બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ફેશન અને સૌંદર્ય / How to clean white shoes at home, vinegar lemon juice and toothpaste can be helpful

તમારા કામનું / સફેદ શુઝમાંથી મેલ સાફ કરવો હવે સરળ, અપનાવી જુઓ આ ઘરેલૂ નુસખાઓ, માત્ર 10 મીનિટમાં પાછી આવી જશે ચમક

Vaidehi

Last Updated: 06:37 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સફેદ શુઝ દરેક ડ્રેસ સાથે મેચ થઈ જતાં હોવાથી ટ્રેંડમાં રહે છે. પરંતુ તે જલ્દીથી મેલા થઈ જાય છે. કેટલાક ઘરેલૂ નુસખાઓ તમારા શુઝની ચમક પાછી લાવી શકે છે.

  • સફેદ શુઝમાંથી મેલ સરળતાથી સાફ કરો
  • ઘરેલૂ નુસખાઓથી 10 મિનીટમાં દૂર થશે દાગ
  • વિનેગાર, ટૂથપેસ્ટ વગેરેની મદદથી ચમકી ઊઠશે શુઝ

આજકાલ યંગ/ઓલ્ડ લોકોમાં શુઝ પહેરવાનો ટ્રેંડ વધી ગયો છે. લોકો પોતાના તમામ આઉટફીટ સાથે શુઝ પહેરે છે. શુઝમાં પણ સફેદ શુઝની ડિમાંડ માર્કેટમાં સૌથી વધારે છે. વાઈટ શુઝ તમામ ડ્રેસ સાથે મેચ થવાને લીધે બોલીવુડથી માંડીને સામાન્ય કોલેજ જતા સ્ટૂડેંસ્ પણ તેને પહેરવાનું પસંદ કરે છે. વાઈટ શુઝ દેખાવમાં તો જબરદસ્ત લૂક આપે છે પરંતુ તેની સાથે એક જ સમસ્યા છે અને એ છે દાગ-ધબ્બા! સફેદ શુઝ જલ્દીથી મેલા થઈ જાય છે અને પાણીથી સાફ કરીએ તો પણ દાગ જતાં નથી.

સફેદ શુઝને સાફ કરવાનાં ઘરેલૂ ઉપાય:

વિનેગાર અને બેકિંગ સોડા
બેકિંગ સોડા અને વિનેગાર બંનેમાં એવા તત્વો હોય છે જે શુઝને સાફ કરવામાં મદદ કરે છે. આ બંનેને મિક્સ કરીને દુર્ગંધ અને ફંગસનાં ગ્રોથને પણ અટકાવી શકાય છે. પરંતુ આ મિક્સચરથી લેધર, રેગ્ઝીનથી બનેલ શુઝ અથવા તો કપડાંનાં શુઝનાં સોલને જ સાફ કરવું જોઈએ.

બનાવવાની રીત:
એક વાટકીમાં અડધી ચમચી વિનેગાર અને 1/4 કપ બેકિંગ સોડા મિક્સ કરવા. મિશ્રણને ત્યાં સુધી મિક્સ કરવું જ્યાં સુઝી તેમાં ફીણ થવા માંડે.પછી આ મિશ્રણને બ્રશની મદદથી શુઝ પર લગાડીને થોડીવાર માટે છોડી દેવું. આ બાદ ઠંડા પાણીથી શુઝને ધોઈ લેવા.

ટૂથપેસ્ટ
દાંતની સફાઈ કરતાં ટૂથપેસ્ટથી તમે શુઝની પણ સફાઈ કરી શકો છો. આ મિક્સચરથી લેધર, રેગ્ઝીનથી બનેલ શુઝ અથવા તો કપડાંનાં શુઝનાં સોલને જ સાફ કરવું જોઈએ.

રીત:
શુઝને કપડાંથી સાફ કરવું અને થોડું ભીનું કરવું. આ બાદ તેના પર ટૂથબ્રશની મદદથી પેસ્ટ લગાડવી. 10 મિનીટ માટે તેને છોડી દેવું અને ફરી બ્રશથી ઘસવું. છેલ્લે પાણીથી ધોઈ લેવું. તમારા શુઝ ફરી ચમકી જશે.

લીંબુનો રસ
લીંબુમાં રહેલ સાઈટ્રિક એસિડ શુઝની સફાઈમાં મદદ કરે છે અને શુઝમાંથી આવતી દુર્ગંધ પણ દૂર કરે છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ ઉમેરવો અને આ મિશ્રણને સફેદ શુઝ પર લગાડવું. હાથથી થોડું ઘસ્યાં બાદ 10 મિનીટમાં પાણીથી ધોઈ લેવું.

નેઈલપેઈન્ટ રિમૂવર
નેઈલપેઈન્ટ રિમૂવર ચામડાનાં શુઝ કે સફેદ સ્નીકર્સ પર આવતી કરચલીઓને સરળતાથી સાફ કરી શકે છે. સૌથી પહેલાં કોટન બોલને એસીટોન રિમૂવરમાં ભીનું કરવું અને પછી દાગ પર ઘસવું. દાગ નિકાળ્યાં બાદ શુઝ પર પાઉડર કે પેટ્રોલિયમ જેલી લગાડવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ