બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / Home Ministry action in Rajkot recovery case, action against CP Manoj Agarwal after report submitted today

તોડ-ફોડ / રાજકોટ વસૂલીકાંડ મામલે ગૃહમંત્રાલય એક્શનમાં, આજે સોંપાયેલા રિપોર્ટ બાદ CP મનોજ અગ્રવાલ સામે કાર્યવાહી

Mehul

Last Updated: 10:58 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરના પોલીસ બેડા સહીત રાજકીય ક્ષેત્રે ચકચાર જગાવનારા રાજકોટના પોલીસ તોડ કાંડમાં શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની આખરે બદલી.જૂનાગઢ SRP એડીશનલ ડિરેક્ટર બનાવાયા

  • રાજકોટ પોલીસ કમિશનરની આખરે બદલી 
  • પોલીસ તોડ કાંડ મામલે ચાલી રહી હતી તપાસ 
  • મનોજ અગ્રવાલ જૂનાગઢ SRPમાં એડી.ડિરેક્ટર

ગુજરાતભરના પોલીસ બેડા સહીત રાજકીય ક્ષેત્રે ચકચાર જગાવનારા રાજકોટના પોલીસ તોડકાંડમાં શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની આખરે બદલી કરી દેવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ વિકાસ સહાય તપાસ કરી રહ્યા હતા. જેનો તપાસ રિપોર્ટ આજે ગૃહ વિભાગને સોંપાયા બાદ તાત્કાલિક બદલીના આદેશ છૂટ્યા છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જૂનાગઢ SRP એડીશનલ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપાઇ છે. 

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ બેડાના કહેવાતા 'બડે ખાં' સામે દમદાટી,ધમકી, બળજબરીથી ચેક લખાવી લેવા, જમીન પચાવવા કે દબાણ કરી જમીનના નાણા વસૂલવા જેવા આરોપોની એક તરફ તપાસ ચાલી રહી છે ત્યાં જ બીજી બાજુ કેટલાક નેતાઓ પણ આ જ ધંધો લઈને બેઠા હોવાનો આરોપ  થતા સનસનાટી મચી ગઈ છે. રાજકોટમાં પોલીસ બાદ હવે રાજકીય આગેવાનો પર આક્ષેપો થવા શરુ થયા છે. જેમાં ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર સામે જમીન કૌભાંડનો આક્ષેપ કરવમાં આવ્યો છે. રાજકોટમાં કરોડો રૂપિયાની  વાવડીની જમીન અંગે 2 રાજકીય આગેવાનો પર આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. આ કેસમાં નરેન્દ્ર સોલંકી અને રાજુ બોરીચા સામે ફરિયાદીઓએ કેટલીક ચોંકાવનારી રજૂઆતો કરી છે.

છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ અને ગાંધીનગરમાં પોલીસ તોડકાંડ મુદ્દે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ગોવિંદ પટેલની ચર્ચા છે. રાજકોટ પોલીસ તોડ્કાંડમાં રાજ્ય સભા સાંસદ સાથે જ અવાજ ઉઠાવનાર રાજ્ય સરકારના પૂર્વ મંત્રીએ પોલીસ સેવાના અધિકારીઓ તોડ કરતા હોવાના આક્ષેપ લગાવી ચર્ચામાં આવ્યા હતા. પણ આજે એક પરિવાર એવો સામે આવ્યો છે જેમણે, આ ઘારાસભ્ય ગોવિંદ પટેલ પર જ આરોપ મઢી દીધો છે. આરોપ એવો છે કે, ધારાસભ્ય પટેલે પોતાની વગનો ઉપયોગ કરી જમીન બિન ખેતી કરાવી લીધી,અને વિવાદિત જમીન પર બાંધકામ પ્રક્રિયા પણ શરુ કરાવી ધીધી હતી.   

રાજકોટના પોલીસ વિભાગ પર છેલ્લા ચાર-પાંચ દિવસથી થી રહેલા આક્ષેપો બાદ હવે રાજકોટની ભાજપની નેતા ગીરી પર જમીન પડાવવાના આરોપોએ વધુ વમળ સર્જ્યા છે. જેમાં વાવડી વિસ્તારની  જમીન અંગે 2 રાજકીય આગેવાનો પર આક્ષેપો કરાયા છે. આ ફરિયાદમાં 9.09 એકરની સૂચિત સોસાયટી કબજે  કરી લીધા હોવાનો દાવો કરાયો છે. ફરિયાદિઓએ નરેન્દ્ર સોલંકી અને રાજુ બોરીચા પાસે પોતાની કેફીયત રાખતા ફરિયાદ કરી છે. આ કેસમાં કોર્ટમાં 46 અરજદારોના દાવા છતાં જમીન બિનખેતી કરાવીને પ્રોજેકટ શરૂ કરવાની પેરવી હાથ ધરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વિવાદિત  જમીન મુદે પોલીસ અને તંત્ર રજૂઆત છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. નવાઈની વાત તો એ છે કે, કોર્ટમાં દાવા હોવા છતાં બિનખેતી કરાવીને જમીન પર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ