બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hiral from Himmatnagar won the title of Mrs. India Glamor

મીસીસ ઈન્ડિયા ગ્લેમર / ગુજરાતના નાનકડા શહેરમાંથી ગ્લેમર ખીલ્યું, કોલેજ કાળમાં જોયેલું સપનું લગ્ન બાદ પૂર્ણ કરી બતાવ્યું

Vishnu

Last Updated: 11:55 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંમતનગરની હિરલે મીસીસ ઈન્ડિયા ગ્લેમરનો ખિતાબ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું, પરિવારના સહયોગથી સપનું થયું સાકાર

  • નાનકડા શહેરમાંથી મીસીસ ઈન્ડિયા ગ્લેમર
  • હિંમતનગરની હિરલ બની મીસીસ ઈન્ડિયા ગ્લેમર
  • લગ્ન બાદ મોડલિંગનું સપનું કર્યું પૂર્ણ 
     

સપનાં જોવાનો અધિકાર સૌકોઈને છે. પરંતુ તે સપનું પૂર્ણ ત્યારે જ થઈ શકે. જ્યારે માણસ તે સપનાને હંમેશા સાથે લઈને ચાલે. આવી જ સફળતા હિંમતનગરની એક પરણિતાએ મેળવી છે. જેણે કોલેજ કાળમાં જોયેલું સપનું લગ્ન બાદ પૂર્ણ કરતા મીસીસ ઈન્ડિયા ગ્લેમરનો ખિતાબ જીત્યો છે

કોલેજ કાળમાં જોયેલું સપનું લગ્ન બાદ પૂર્ણ થયું 
સૌંદર્યની વાત આવે એટલે સૌકોઈને નજર મુંબઈ, દિલ્લી જેવા શહેરો તરફ આકર્ષિત થાય.  પરંતુ હવે સૌદર્યની સ્પર્ધાઓમાં ગુજ્જુ મહિલાઓ પણ કાંઈ કમ નથી. કારણ કે, હિંમતનગરની એક પરણિત મહિલાએ સૌંદર્યની સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.  સામાન્ય રીતે યુવતીઓ એવું માની લે છે કે, લગ્ન પહેલા જે સપના જોયા હોય છે તે લગ્નના બંધનમાં બંધાયા બાદ પૂર્ણ નથી થઈ શક્તા. કારણ કે, લગ્ન સંબંધ તેના સપનાના રસ્તાનો કાંટો બની જતા હોય છે. પરંતુ હિંમતનગરની હિરલ શાહ નામની મહિલાએ કોલેજ કાળમાં જોયેલા સપનાને લગ્ન બાદ પૂર્ણ કર્યું છે. તાજેતરમાં જ અમદાવાદ ખાતે વી.પી.આર.મીસીસ ઈન્ડિયા ગ્લેમરની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 40 જેટલી સ્પર્ધકોને ટક્કર આપી હિરલ શાહે મીસીસી ઈન્ડિયા ગ્લેમરનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 

પરિવારના સહયોગથી સપનું થયું સાકાર
કોઈપણ કામમાં માણસને સફળતા ત્યારે જ મળી શકે જ્યારે પરિવાર અને મિત્રોનો સાથ સહકાર મળી રહે. હિરલના મોડેલિંગના સપનાને સફળ બનાવવા માટે તેના પતિ ધ્રુવ શાહે તેને સપોર્ટ કર્યો. ત્યાર બાદ હિરલે સ્પર્ધામાં ભાગ લેવા માટેની તૈયારીઓ શરૂ કરી. જેમાં 6 મહિના સુધી તેણે પોતાની લાઈફ સ્ટાઈલ, મેકપ, અને કઈ રીતે ચાલવું સહિતની તૈયારીઓ કરી. આ તૈયારીઓ દરમિયાન તેના પતિએ ઘરની તમામ જવાબદારીઓ અને પુત્રની સાળસંભાળની જવાબદારીઓ સંભાળી. આમ હિરલ વી.પી.આર.મીસીસ ઈન્ડિયા ગ્લેમરની સ્પર્ધામાં ભાગ લઈ શકી. અને પરિવારની સાથે-સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું. 

મહત્વનું છે કે, હિરલે મોડેલિંગનું સપનું કોલેજ કાળમાં જોયું હતું. પરંતુ કોઈ કારણે તે પૂર્ણ થઈ શક્યું નહોતું. પરંતુ આજે લગ્ન બાદ પરિવારના સહયોગથી તે સપનું પણ પૂર્ણ થયું છે. આશા રાખીએ કે, હિરલની આ સફળતા અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા બનશે. અને લગ્ન બાદ પોતાના સપના અધુરા છોડનાર મહિલાઓ ફરી પોતાના સપના પૂર્ણ કરવાની દીશામાં આગળ વધશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ