બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / How did the Titan submarine explode The video surfaced

પુષ્ટિ / ટાઈટન સબમરીનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? સામે આવ્યો વીડિયો, સવાર 5 લોકોનું થયું હશે દર્દનાક મોત

Kishor

Last Updated: 11:40 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઇટેનિક ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમેરોને કહ્યું, 'અમને એક કલાક પછી જ સબમરીનમાં વિસ્ફોટ થયાની પુષ્ટિ થઈ જવા પામી હતી

  • ટાઈટેનિકનો કાટમાળ બતાવવા ગયેલી ટાઈટેનિક સબમરીન ગુમ થયાનો મામલો
  • સબમરીનમાં વિસ્ફોટ થયાની પુષ્ટિ
  • આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય

ટાઈટેનિક જહાજની જળસમાધી બાદ પાતાળમાં રહેલ કાટમાળ બતાવવા ગયેલી ટાઈટેનિક સબમરીન ગત તા. 18 ના રોજ લાપતા બની હતી એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલ ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા હીવાનું સામે આવ્યું છે. આ બધા લોકો ડૂબી ગયેલા જહાજ ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા. સબમરીનનું સંચાલન કરતી કંપની Oceangate Expeditions એ આ વાતની પુષ્ટિ કરી છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. હાલ આ ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

એનિમેશન મારફતે અકસ્માત કેવી રીતે થયો હશે તે દર્શાવવા પ્રયાસ

 ગુરુવારે યુએસ કોસ્ટ ગાર્ડ તપાસ હાથ ધરી તેનો કાટમાળ શોધી કાઢ્યો હતો. જેને લઈને હવે આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં એનિમેશન મારફતે અકસ્માત કેવી રીતે થયો હશે. તે દર્શાવવા પ્રયાસ કરાયો છે. દરિયામાં મોટા વિસ્ફોટને કારણે સબમરીન ડૂબી ગઈ હતી. જેમાં ઈંગ્લેન્ડના આરબો પતિ 5 ધનિક લોકો સવાર હતા, જેનું મૃત્યુ થયાનું સામે આવ્યુ છે. મહત્વનું છે કે તમામ પ્રવાસીઓ સબમરીન મારફતે ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા જતા હતા.

સબમરીનમાં વિસ્ફોટ થયાની પુષ્ટિ
નોંધનીય છે કે વર્ષ 1912 માં, ખૂબ જ વૈભવી જહાજ ટાઇટેનિક બરફના વિશાળ ખડક સાથે અથડાઈને ડૂબી ગયું હતું. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ટાઇટેનિક ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમેરોને કહ્યું, 'અમને એક કલાક પછી જ સબમરીનમાં વિસ્ફોટ થયાની પુષ્ટિ થઈ જવા પામી હતી. સબમરીન ગુમ થતાંની સાથે જ જોરદાર ધડાકાનો અવાજ થયો હતો. આથી અજુગતું થયાનું સામે આવ્યું હતું. આ અવાજ પાણીમાં ધ્વનિના તરંગો માપતા હાઇડ્રોફોન પર આવ્યો હતો. બાદમાં સંપર્ક તૂટતા સબમરીનમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ