બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Hing water is beneficial for health and weight loss, know how hing is healthy

હેલ્થ ટિપ્સ / જડીબુટ્ટી: વજન ઘટાડવું હોય તો રોજ પાણીમાં નાખી પીઓ આ વસ્તુ, મોટું પેટ, ગેસ, અપચો, કબજિયાત ઘણીખરી સમસ્યાથી એક સામટો છુટકારો

Vaidehi

Last Updated: 07:35 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંગનું પાણી પીવાથી શરીરની અનેક તકલીફો દૂર થાય છે. ચરબીને ઓગાળવા માટે પણ હિંગ અત્યંત મદદરૂપ સાબિત થઈ છે.

  • હિંગનું પાણી પીવાથી ઘટે છે વજન
  • શરીરની ગેસ-અપચા જેવી તકલીફો થાય છે દૂર
  • મેટાબોલિઝમમાં થાય છે સુધારો

દરેક ઘરના રસોડામાં રોજ હિંગનો ઉપયોગ થાય છે. હિંગ રસોઈનો સ્વાદ વધારે છે તેની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને જો પેટમાં ગેસ, અપચો, કબજિયાત જેવી તકલીફ હોય અને તેનાથી દવા વિના છુટકારો મેળવવો હોય તો હિંગને પાણીમાં ઉમેરી તેને પી શકો છો. હિંગનું પાણી પીવાથી શરીરની ઘણી બધી તકલીફોને દૂર કરી શકાય છે. ખાસ કરીને વધારે વજનને પણ ઝડપથી ઉતારી શકાય.

હિંગનું પાણી પાચનને ઝડપી બનાવે છે
હિંગનું પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે. હિંગનું પાણી પાચનને ઝડપી બનાવે છે અને ભોજન પચવામાં મદદ કરે છે. એવા લોકો કે જેમને કબજિયાત કે ગેસની તકલીફ હોય તેમણે હિંગના પાણીનું સેવન કરવું જોઈએ તેમને હિંગનું પાણીથી તુરંત ફાયદો થાય છે. હિંગનું પાણી પીવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે, તેનાથી બોડી હેલ્ધી રહે છે અને શરીરમાંથી ઘણી બધી બીમારીઓ દવા વિના દૂર થાય છે. હિંગનું પાણી તમે રોજ પી શકો છો અને કોઈ આડઅસર થતી નથી.

વજન ઘટાડવામાં મદદરૂપ
હિંગનું પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે. જો તમે ઘણા સમયથી વજન ઘટાડવાના પ્રયત્ન કરી રહ્યા છો અને રિઝલ્ટ મળતું ન હોય તો હિંગનું પાણી પીવાની શરૂઆત કરો. હિંગમાં ઘણા એવા ગુણ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Health Hing benefits Water Weightloss વજન હિંગનાં ફાયદા હીંગવાળું પાણી હેલ્થ Hing benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ