બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Home Minister Harsh Sanghvi gave an important statement on the issue of Love Jihad

નિવેદન / 'નામ બદલીને દિકરીઓને ફસાવે તે પ્રેમ ન કહેવાય' લવ જેહાદ મામલે ગૃહ રાજ્યમંત્રી આકરા પાણીએ, આપ્યા મોટા આદેશ

Khyati

Last Updated: 01:03 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લવજેહાદ મામલે ગૃહ રાજ્યમંત્રીએ કરી લાલઆંખ, તો ગરબા પર જીએસટી મામલે વિપક્ષના વિરોધ પર કર્યા આકરા પ્રહાર

  • ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું લવજેહાદ મુદ્દે મહત્વનું નિવેદન
  • 'નામ બદલીને કોઇ દિકરીઓને ફસાવે તે પ્રેમ ન કહેવાય'
  • 'આ વિષય પર ફરિયાદ મળશે તો કડક પગલા લેવાશે'

ગુજરાતમાં હાલમાં ગરબા પર જીએસટીનો મુદ્દો ચર્ચામાં છે. આ મામલે વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સાબરકાંઠાના ગાંભોઇમાં નવજાતને જમીનમાં દાટી દેવા મામલે રોષની લાગણી ફરી વળી છે. વળી લવજેહાદ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી.

પ્રેમ શબ્દને કોઇ પણ બદનામ કરશે તો છોડાવામાં આવશે નહી- હર્ષ સંઘવી

ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવજેહાદ મામલે આકરા શબ્દોમાં  નિવેદન આપતા જણાવ્યું કે પ્રેમ કરવાનો તમામને હક છે. નામ બદલીને કોઇ દિકરીઓને ફસાવે તે પ્રેમ ન કહેવાય. પ્રેમ શબ્દને કોઇ પણ બદનામ કરશે તો છોડાવામાં આવશે નહી. વધુમાં જણાવ્યું કે  મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે તો સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ વિષય પર ફરિયાદ મળશે તો કડક પગલા લેવાશે. 

બધુ પતી ગયુ એટલે વિપક્ષે ગરબા પકડ્યા- હર્ષ સંઘવી

નવરાત્રિમાં આ વખતે ગરબા પર જીએસટી લાદવામાં આવ્યો છે. ડેઇલી પાસ પર  GST નહી ચૂકવવો પડે. પરંતુ સિઝન પાસમાં આ વખતે 18% GST લાગશે. આ બાબતે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે ગરબા પર જીએસટી મુદ્દે વિપક્ષીઓ રાજકારણ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે  આવા કાર્યક્રમમાં ટિકિટ 500 કરતાં વધુ હોય તો GST લાગુ થાય,  પહેલાં જ 15 ટકા ટેક્સ હતો આજે દેશમાં એક સરખો ટેક્સ છે.  શ્રદ્ધા અને સંસ્કૃતિ બંને મહત્વના વિષય છે. બધુ પતી ગયુ એટલે વિપક્ષીઓએ ગરબાને પકડી લીધા. વધુમાં આકરા શબ્દોમાં પ્રહાર કર્યા કે જેને રાજ્ય ચલાવવાના સપના જોવા છે તેમને ટેક્સની ખબર નથી.  

 

નવજાતને દાટનાર માતા-પિતાને ઝડપી લેવાયા- હર્ષ સંઘવી

તો સાબરકાંઠાના ગાંભોઇમાં નવજાતને જમીનમાં દાટી દેવાની ઘટને હર્ષ સંઘવીએ વખોડી નાંખી હતી.  વધુમાં જણાવ્યું  હતુ કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. નવજાતને દાટનાર  મા-બાપને પણ ઝડપી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે ગાંભોઈ UGCVL ઓફિસની બાજુમાં એક નવજાત બાળકનો રડવાનો અવાજ આવતો હતો. જેથી ત્યાં હાજર શ્રમિકોએ રડવાનો અવાજ આવતા તેઓએ સ્થાનિકોને જાણ કરી હતી. જેથી બાળકના રડવાના અવાજના પગલે જ્યારે જમીન ખોદવામાં આવી તો અંદરથી જીવિત હાલતમાં બાળકી મળી આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ