બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / how to get rid of hangover home remedies

ટિપ્સ / કલાકો સુધી પણ નથી ઉતરતો દારૂનો નશો? તો અપનાવો આ જોરદાર ટ્રિક્સ, પળભરમાં જ નશો ગાયબ

Bijal Vyas

Last Updated: 04:29 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ પડતું ડ્રિંક કરવાથી માથાનો દુખાવો, આંખોમાં લાલાશ, બીપી વધે છે અને ધ્રુજારીથી પરેશાની આવે છે. આવો એવી ડ્રિંક્સ પછી હેંગઓવરથી બચવાના ઘરેલુ ઉપાયો વિશે જાણીએ...

  • પાર્ટીની મજાની સજા બીજા દિવસે હેંગઓવર સાથે મળે છે
  • હેંગઓવરથી છુટકારો મેળવવા માટે તમે કોઈપણ ખાટા ફળ પણ ખાઈ શકો છો
  • નારિયેળ પાણી પીવાથી પેટમાં ઉત્પન્ન થતા એસિડ શાંત થાય છે

Hangover Home Remedies: પાર્ટીઓમાં મજા માણવા લોકો ડ્રિંક્સ પીવે છે પરંતુ હેંગઓવરને કારણે પરેશાન થઈ જાય છે. પાર્ટીમાં વધારે પીવાથી હેંગઓવર થાય છે. પાર્ટીની મજાની સજા બીજા દિવસે હેંગઓવર સાથે મળે છે. વધુ પડતું ડ્રિંક કરવાથી માથાનો દુખાવો, આંખોમાં લાલાશ, બીપી વધે છે અને ધ્રુજારીથી પરેશાની આવે છે. આવો એવી ડ્રિંક્સ પછી હેંગઓવરથી બચવાના ઘરેલુ ઉપાયો વિશે જાણીએ...

હેંગઓવર દૂર કરવા માટે ફોલો કરો આ ટિપ્સ
લીંબુ 

હેંગઓવરથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ ભેળવીને પીવો. રાત્રે સૂતા પહેલા તેને પીવો. આ ઉપાય કરવાથી તમને માથાનો દુખાવો, ઉલ્ટી અને ગભરામણમાં રાહત મળશે. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે તમે કોઈપણ ખાટા ફળ પણ ખાઈ શકો છો.

drinking lemon water in morning and get health benefits

આદુ
આલ્કોહોલ વધુ પીધા બાદ ઉલ્ટીની સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે થોડુ આદુ ઘસીને એક ચમચી મધમાં મિક્સ કરીને ખાવાથી નશો ઓછો કરવામાં મદદ મળે છે. આદુના સેવનથી હેંગઓવર પણ દૂર થાય છે, તેમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જે ઉલ્ટીથી રાહત અપાવવામાં મદદ કરે છે. 

નારિયેળ પાણી
આલ્કોહોલ પીવાથી શરીર ડીહાઇડ્રેટ થાય છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં નારિયેળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળે છે. નારિયેળ પાણી પીવાથી પેટમાં ઉત્પન્ન થતા એસિડ શાંત થાય છે. તે નશામાંથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

કેળા
કેળા ખાવાથી હેંગઓવર અને આલ્કોહોલનો નશો પણ ઓછો થઈ શકે છે. કેળામાં ઘણા પોષક તત્વો હોય છે. આલ્કોહોલ પીધા પછી શરીરમાંથી જે પોષક તત્વો નીકળી જાય છે તે કેળા ખાવાથી તેની પૂર્તિ થઇ જાય છે. કેળામાં કાર્બોહાઈડ્રેટના ગુણ પણ હોય છે જે શરીર માટે સારા હોય છે.

Topic | VTV Gujarati

દહીં
હેંગઓવર અને નશો દૂર કરવા માટે પણ દહીં ખાવું સારું છે. દહીં ખાવાથી શરીરમાં બેક્ટેરિયાનો સંચાર થાય છે જેના કારણે દારૂ પીવાથી લાવેલા ખરાબ બેક્ટેરિયાની જગ્યાએ સારા બેક્ટેરિયા આવે છે. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે તાજુ દહીં ખાવું જોઈએ. દહીંમાં ખાંડ ઉમેરીને ન ખાઓ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ