બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Horrific accident near Gomta-Navagam in Rajkot

દુર્ઘટના / રાજકોટના નવાગામ નજીક ગંભીર અકસ્માત: નિર્માણાધીન પુલ સાથે બાઈક અથડાતા 2ના મોત, એકની હાલત ગંભીર

Malay

Last Updated: 07:56 AM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ગોમટા-નવાગામ પાસે નિર્માણાધીન પુલ સાથે બાઈક અથડાતા 3 લોકો પડ્યા ખાડામાં, અકસ્માતમાં 2 લોકોના મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

  • રાજકોટના ગોમટા-નવાગામ પાસે ભયાનક અકસ્માત
  • નિર્માણાધીન પુલ સાથે બાઈક અથડાતા 3 લોકો પડ્યા ખાડામાં 
  • 2 લોકોના કરૂણ મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત 

રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પુલ સાથે બાઈક અથડાતા ત્રણેય પડ્યા ખાડામાં 
મળતી માહિતી અનુસાર, ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા અને છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા પરપ્રાંતિય દેવાભાઈ સોમાભાઈ વાસકલ,  તેમનો દીકરો વિપુલ (ઉં.વ 23)  અને જીગાભાઈ મોતીભાઈ તાદડ (ઉં.વ 50) સોમવારે સાંજે ગોમટા-નવાગામ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન નિર્માણાધીન પુલ સાથે બાઈક અથડાતા ત્રણેય ખાડામાં પડ્યા હતા.

એકનું સારવાર દરમિયાન મોત 
જે બાદ ત્રણેયને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દેવાભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ અને જીગાભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં જીગાભાઈએ પણ દમ તોડી દીધો હતો. 

પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું 
આ ઘટના દુર્ઘટના બાદ મૃતકના પરિવારજનો ઉપર શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ વિપુલ દેવાભાઈ વાસકલની રાજકોટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ