બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / home loan or home on rent which is better know investment goal

તમારા કામનું / લોન પર ઘર ખરીદવું કે ભાડે રહેવું, જાણો કયો સોદો સૌથી બેસ્ટ, પહેલાં જાણી લો આ ગણિત

Arohi

Last Updated: 11:53 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Renting vs Buying a House: સામાન્ય રીતે જ્યારે લોકો લોન લઈને ઘર ખરીદે છે. તો તે EMIમાં બંધાઈ જાય છે. પરંતુ ઘર ખરદવું એક મોટો નિર્ણય છે અને તેમાં ઈમોશન જોડાયેલા હોય છે. આવો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ઘર ખરીદવું યોગ્ય ઉપાય છે કે ભાડા પર રહેવું.

  • ઘર ખરદવું એક મોટો નિર્ણય 
  • ઘરની EMI ભરવી યોગ્ય કે ભાડુ? 
  • લોન લઈને ઘર ખરીદતા પહેલા જાણી લો આ વાત 

આજે અમે તમને એમ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોન લઈને ઘર-ફ્લેટ ખરીદવું કઈ રીતે ફાયદાનો સોદો છે અને લોન લઈને ઘર ખરીદવું યોગ્ય રહેશે કે ભાડા પર. ફાઈનાન્સીયલ રીતે તમે પોતે અંદાજો લગાવી શકો છો કે તમારા માટે શું ફાયદાકારક પહેશે. 

સામાન્ય રીતે જ્યારે લોકો લોન લઈને ઘર ખરીદે છે તો તે EMIમાં બંધાઈ જાય છે. પરંતુ ઘર ખરીદવું એક મોટો નિર્ણય છે અને તેમાં ઈમોશન જોડાયેલા હોય છે. આવો એક ઉદાહરણથી સમજીએ કે ઘર ખરીદવું સારો સોદો હશે કે ભાડા પર રહેવું. 

ઈમોશનલી ન લો નિર્ણય 
હકીકતે આપણા દેશમાં મોચાભાગે લોકો 2BHK ફ્લેટ ખરીદે છે. ખાસ કરીને મેટ્રો શહેરમાં આવો ટ્રેન્ડ છે. 2BHK ફ્લેટની કિંમત લગભગ 40 લાખ રૂપિયા માનવામાં આવે છે. જેમાં મોટાભાગે ખરીદનાર 15 ટકા સુધી એકાઉન્ટ ડાઉન પેમેન્ટ કરે છે એટલે કે 5થી 6 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટની રીતે આપે છે. 

તેના બાદ Stamp Duty, Registration Charges અને બ્રોકરેઝ અગલથી લાગે છે. આટલું જ નહીં નવા ઘર ખરીદવા પર મોટાભાગે નવું ફર્નિંચક અને ડેકોરેશનનો સામાન પણ ખરીદે છે. જેના પર એક અનુમાન અનુસાર 4 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ડાઉન પેમેન્ટ અને આ ખર્ચને જોડીએ તો લોકો ગૃહ-પ્રવેશ પહેલા 10 લાખ રૂપિયા સુધી અલગ ખર્ચ થઈ જાય છે. 

ઉદાહરણથી સમજીએ 
લગભગ 40 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદવા માટે ઘણા લોકો 5 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરે છે અને બાકી 35 લાખ રૂપિયા બેંકથી લોન લે છે. ક્રેડિટ સ્કોર સારો હોવા પર હાલના સમયમાં 9 ટકા વ્યાજ દર પર આપણને લોન મળી જાય છે. 

9 ટકા વ્યાજના હિસાબથી 20 વર્ષ માટે 35 લાખ રૂપિયાની હોમ લોન પર 31,490 રૂપિયાની EMI બને છે. તેના ઉપરાંત ડાઉન પેમેન્ટ અને બાકી વસ્તુઓ પર તમને લગભગ 10 લાખ રૂપિયા ખર્ચ કરવો પડશે. 

ભાડા પર રહેશો તો આટલું કરી શકશો ઈન્વેસ્ટ 
બીજી તરફ જો તમે આજ ફ્લેટ ભાડા પર લો છો. તો તમે સરળતાથી 15 હજાર રૂપિયા મહિને ભાડા પર મળી જશે. આ રીતે જોઈએ તો દર મહિને તમારી પાસે સેવિંગ માટે 16 હજાર રૂપિયા વધારે બચશે. જો હવે આ પૈસાને સારી સ્ટ્રેટજી બનાવીને ઈન્વેસ્ટ કરવામાં આવે તો કરોડોનું ફંડ તૈયાર કરી શકાય છે. સારા રિટર્ન માટે આજના સમયમાં એમ પણ ઘણા શાનદાર ઈન્સ્ટ્રૂમેન્ટ ઉપલબ્ધ છે. 

SIPથી શાનદાર રિટર્ન 
ઓછી મહેનત પર વધારે રિટર્ન આપવાના મામલામાં SIPને સારૂ ઈન્સ્ટ્રૂમેન્ટ માનવામાં આવે છે. એસઆઈપી માટે 10થી 12 ટકાનું રિટર્ન મળે છે. જો તમે 12 ટકા રિટર્ન વાળી SIPમાં 20 વર્ષ માટે દર મહિને 16 હજાર રૂપિયા લગાવો છો તો તમને 20 વર્ષ બાદ લગભગ 1.60 લાખ રૂપિયા મળશે.

જ્યારે તમે 20 વર્ષમાં લગભગ 38 લાખ રૂપિયા રોકાણ કરશો. SIPના મામલામાં 15 ટકા રિટર્ન ઘણી મોટી વાત નથી. જો આવી કોઈ એસઆઈપીમાં તમે પૈસા લગાવ્યા તો 20 વર્ષ બાદ તમારી પાસે લગભગ 2.42 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. 

રોકાણથી થશે ડબલ ફાયદો 
આ ઉપરાંત દર મહિને EMI ઉપરાંત તમારી પાસે ઈન્વેસ્ટ કરવા માટે 10 લાખ રૂપિયાની રકમ પણ છે. જે તમે ડાઉન પેમેન્ટ માટે કાગળના કામો પર પોકેટથી ખર્ચ કરવાના હતા. જો આ 10 લાખ રૂપિયાને ક્યાંક ઈનવેસ્ટ કરવામાં આવે તો પછી 20  વર્ષ બાદ આ એક મોટી અમાઉન્ટ બની જશે. આ રોકાણ 20 વર્ષમાં 12 ટકા વાર્ષિકના હિસાબથી લગભગ 97 લાખ રૂપિયા અને 15 ટકાના હિસાબથી 1.64 કરોડ રૂપિયા થઈ જશે. 

બીજી બાજુ જો તમે ઘર ખરીદો છો તો લોન ફ્રી થવામાં 20 વર્ષ લાગશે. ભારતમાં રિયલ એસ્ટેટનો રેટ વાર્ષિક 6-8 ટકાના દરથી વધી રહ્યો છે. આ આધાર પર જોઈએ તો તમને જે ઘર હાલ 40 લાખ રૂપિયામાં મળી રહ્યું છે તે તમને 20 વર્ષ બાદ 1.20 કરોડ રૂપિયામાં મળી જશે. એટલે કે હોમ લોન લઈને જે ફ્લેટ આજે 40 લાખ રૂપિયામાં ખરીદશો તેની કિંમત 20 વર્ષ બાદ એક અનુમાનના અનુસાર 1.20 કરોડ રૂપિયા હશે. પરંતુ સાથે જ જુના ઘરની વેલ્યુ હંમેશા ઘટે પણ છે. 

જમા કરી શકો છો 4 કરોડનું ફંડ 
ત્યાં જ ભાડા પર રહેતા તમે EMIના પૈસાને રોકાણ કરી કરોડપતિ બની શકો છે. કારણકે પહેલા વાળી સ્થિતિમાં એટલે કે ભાડા પર રહીને 20 વર્ષમાં તમે લગભગ 4 કરોડ રૂપિયાનું ફંડ જમા કરી શકો છો. આ 15 ટકા રિટર્નના હિસાબથી છે. જો તમને 12 ટકા પણ રિટર્ન મળે છે તો 20 વર્ષ બાદ તમારી પાસે લગભગ 2.5 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ હશે. 

આ રીતે ભાડાના ઘરમાં રહેતા હોશિયારીથી ઈન્વેસ્ટ કરવું નવા ઘર ખરીદવાની તુલનામાં ઘણું વધારે ફાયદાકારક છે અને 20 વર્ષ બાદ રોકાણની રકમ પર તમે હાલની કિંમત પર 2થી 3 ઘર ખરીદી શકો છો. જો ભાડે રહીને 20 વર્ષ સુધી રોકાણ કરો છો તો તેના બાદ એક ઘર ખરીદવા ઉપરાંત તમારી પાસે એક મોટી રકમ બચી જશે. એક અનુમાન અનુસાર લગભગ 2 કરોડ રૂપિયાનું ફંડ તમારા એકાઉન્ટમાં હશે. 

શું કહે છે એક્સપર્ટ્સ? 
એક્સપર્ટ્સ જણાવે છે કે ઈન્વેસ્ટમેન્ટના હિસાબથી રિયલ એસ્ટેટ ક્યારેય પણ હોશિયારીનો નિર્ણય ન હોઈ શકે. તમારો ઘર ખરીદવાનો નિર્ણય ઈમોશનલ નિર્ણય હોઈ શકે છે. ઈકોનોમિકલ નહીં. તેના ઉપરાંત ઘર ખરીદવા બાદ લોકો એક શહેરથી બંધાઈને રહી જાય છે. કરિયરમાં નિર્ણય લેવા પહેલા ઘર વિશે વિચારે છે. 

સાથે જ કમાણીનો મોટો ભાગ EMI ભરવામાં જતો રહે છે. જેનાથી રોકાણ સહિત બીજા વિકલ્પો પર વિચાર નથી કરી શકતા. કારણ કે લોનને લઈને 20 વર્ષ સુધી ટેન્શનમાં રહે છે. સાથે જ નોકરી પર સંકટ આવવાની સ્થિતિમાં પણ નાણાકીય રીતે લોકો પરેશાન થઈ જાય છે. તેના માટે નોકરી શરૂ કરવાની સાથે જ ઘર લેવા પર ભાર ન આપવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ