બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / How to quit cigarette addiction There will be no problem if you understand these 6 easy remedies

કામની વાત / સિગારેટનું વ્યસન કેવી રીતે છોડવું? આ 6 આસાન ઉપાય સમજી લીધા તો નહીં પડે તકલીફ

Vishal Dave

Last Updated: 08:03 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ અસંખ્ય લોકો સિગારેટના કારણે જીવ ગુમાવે છે. દેશ અને દુનિયાના કરોડો લોકો દરરોજ સિગારેટ છોડવા માંગે છે પરંતુ અસમર્થ છે.આવો જાણીએ સિગારેટ છોડવાની સરળ રીતો

સિગારેટનું વ્યસન એ સૌથી ખરાબ વ્યસનોમાંનું એક છે. ભારત સરકારના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, એક સિગારેટ તમારા જીવનની 11 મિનિટ છીનવી લે છે. ઘણા લોકો સિગારેટ છોડવા માંગે છે પરંતુ છોડી શકતા નથી...અનેકવાર સિગારેટ ન પીવાનો નિયમ બનાવે છે અને કંટ્રોલ ન રાખી શકતા પછી એ નિયમ તોડી નાંખે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે એવા કયા ઉપાય છે જેને અપનાવીને તમે સિગારેટને અલવિદા કહી શકો છો.

યોગ્ય કારણ શોધો

કોઈપણ કાર્ય કરવા માટે, તેના માટે સાચું કારણ પોતાના મનને કહો . જેમ કે સવારે ઉઠવું ઘણું મુશ્કેલ લાગે છે, પરંતુ  જો સવારે આપણે ક્યાંક ફરવા જવાનું હોય કે પછી આપણી ગમતી કોઇ પ્રવૃતિ કરવાની હોય તો આપણે ઉઠી જઇએ છીએ. એ જ રીતે, તમારી સાથે વાત કરો કે તમે શા માટે ધૂમ્રપાન છોડવા માંગો છો અને તે મુજબ કાર્ય કરો.

એકદમ બંધ ન થાય તો પહેલા સિગારેટની સંખ્યા ઘટાડો 

ઘણી વખત તમારું વાતાવરણ તમને અમુક કામ કરવાની પ્રેરણા આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે સિગારેટ અથવા અન્ય કોઈ વ્યસન છોડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો પછી તમારા મિત્રો અથવા તમારા આસપાસના પરિવારના સભ્યોને સિગારેટના વ્યસનમાંથી છુટકારો મેળવવામાં મદદ કરવા અને પ્રોત્સાહિત કરવા માટે કહો. પહેલા સિગારેટની સંખ્યા પર અંકુશ રાખો અને પછી ધીમે ધીમે બિલકુલ બંધ કરી દો 

તબીબની મદદ લો 

જો તમે નક્કી કર્યું છે કે તમે ધૂમ્રપાન છોડશો, તો ડૉક્ટર તમને મદદ કરી શકે છે. ડૉક્ટરની સલાહ લઈને, તમે ધૂમ્રપાન છોડવાની એપ્લિકેશન્સ, વર્ગો, કાઉન્સેલિંગ, ટિપ્સ વગેરે વિશે માહિતી મેળવી શકો છો. આ સિવાય તમે નિકોટિન રિપ્લેસમેન્ટ ગમ, પેચ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.

સિગારેટ પીવાને બદલે કંઇક હેલ્ધી ખાવો કે પીઓ 

જ્યારે પણ તમને સિગારેટ પીવાનું મન થાય ત્યારે તમારું ધ્યાન હટાવો અને ધૂમ્રપાન કરવાને બદલે કંઈક હેલ્ધી ખાઓ કે પીઓ. આ આદત તમારા શરીરને હેલ્ધી ફૂડ ખાવાની આદત સ્વીકારવામાં મદદ કરશે અને ધીમે ધીમે તેના ફાયદા દેખાશે.

આ પણ વાંચોઃ હુક્કા પીવાનો શોખ ગંભીર બીમારી કરાવશે! સિગારેટ કરતાં પણ છે ખતરનાક, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

અન્ય પ્રવૃતિ તરફ મન વાળો 

જો તમે શારીરિક રીતે સક્રિય રહેશો  સિગારેટની લત છોડવામાં ઘણી મદદ મળશે. શારીરિક રીતે સ્વસ્થ રહેવું, સારું ખાવું, સારી ઊંઘ લેવી એ આદત બની જશે અને તમે ક્યારેય ખરાબ આદતો તરફ પાછા નહીં ફરો 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ