બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / how elections are won with help of Intoxication and playing with mindsets in india discussed in youthologic

YOUTHOLOGIC / લોકોના મન અને મત જીતવા નેતાઓ માટે આટલા સરળ થઈ ગયા? જ્યારે જેવી ચૂંટણી ત્યારે એવા દાવ

Mayur

Last Updated: 04:53 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમનાં ઇતિહાસ ટૂંકા હોય છે એ પ્રગતિ ઝડપી કરી શકે છે. કદાચ એમના સ્ટુડન્ટ્સને વિજ્ઞાન વાંચવા માટે ટાઇમ વધારે મળતો હશે! એમની પાસે દૂરબીનમાં ભવિષ્ય તરફ જોયા સિવાય છૂટકો જ નથી હોતો.

ખુમારી જગાડો!

ધિસ ઇઝ અ કી ટુ વિન હાર્ટ્સ, ઇલેક્શન્સ એન્ડ વોર્સ...... બટ ટેમ્પરરીલી! (દિલ, ચૂંટણી અને યુદ્ધો જીતવાની ચાવી, પણ હંગામી ધોરણે)

જો તમારે દેશોને લડાવવા હોય અને યુદ્ધો જીતવા હોય તો હિટલરની જેમ દેશવાસીઓમાં ખુમારી જગાડો...

જો તમારે ઇલેક્શન્સ જીતવા હોય તો જ્ઞાતિબંધુઓમાં ખુમારી જગાડો...

તમારા શોર્ટ ટર્મ્સ ગોલ પૂરા કરવા હોય તો આ બેસ્ટ તરીકો છે. નીન્જા ટેકનિક.

ઇલેક્શન્સ આવે છે, જો તમે તમારી જ્ઞાતિનાં લોકોની અંદર ખુમારી જગાડી બતાવશો તો જીત નક્કી. તમે સવર્ણ હોવ તો ભવ્ય ભૂતકાળ અને વર્તમાનની સરખામણી કરજો. તમારા લોકોમાં ખુમારી જગાડજો. એમને યાદ કરાવજો કે એ કોનાં વંશજ છે. એમના પૂર્વજોના પરાક્રમોની યાદી વાંચી સંભળાવજો.

અને જો તમે લઘુમતીમાંથી હોવ તો એમને કહેજો કે તમે તો પેઢીઓથી સહન કરતાં આવ્યાં છે. ક્યાં સુધી નામર્દની જેમ ચૂપ રહેશો? ક્યાં સુધી જોયા કરશો? વળતો જવાબ ક્યારે આપશો? ખુમારી ક્યારે જાગશે તમારી? (વગેરે વગેરે)

ખુમારી જગાડવાથી ઘણાં પર્સનલ લાભ ખાટી શકાય છે. અને મોટાભાગની પ્રજા એટલી અબૂધ હોય છે કે એ આવા ફેક ઈગોને રોજ એને કેરોસીનથી નવરાવીને આવતી હોય છે. એક ચિનગારી કાફી છે. એમાંથી ભડકા થવા માટે. પછી ભલે દેશ, માણસાઈ, સર્વવ્યાપી ઈશ્વર એ બધું જ ભુલાઈ જતું.

ઇતિહાસ જરૂર ભણાવવો જોઈએ. પણ દૂરબીનથી. પહેલા દૂરનાં ભૂતકાળ તરફ જોઈ તરત બીજી તરફ નજીકનાં ભવિષ્યને જોવા માટે. માત્ર ખુમારી જગાડવા માટે નહીં. પણ ભવિષ્યમાં ફરી ઇતિહાસ રચી દેવા માટે. ભૂતકાળનાં લોકોને સેલ્યુટ કરવા અને થેંક યુ કહેવા માટે.

સુશ્રુતનાં સર્જરીમાં યોગદાનને કોઈ નકારી નહીં શકે. પણ એના કારણે આપણાં પપ્પાને બાયપાસ કરાવવાની જરૂર પડે તો ના ન પાડી દેવાય. જેમનાં ઇતિહાસ ટૂંકા હોય છે એ પ્રગતિ ઝડપી કરી શકે છે. (કદાચ એમના સ્ટુડન્ટ્સને વિજ્ઞાન વાંચવા માટે ટાઇમ વધારે મળતો હશે!!!) એમની પાસે દૂરબીનમાં ભવિષ્ય તરફ જોયા સિવાય છૂટકો જ નથી હોતો. આઈ એમ શ્યોર, દુનિયાનાં હેપીએસ્ટ, હેલધીએસ્ટ, વેલધીએસ્ટ અને મોસ્ટ પિસફૂલ ટોપ 10 દેશોમાં દરેકનો ઇતિહાસ કંઈ મોટાં મોટા દળદાર પુસ્તકો જેટલો નહીં હોય.

ગુજરાતનાં એક ગામમાં રાજસ્થાનથી વેપારી કહેવાય એવા એક બે પરિવાર રહેવા આવેલા. થોડા સમયમાં જ એવું મોટું એમ્પાયર ઊભું કરી દીધું કે મામલતદાર સહિત બધા લોકો ઓળખે અને સલામ ભરે.

ગામનાં એક જૂનાં રાજવી પરિવારનાં લોકોને આ ન ગમ્યું. નવા આવેલા ને સ્ક્રેચથી શરૂ કરનારા લોકો પણ આટલા આગળ કેમ નીકળી ગયા? એમનો ઇતિહાસ શું છે? એમના પૂર્વજો કોણ છે?

ધીમે ધીમે એમની વિરુદ્ધ ષડયંત્રો શરૂ કર્યા. ફસાવી દેવાના પ્રયાસો કર્યા. પણ કેસ કોબાડામાં ટાઇમ કોણ બગાડે? એક દિવસ પેલા વેપારી લોકોએ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા. 'ખુમારી' જગાડીને. સામેથી જ એમને ઘરે જમવા ઇન્વાઇટ કર્યા. બહુ બધા વખાણ કર્યા. તમારા પૂર્વજો તો બાપા મરદનાં ફાડિયા. દયા અને દાતારી તો બાપ તમારી જ. ધન્ય છે ધન્ય છે. ખુમારી હોય તો તમારા જેવી...

-ડો. મયૂર સોલંકી

(Disclaimer : આ આર્ટિકલમાં લખાયેલા અને રજૂ કરાયેલા વિચારો અને મંતવ્યો લેખકના પોતાના અંગત છે. VTVGujarati.com આ વિચારો સાથે સહમત કે પ્રોત્સાહન આપતું નથી. માત્ર લેખક અને વાચકોના વિચારો રજૂ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ