બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / karnataka govt banned hookah know the side effect of hookah

સાવધાન / હુક્કા પીવાનો શોખ ગંભીર બીમારી કરાવશે! સિગારેટ કરતાં પણ છે ખતરનાક, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Arohi

Last Updated: 03:19 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effect Of Hookah: હુક્કા પીવાથી સ્વાસ્થ્ય પર થતા નુકસાનની ગંભીરતાને જોતા કર્ણાટકમાં હુક્કાને બેન કરવામાં આવ્યો છે. એવામાં જો તમે પણ હુક્કા પીવાના શોખીન છો તો સાવધાન થઈ જાઓ. કારણ કે તેના નુકસાન સિગરેટ પીવા કરતા પણ વધારે છે.

જુના જમાનામાં લોકો હુક્કા પીતા હતા. આજકાલ ક્લબમાં યુવાઓમાં તેને લઈને ક્રેઝ વધી રહ્યો છે. જોકે આ હુક્કામાં તમાકૂ વાળો નહીં પરંતુ અલગ અલગ ફ્લેવર હોય છે. પરંતુ તેમ છતાં તે તમાકૂ વાળા હુક્કા જેવો જ ખતરનાક છે.

કર્ણાટક ગવર્નમેન્ટે હાલમાં જ રાજ્યમાં હુક્કાને પબ્લિક પ્લેસમાં પીવા અને વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવું અહીં યુવાઓમાં વધતા હુક્કાના ચલણને જોતા અને તેનાથી થતી બીમારી પર ખર્ચના બોજને ઓછો કરવા માટે કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર કર્ણાટકના 22.8 ટકા યુવાઓ તમાકૂનું સેવન કરે છે. 

કેમ ખતરનાક છે હુક્કા? 
એક રિપોર્ટ અનુસાર હુક્કામાં એક સેશન લગભગ એક કાલકનો હોય છે જે 100 સિગરેટ પીવાના બરાબર હોય છે. એવામાં જો તમે રોજ હુક્કો પીવો છો તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી શકો છો. 

હુક્કા પીવાના નુકસાન 
તમે તમાકૂ વાળો હુક્કો પીવો કે પછી ફ્લેવર વાળો હેલ્થ જોખમ બન્નેમાં છે. એક રિપોર્ટ અનુસાર હુક્કાનું સેવન લંગ્સ, બ્લેડર, ઓરલ કેન્સર અને હાર્ટ ડિઝીઝ સાથે સંબંધિત હોય છે. 

વધુ વાંચો:  શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો, લીવરમાં છે સમસ્યા: ડૉક્ટરને બતાવવું જરૂરી

તેના ઉપરાંત લંગ્સ ફંક્શન, ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી રોગ, એસોફેગલ કેન્સર અને ગેસ્ટ્રિક કેન્સર સામેલ છે. ત્યાં જ અલ્પકાલિક પ્રભાવોમાં હાર્ટ બીટ અને બ્લડ પ્રેશરનું વધવું, એડિક્શન થવું વગેરે શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ