બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Home Minister Shah and JP Nadda arrived to meet with PM Modi issues discussed

શું થઈ ચર્ચા? / PM મોદી સાથે બેઠક કરવા પહોંચ્યા ગૃહમંત્રી શાહ અને JP નડ્ડા, જાણો કયા મુદ્દાઓને લઈને થઈ ચર્ચા

Pravin Joshi

Last Updated: 04:05 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા સંસદ ભવન પહોંચ્યા હતા.

  • અમિત શાહ અને જેપી નડ્ડા PM મોદીને મળવા સંસદ ભવન પહોંચ્યા 
  • બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર વાતચીત અને ચર્ચાઓ થઈ
  • પીએમ મોદીની તેલંગાણા મુલાકાતને લઈને પણ ચર્ચા કરવામાં આવી


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર વાતચીત અને ચર્ચાઓ થઈ. બેઠક દરમિયાન ગુરુવારે ભાજપના સ્થાપના દિવસની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે 8મી એપ્રિલે પીએમ મોદીની તેલંગાણા મુલાકાતને લઈને પણ વાતચીત થઈ હતી. જ્યારે તેલંગાણા બીજેપી ચીફ બાંડી સંજય કુમારની અટકાયતની પણ ચર્ચા થઈ હતી. આ સાથે જ લોકસભાને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોના સભ્યોએ બુધવારે સંસદના બજેટ સત્રમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. 

કોંગ્રેસ પણ અડગ

સૂત્રોનું કહેવું છે કે વિપક્ષી સભ્યોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા અને અદાણી જૂથ સાથે સંબંધિત મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના પર ચર્ચા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ખડગે ઉપરાંત કોંગ્રેસ, ડીએમકે, શિવસેના (યુબીટી), તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય ઘણી પાર્ટીઓના નેતાઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની સંસદ ભવનની ચેમ્બરમાં આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને તાજેતરમાં 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં લોકસભાના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને સુરતની અદાલતે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ