બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 'How did he put his hands on my daughter...' In the ongoing flight, there was a huge commotion, the air hostess got upset

ફ્લાઇટમાં માથાકૂટ / VIDEO: 'તે મારી દીકરીને હાથ કઈ રીતે લગાવ્યો...' ચાલુ ફ્લાઇટમાં જબરદસ્ત બબાલ, એર હૉસ્ટેસ થઈ ગઈ પરેશાન, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 10:41 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vistara Flight Video News: આ વિડીયોમાં એક વ્યક્તિ જોરથી બૂમો પાડતો જોવા મળી રહ્યો છે., આ દરમિયાન પ્લેનમાં હાજર ફ્લાઈટ એટેન્ડન્ટ વ્યક્તિને શાંત કરતાં જોવા મળી રહ્યા છે

  • વિસ્તારા ફ્લાઈટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ 
  • છેલ્લા કેટલાક મહિનામાં ઘણા અજીબોગરીબ વીડિયો વાયરલ થયા
  • એક વ્યક્તિએ કથિત રીતે એક યુવતીને સ્પર્શ કર્યાનો આક્ષેપ 
  • પિતાએ કહ્યું, તે મારી દીકરીને હાથ કઈ રીતે લગાવ્યો ? 

છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ્સમાં આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે હવાઈ મુસાફરી ચર્ચાનો વિષય બની ગઈ છે. છેલ્લા કેટલાક મહિનામાં ઘણા અજીબોગરીબ વીડિયો વાયરલ થયા છે, જેને જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હશો. આ તરફ વિસ્તારા ફ્લાઈટનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જોરથી બૂમો પાડતો જોવા મળી રહ્યો છે.

વિસ્તારા ફ્લાઈટનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ જોરથી બૂમો પાડતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પ્લેનમાં હાજર ફ્લાઈટ એટેન્ડન્ટ વ્યક્તિને શાંત કરતાં જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં આ વીડિયોમાં બૂમો પાડનાર વ્યક્તિ એક છોકરીના પિતા છે, જે અન્ય વ્યક્તિ પર બૂમો પાડી રહ્યો છે. એવો આક્ષેપ છે કે, આ વ્યક્તિએ કથિત રીતે તેમની પુત્રીને સ્પર્શ કર્યો હતો. વીડિયોમાં તે વ્યક્તિ તેની પુત્રી માટે બીજા પુરુષ સામે જોરથી બૂમો પાડીને પૂછે છે કે, તમારી હિંમત કેવી રીતે થઈ. આ દરમિયાન ફ્લાઈટ એટેન્ડન્ટ બે વ્યક્તિઓ વચ્ચે વચ્ચે પડ્યા જોવા મળ્યા હતા. 

વાયરલ વિડીયોમાં ફ્લાઇટ એટેન્ડન્ટનો મામલો શાંત પાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું જણાય છે. આ વાયરલ વીડિયો વિસ્તારાની ફ્લાઈટનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પિતા અને પુત્રી અલગ-અલગ સીટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એવો આક્ષેપ થયો છે કે, એક વ્યક્તિએ તેમની દીકરીને સ્પર્શ કરી, જેના કારણે તેના પિતા ગુસ્સે થઈ ગયા. જેને લઈ ફ્લાઈટ એટેન્ડન્ટ મામલો શાંત પાડતાં જોવા મળ્યા હતા.  આ ઘટના ફ્લાઇટના એક મુસાફર દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી જ્યારે અજાણ્યો વ્યક્તિ બે ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સાથે ઉગ્ર દલીલ કરી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા મુસાફરે તેની હતાશા વ્યક્ત કરવા માટે ફ્લાઇટના ક્રૂ પર દુર્વ્યવહાર કરતા ઘણી વખત નોંધવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ