બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / How did Mission Moon finally get its name from 'Somayan' to 'Chandrayan'?

ભારતની ચંદ્રક્રાંતિ / આખરે મિશન મૂનનું નામ 'સોમયાન'થી 'ચંદ્રયાન' કઇ રીતે પડ્યું? અટલ બિહારી વાજપેયી સાથે છે કનેક્શન

Priyakant

Last Updated: 11:50 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing News: તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ મિશનનું નામ 'સોમયાન'થી બદલીને 'ચંદ્રયાન' કર્યું હતું

  • આજે ISROના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશન માટે ઐતિહાસિક દિવસ
  • ભારતે ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર વધુ બે મિશન મોકલ્યા 
  • ભારતના પ્રથમ ચંદ્ર મિશનની શરૂઆત વિશે એક રસપ્રદ કિસ્સો 
  • ભારતના ચંદ્ર મિશનનું નામ હતું સોમયાન, જે સંસ્કૃત શ્લોકમાંથી લેવાયું હતું 

આજે એટલે કે બુધવાર (23 ઓગસ્ટ) એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશન માટે ઐતિહાસિક દિવસ છે. ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતરવાનું છે. ઈસરોના જણાવ્યા અનુસાર આ મિશન સમયસર પૂર્ણ થશે. ભારતે ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર વધુ બે મિશન મોકલ્યા છે. ભારતના પ્રથમ ચંદ્ર મિશનની શરૂઆત વિશે એક રસપ્રદ કિસ્સો છે. 

ચંદ્ર મિશનના નામમાં ફેરફાર 
શરૂઆતમાં ભારતના ચંદ્ર મિશનનું નામ સોમયાન હતું. કારણ કે આ નામ વૈજ્ઞાનિકોની પહેલી પસંદ હતું. વૈજ્ઞાનિકોએ એક સંસ્કૃત શ્લોકમાંથી પ્રેરણા લઈને મિશનનું નામ સોમયાન રાખ્યું છે. જોકે બાદમાં મિશનનું નામ બદલી દેવામાં આવ્યું હતું. ચંદ્ર મિશનના નામમાં ફેરફાર અંગે ડેક્કન ક્રોનિકલે ઈસરોના તત્કાલીન વડા ડૉ. કે.કે. કસ્તુરીરંગનને કહેવામાં આવ્યું છે કે, અટલ બિહારી વાજપેયીએ મિશનનું નામ બદલી નાખ્યું હતું. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ મિશનનું નામ 'સોમયાન'થી બદલીને 'ચંદ્રયાન' કર્યું હતું. 

ચંદ્ર મિશનની યોજના બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા 
કસ્તુરીરંગને જણાવ્યું હતું કે વાજપેયીએ કહ્યું હતું કે, મિશનનું નામ સોમયાન નહીં, પરંતુ ચંદ્રયાન હોવું જોઈએ. દેશ હવે આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યો હોવાથી, ભારત હવે ચંદ્ર પર ઘણી સંશોધન યાત્રાઓ કરશે. ચંદ્ર મિશન વિશે વાત કરતાં ડૉ.કે.કે. કસ્તુરીરંગન કહે છે કે, મિશનની યોજના બનાવવામાં ચાર વર્ષ લાગ્યા અને તેને અમલમાં મૂકવા માટે બીજા ચાર વર્ષ લાગ્યા.

મિશન મૂનનો પાયો કેવી રીતે નાખવામાં આવ્યો?
ISROના જણાવ્યા અનુસાર વર્ષ 1999માં ઈન્ડિયન એકેડમી ઓફ સાયન્સની ચર્ચા દરમિયાન ભારતીય ચંદ્ર મિશનનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. આ પછી એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ વર્ષ 2002માં ચંદ્ર મિશનની યોજનાને આગળ ધપાવી. ભારત સરકારે નવેમ્બર 2003માં ભારતીય ચંદ્ર મિશન માટે ISROના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પછી ભારત માટે ચંદ્ર પર જવાનો રસ્તો સાફ થઈ ગયો. 

2003માં ભારતના 56મા સ્વતંત્રતા દિવસના અવસરે તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે ભારતના પ્રથમ ચંદ્ર મિશનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉંચી ઉડવા માટે તૈયાર છે. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે, ભારત 2008 સુધીમાં ચંદ્ર પર તેનું અવકાશયાન મોકલશે. તેનું નામ ચંદ્રયાન રાખવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ