બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / how to get new FASTag know process

કામની વાત / હજી સુધી FASTag નથી લીધું? તો ફૉલો કરો આ સરળ સ્ટેપ્સ, ફટાક દઇને આવી જશે સોલ્યુશન, જાણો

Arohi

Last Updated: 09:16 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Purchase Of New FASTag: આજકાલ 4 વ્હીલર પર ફાસ્ટેગ જરૂરી થઈ ગયું છે. જો તમે પણ હાઈવે પર ટ્રાવેલ કરો છો તો તેના વગર તમારે ત્રણ ગણો ટોલ વસુલવો પડી શકે છે.

  • બેંક એપ્લીકેશનથી ખરીદો ફાસ્ટેગ 
  • ખાતા સાથે લિંક કરી શકાય છે ફાસ્ટેગ
  • UPIથી પણ કરી શકાય છે રિચાર્જ 

હાલ આખો દેશ ડિજિટલ ક્રાંતિને જોઈ રહ્યો છે. હવે હાઈવે પર લાંબી ટોલ લાઈનોમાં કલાકો સુધી રાહ જોવી ન પડે તેના માટે સરકારે ફાસ્ટેગ શરૂ કર્યું છે. તેનો ફાયદો એ થયો છે કે હાઈવે પર તમારે ટોલ આપવા માટે લાંબી લાઈનોમાં ઉભુ નથી રહેવું પડતું. ટોલ પર ઉભા રહ્યા વગર જલ્દી કામ થઈ જાય છે. 

ફાસ્ટેગ હવે બધી ગાડીઓ માટે જરૂરી બની ગયો છે. જો તમે ફાસ્ટેગ વગર કોઈ ગાડીના ટોલ પર જાઓ છો તો તમને ત્રણ ગણો વધારે ટેક્સ આપવો પડી શકે છે. એવામાં સમય અને રૂપિયાને બચાવવા માટે ફાસ્ટેગ એક સારો ઓપ્શન છે. જો તમે હજુ સુધી પોતાની કાર માટે ફાસ્ટેગ નથી લગાવ્યું તો આજે અમે તમને સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે તેને ખરીદી શકો છો. 

કઈ રીતે ખરીદવું ફાસ્ટેગ? 
ફાસ્ટેગને ખરીદ્યા બાદ તેને રિચાર્જ કરવું પડે છે અથવા પોતાના બેંક એકાઉન્ટ કે ઈ વોલેટથી લિંક રાખવું પડે છે. આ પ્રોસેસ પણ ખૂબ જ સરળ છે આવો સમજીયે કે કેવી રીતે ફાસ્ટેગ ખરીદવું અને કેવી રીતે તેને રિચાર્જ કે લિંક કરવું...

  • જે બેંકમાં તમારૂ એકાઉન્ટ છે તેની એપ્લીકેશનને ડાઉનલોડ કરો. લોગિન કર્યા બાદ ફાસ્ટેગના ઓપ્શનમાં જાઓ. અહીં પર ફર્સ્ટ ટાઈમ યુઝરના ઓપ્શન પર ક્લિક કરો. અહીં પર કાર સાથે સંબંધિત ડીટેલ્સને ફિલ કરો અને પેમેન્ટ કરો. અમુક જ દિવસોમાં રજીસ્ટર્ડ એડ્રેસ પર તમારી પાસે ફાસ્ટેગ પહોંચી જશે. 
  • આ ઉપરાંત તમે ફાસ્ટેગને પેટીએમ, ગુગલપે અને ફોન પે જેવી એપ્લીકેશન્સ પર પણ ખરીદી શકો છો. તેની પણ પ્રોસેસ બુલકુલ આવી જ છે. 
  • ત્યાં જ ફાસ્ટેગ ઓફલાઈન પણ સરળતાથી ખરીદી શકાય છે. દરેક ટોલ ટેક્સ પહેલા તમને ફાસ્ટેગનું રિટેલ કાઉન્ટર મળશે. તેને ખરીદ્યા બાદ તમે તેને રિચાર્જ કરી કાર પર લગાવી શકો છો. 

કઈ રીતે કરશો લિંક કે રિચાર્જ 
ફાસ્ટેગ જો તમે પોતાના બેંક એકાઉન્ટથી ખરીદ્યું છે તો ત્યાં તેને લિંક કરવાનો ઓપ્શન પણ મળશે. લિંક કર્યા બાદ જ્યારે પણ તમે ટોલમાંથી પસાર થશો પૈસા તમારા એકાઉન્ટથી પોતાની જાતે જ કટ થઈ જશે. અહીં તમે રિચાર્જ પણ કરી શકો છો. આ કોઈ પણ યુપીઆઈ એપ કે વોલેટથી સરળતાથી રિચાર્જ થઈ શકે છે તેની પ્રોસેસ એવી જ છે જે રીતે તમે પોતાનો મોબાઈલ રીચાર્જ કરો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ