બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hit and run incident at Ambedkar Bridge Jamnagar

અકસ્માત / આણંદ બાદ હવે જામનગરમાં હિટ એન્ડ રન: પુલ નીચે સૂઈ રહેલા શખ્સને 200 મીટર સુધી કાર ચાલકે ઢસડ્યો, જુઓ પછી શું બન્યું

Malay

Last Updated: 02:16 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: જામનગરના આંબેડકર બ્રિજ ખાતે હિટ એન્ડ રન ઘટના, બ્રિજની નીચે સૂતેલા એક વ્યક્તિને કારચાલકે અડફેટે લઈ 200 મીટર સુધી ઢસેડ્યા.

  • જામનગરમાં આંબેડકર બ્રિજ નીચે હિટ એન્ડ રનની ઘટના 
  • પુલ નીચે સૂઈ રહેલા વ્યક્તિને કારે 200 મીટર ઢસેડ્યા
  • અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક થયો ફરાર 

જામનગર શહેરમાંથી હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના આંબેડકર બ્રિજ નીચે સૂતેલા એક વ્યક્તિને કારચાલકે અડફેટે લઈ 200 મીટર સુધી ઢસેડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં આ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.  

29 વર્ષની ફેમસ અભિનેત્રીનું અકસ્માતમાં નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની  લહેર, ફેન્સ આઘાતમાં / A sad news is Bengali entertainment industry Actress  Suchandra Dasgupta has passed ...
ફાઈલ ફોટો

અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક થયો ફરાર 
મળતી માહિતી અનુસાર, જામનગરના આંબેડકર બ્રિજ નીચે ગઈકાલે રાત્રે કનુભાઈ માધવજી રાઠોડ સૂતા હતા. આ દરમિયાન મોડી રાત્રે એક કારચાલકે બ્રિજની નીચે સૂતેલા કનુભાઈને અડફેટે લીધા હતા અને તેમને અંદાજે 200 મીટર સુધી ઢસેડ્યા હતા. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. 

રાજકોટમાં હિટ એન્ડ રન: પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકસવાર યુવકોને અડફેટે લેતા  2ના મોત | two youth death in rajkot hit and run news
ફાઈલ ફોટો

પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી
આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી કનુભાઈને સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ પણ જી.જી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. હાલ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ