સપ્ટેમ્બર 2023 | 120-130/કિલો |
રાજમા | |
સપ્ટેમ્બર 2022 | 100-110/કિલો |
સપ્ટેમ્બર 2023 | 150-185/કિલો |
શાકભાજીએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું
ગવાર | |
પહેલાનો ભાવ | 30/કિલો |
હાલનો ભાવ | 60/કિલો |
ભીંડા | |
પહેલાનો ભાવ | 20/કિલો |
હાલનો ભાવ | 40/કિલો |
ચોળી | |
પહેલાનો ભાવ | 50/કિલો |
હાલનો ભાવ | 120/કિલો |
દૂધી | |
પહેલાનો ભાવ | 15/કિલો |
હાલનો ભાવ | 40/કિલો |
સરગવો | |
પહેલાનો ભાવ | 40/કિલો |
હાલનો ભાવ | 80/કિલો |
પગાર અને કમાનારના હિસ્સાની સ્થિતિ
5000-15000 |
40-42% |
15000-25000 |
27-30% |
25000-50000 |
20-22% |
50000-100000 |
4-5% |
1 લાખથી વધુ |
2-3% |
દરેક ક્ષેત્રમાં ભાવવધારો
શિક્ષણ |
7-10% |
કપડાં |
8-10% |
દવા-મેડિકલ |
2-5% |
મનોરંજન |
3-5% |
પરિવહન |
10-12% |
જમીન-મકાન |
10-15% |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.