બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / How much interest can a money lender charge? Know these rules before giving or taking money

તમારા કામનું / નાણાં ધીરનાર કેટલા ટકા વ્યાજ લઈ શકે? રૂપિયા આપતા કે લેતા પહેલા જાણી લો આ નિયમો

Megha

Last Updated: 11:40 AM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં વ્યાજ માફિયાના કારણે અનેક લોકો આત્મહત્યા જેવા પગલાં ઉઠાવી રહ્યા છે, આવા કિસ્સાના કારણે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ હાલ એક્ટિવ છે.

  • શું તમે જાણો છો કે આ મની લોન્ડરિંગ શું છે?
  • વ્યાજ માફિયાના કારણે અનેક લોકો આત્મહત્યા જેવા પગલાં ઉઠાવી રહ્યા છે
  • શું છે ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ 2011? 

આપણે ઘણી વખત ટીવી અને સમાચારોમાં વાંચી છીએ કે વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકો ત્રાસી ગયા છે અને અંતે એ કારણે ગહન લોકો આત્મહત્યા જેવા પગલાં પણ ઉઠાવી લે છે. મની લોન્ડરિંગ સંબંધિત સમાચારો વારંવાર વાંચીએ અને સાંભળીએ છીએ. મની લોન્ડરિંગને દૂર કરવા માટે માટે છેલ્લા દાયકાઓમાં ઘણી એન્ટી મની લોન્ડરિંગ નીતિઓ અપનાવવામાં આવી છે અણ નાણાકીય સંસ્થાઓ અને સરકારો મની લેન્ડરર્સ સામે લડવા માટે સતત નવા રસ્તાઓ શોધી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ મની લોન્ડરિંગ શું છે અને તેને રોકવા માટે કયા કાયદાની મદદથી પ્રયાસો કરવામાં આવે છે? 

હાલ આપણા ગુજરાતમાં ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે વ્યાજ માફિયાના કારણે અનેક લોકો આત્મહત્યા જેવા પગલાં ઉઠાવી રહ્યા છે અને આવા કિસ્સાના કારણે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ હાલ એક્ટિવ છે. આ બધા વચ્ચે આજે અમે તમારા માટે આ સંબંધિત ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવી ગયા છીએ. શું તમે જાણો છો કે અઆપણે ત્યાં એક કાયદો છે જેનું નામ છે ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ 2011 (Gujarat Money Lenders Act 2011). 

શું છે ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ 2011? 
- ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ 2011 (Gujarat Money Lenders Act 2011)ના આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિને જો પૈસા વ્યાજે આપવા હોય છે તો એમને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને જએ વ્યક્તિ આ કાયદા હેઠળ રજીસ્ટર નથી તો તે વ્યક્તિ પૈસા વ્યાજે આપી શકતો નથી. આ કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ પણ વ્યક્તીને પૈસા વ્યાજે આપવાના બિઝનેસમાં એન્ટર થવું હોય તો એ માટે તે વ્યક્તિએ રજીસ્ટર કરાવવું જરૂરી છે. 

- આ સાથે જ આ કાયદામાં હજુ એ વાતનો ઉલ્લેખ થયો છે કોઈ પણ વ્યક્તિ જએ વિસ્તારની અંદર વ્યાજે પૈસા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવે છે તો એ વ્યક્તિ એ જ વિસ્તારમાં પૈસા વ્યાજે આપી શકે છે. 

- આ સાથે જ તમને જણાવી દઈએ કે એ કાયદામાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવે છે એ વ્યક્તિનું રજીસ્ટ્રેશન વેલીડિટી 5 વર્ષની હોય છે. જો 5 વર્ષ પછી એ વ્યક્તિને વ્યાજે પૈસા આપવાનો બિઝનેસ ચાલુ રાખવો છે તો તેને તેનું લાઇસન્સ રિન્યુઅલ કરાવવું પડશે. 

- આ કાયદાની એક ખાસિયત એ પણ છે કે જો કોઈ વ્યક્તિએ વ્યાજે પૈસા આપવાનો બિઝનેસ શરૂ કર્યો છે અને રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે તો બસ આટલું કરવાથી તે રજીસ્ટર મની લેન્ડર નથી થઈ જતો. એ માટે તેને પોતા પાસે થોડા ડોક્યુમેન્ટ્સ પણ રાખવા પડે છે- જેમ કે કેશ બુક, પૈસા કોને વ્યાજે આપ્યા તેનું રજીસ્ટર આ સિવાય દર વર્ષે ઓડિટ કરાવવું પણ જરૂરી છે. 

- રજીસ્ટર મની લેન્ડર કેટલા ટકા વ્યાજ લઈ શકે છે? એ વિશે કોઈ પણ રાજ્ય સરકાર નક્કી કરે છે મની લેન્ડર કેટલું વ્યાજ લઈ શકે છે. ગુજરાતમાં મની લેન્ડર વ્યક્તિ પાસેથી સિક્યોરીટી આપવા પર વધુમાં વધુ વાર્ષિક 12 ટકા વ્યાજ લઈ શકે છે અને સિક્યોરીટી વિના પૈસા આપ્યા તો વાર્ષિક 15 ટકા વ્યાજ લઈ શકાય છે. 

-એટલે કે જે વ્યક્તિએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ વ્યક્તિ પૈસા વ્યાજે નથી આપી શકતો અને રજીસ્ટર મની લેન્ડર નક્કી કરેલ ટકાવારીથી વધુ વ્યાજ નથી લઈ શકતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ