બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how to close Credit Card know detail avoid fraud

કામની વાત / ક્રેડિટ કાર્ડ બંધ કરાવતા પહેલાં આટલું અવશ્ય ધ્યાન રાખજો, નહીં તો લૂંટાઇ જશો!

Arohi

Last Updated: 09:41 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How To Close Credit Card: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. કંપનીઓની તરફથી મળતી છૂટ અને વધારે સરળ પેમેન્ટ નિયમોના કારણે લોકો ડેબિટથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા લગ્યા છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. એવામાં ઓનલાઈન શોપિંગ કરનાર તો ડેબિટ કાર્ડથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. રિઝર્વ બેંકની જાન્યુઆરીમાં આવેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લગભગ 10 કરોડ ક્રેડિટ કાર્ડ સક્રિય છે. મહત્વનું છે કે આટલી મોટી સંખ્યામાં ક્રેડિટ કાર્ડ બનાવવાની સાથે ડિફોલ્ટ થવાની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. એવામાં લોકો લોકો પોતાના કાર્ડને બંધ પણ કરાવે છે. હવે સવાલ એ ઉઠે છે કે ક્રેડિટ કાર્ડનં બંધ કરાવવાની યોગ્ય રીત કઈ છે? 

વધી રહ્યા છે ફ્રોડ કેસ 
હકીકતે એવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યાં ગ્રાહક દ્વારા પોતાના ક્રેડિટ કાર્ડ બંધ કરવાની અરજી આપવામાં આવી અને કંપનીમાં કામ કરનારે જ ચુનો લગાવી દીધો. હાલમાં જ એવો એક કેસ છત્તીસગઢમાં પણ સામે આવ્યો છે. જ્યાં એસબીઆઈ કાર્ડ માટે થર્ડ પાર્ટી કંપનીમાં કામ કરનાર એક કર્મચારીને કાર્ડ બંધ કરવાના નામ પર લોકો પાસે ડિટેલ માંગી અને 14 લાખ રૂપિયાનો ફ્રોડ કર્યો. 

આ છે કાર્ડ બંધ કરાવવાની સાચી રીત 
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરવા માંગતા અને બધા બાકી પેમેન્ટ કરી ચુક્યા છો તો કાર્ડની પાછળ આપેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરો. ત્યાં કસ્ટમર કેર કર્મચારી પાસે કાર્ડને બંધ કરવાની રિક્વેસ્ટ કરો. બેંક કર્મચારી જેવું તમારી રિક્વેસ્ટને અપ્રૂવ કરશે અને સિસ્ટમમાં કાર્ડની જાણકારી ફીડ કરશે તમારી પાસે અરજી સાથે જોડાયેલો મેસેજ આવી જશે. 

ધ્યાનમાં રાખો આ વસ્તુઓ 
તમે કાર્ડ કોલ પર કે મેલ પર ગમે તે રીતે બંધ કરાવી રહ્યા હોય પરંતુ અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. નહીં તો ફ્રોડનો શિકાર થઈ શકો છો. બેંક કર્મી કે ક્રેડિટ કાર્ડ બંઝ કરાવનાર પ્રિતિનિધિ સાથે વાત કરતી વખતે ધ્યાન રાખો કે કાર્ડની સંપૂર્ણ ડિટેલ ક્યારેય ન આપો. 

વધુ વાંચો: નહીં ડૂબે પૈસા, નહીં થાય નુકસાન..., બસ શેરબજારમાં રૂપિયા રોકતા પહેલા અપનાવો આ ટિપ્સ

તમારી પાસે નામ અને જન્મતારીખ ઉપરાંત ફક્ત કાર્ડના છેલ્લા 4 ડિજિટ પુછવામાં આવે છે. બસ આજ જાણકારી આપો. જો કોઈ તમારી પાસે કાર્ડની સીવીવી કે પછી મોબાઈલ પર મોકલેલા ઓટીપી માંગે છે તો આવી જાણકારી શેર ન કરો. આ વાતોનું ધ્યાન રાખશો તો સુરક્ષિત રીતે પોતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી શકશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ