તમારુ બાળક વિદેશમાં છે, અને તમારે તેને રુપિયા મોકલવા છે, તો જાણી લો આ વિગત અને બજેટ 2023નો નવો નિયમ
1 જુલાઈ 2023થી આ લાગુ કરવામાં આવશે
ઘરના ખર્ચ માટે નાણાં મોકલવા માટેની ટેક્સની લિમિટ અલગ-અલગ છે
વિદેશમાં પૈસા મોકલવા પર અલગ-અલગ કેટેગરી માટે ટેક્સની મર્યાદા નક્કી કરવામાં આવી છે
શું તમારું બાળક વિદેશમાં અભ્યાસ કરે છે? જો હા, તો આ માહિતી તમારા કામમાં આવી શકે છે. આવુ એટલા માટે કારણ કે તમારે વિદેશમાં પૈસા મોકલવા પર ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, બજેટ 2023 મુજબ વિદેશમાં નાણાં મોકલવાપર ટેક્સ કલેક્શન એટ સોર્સને અમુક કેટેગરી માટે વધારીને 20 ટકા કરવામાં આવ્યું છે. આ નિયમ 1 જુલાઈ 2023થી લાગુ કરવામાં આવશે. જો કે, શિક્ષણ, રોકાણ અથવા ઘરના ખર્ચ માટે નાણાં મોકલવા માટેની ટેક્સની લિમિટ અલગ-અલગ છે. આવો જાણીએ કે, તમે તમારા બાળકને વિદેશમાં પૈસા કેવી રીતે મોકલી શકો છો અને તમારે તેના પર કેટલો ટેક્સ ચૂકવવો પડી શકે છે.
કેટલો લાગશે ટેક્સ ?
નોંધનીય છે કે, વિદેશમાં પૈસા મોકલવા પર અલગ-અલગ કેટેગરી માટે ટેક્સની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે તમારા બાળકને એજ્યુકેશન લોન હેઠળ વિદેશમાં પૈસા મોકલી રહ્યા છો, તો તમારે 7 લાખ રૂપિયા સુધીની મર્યાદા પર 0.5% ટેક્સ ચૂકવવો પડી શકે છે. બીજી તરફ, જો તમે માત્ર 7 લાખ રૂપિયા મોકલો છો, તો તમારે 5% ટેક્સ ચૂકવવો પડી શકે છે.
બીજી તરફ, જો કોઈ વ્યક્તિ કોઈપણ ટૂર પેકેજ લીધા વિના પૈસા મોકલે છે, તો તેને 20 ટકા ટેક્સ ચૂકવવો પડી શકે છે. જણાવી દઈએ કે, ભારતમાંથી વિદેશમાં પૈસા મોકલવામાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે. ક્યારેક આ સમય એક મહિના માટે પણ હોઈ શકે છે.
આ રીતે મોકલી શકો છો રુપિયા
ફોન પે દ્વારા તમે વિદેશમાં કોઇ પણ વ્યક્તિને પૈસા મોકલી શકો છો.
આ માટે ફોન પેને UPI ઇન્ટરનેશનલની સુવિધા શરુ કરી છે.
ભારતીય પોતાની બેંક એકાઉન્ટ દ્વારા paynow અને QR કોડની સુવિધા માટે વિદેશમાં પૈસા મોકલી શકો છો.
તમે મોબાઇલ નંબર દ્વારા પણ વિદેશમાં પૈસા મોકલી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.