બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Hindus Allowed To Worship In Sealed Basement Of Varanasi's Gyanvapi Mosque

Gyanvapi Mosque / જ્ઞાનવાપીમાં પૂજા અધિકાર પછી શું? અયોધ્યા જેવું થશે? મંદિર તોડ્યાંનો ASIનો દાવો, શું બોલ્યાં વકીલ વિષ્ણુ શંકર

Hiralal

Last Updated: 04:52 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિંદુઓને મળેલા પૂજાના અધિકાર બાદ સૌથી મોટો સવાલ એ છે કે હવે શું થશે? વિવાદીત માળખા કોને સોંપાશે?

  • જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિંદુઓને મળ્યો પૂજાનો અધિકાર 
  • મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાનો છે ASIનો દાવો
  • તો પછી અયોધ્યા મંદિર જેવું તો નહીં બનેને? 

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસના ભોંયરામાં હિંદુ પક્ષને પૂજા કરવાની કોર્ટ દ્વારા પરમિશન આપી દેવાઈ છે. એક રીતે જ્ઞાનવાપીમાં હિંદુઓનો પગપેસારો થયો છે એટલે હવે 1993 બાદ જ્ઞાનવાપીના ભોંયરામાં હિંદુઓ પૂજા કરી શકશે આ દરમિયાન ભારતીય પુરાતત્વ વિભાગનો દાવો છે કે મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાઈ હતી. 

શું બોલ્યાં વકીલ વિષ્ણુ શંકર 
જ્ઞાનવાપી મામલે હિંદુ કેસ લડી રહેલા વકીલ વિષ્ણુ શંકરે એવું કહ્યું કે તેઓ હવે અલ્હાબાદ હાઈકોર્ટે કેવિએટ પીટિશન દાખલ કરશે. હિંદુ પક્ષોનો દાવો છે કે ભોંયરામાં શિંવલિંગ છે જે શિવનું મંદિર હોવાની સાબિતી આપે છે. 

 1993 સુધી ભોંયરામાં થઈ હતી પૂજા 
સોમનાથ વ્યાસનો પરિવાર 1993 સુધી ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના કરતો હતો. વ્યાસના પૌત્ર શૈલેન્દ્ર વ્યાસે પુન: પૂજા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે અરજી દાખલ કરીને કહ્યું કે 1993થી ભોંયરામાં પૂજા-અર્ચના બંધ થઇ ગઇ છે. હાલ આ ભોંયરું અંજુમન ઈન્તેજામિયા મસાજીદ સમિતી પાસે છે. ભોંયરું ડીએમની દેખરેખને સોંપવામાં આવ્યું હોવાથી, ત્યાં ફરીથી પૂજા શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. કોર્ટે 17 જાન્યુઆરીએ ડીએમને ભોંયરાનો કબજો લેવાનો આદેશ આપ્યો હતો. આ પછી, 24 જાન્યુઆરીએ, ડીએમ દ્વારા ભોંયરું લેવામાં આવ્યું હતું.

ASIના સર્વેમાં શું? 
જ્ઞાનવાપી મસ્જિદનો ASI રિપોર્ટ જાહેર કરી દેવાયો છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકરે એવો દાવો કર્યો છે કે એએઆઈ રિપોર્ટમાં કહેવાયું છે કે અહીં એક ભવ્ય હિંદુ મંદિર હતું. જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલ એક હિન્દુ મંદિરનો ભાગ છે. અંદરના થાંભલાઓ પણ હિન્દુ મંદિરના સ્તંભો હતા જે પાછળથી પ્લાસ્ટર કરીને બદલી નાખવામાં આવ્યાં હતા. 839 પાનાના આ રિપોર્ટમાં વજુખાના સિવાય દરેક ખૂણાની એક જ વિગત છે. એએસઆઈના અહેવાલ મુજબ, હાલનું માળખું બાંધવામાં આવ્યું તે પહેલાં અહીં એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. આ મંદિરમાં એક મોટો મધ્ય ખંડ અને ઉત્તર તરફ એક નાનો ખંડ હતો. 17મી સદીમાં આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને પાછળથી તેનો પોતાનો ભાગ મસ્જિદમાં સમાઈ ગયો છે. હાલની રચનામાં ઉપયોગમાં લેવાતા થાંભલાઓ અને પ્લાસ્ટરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિષ્ણુ જૈને જણાવ્યું કે, એએસઆઇએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મસ્જિદનું નિર્માણ 1669માં મંદિર તોડીને કરવામાં આવ્યું હતું. હાલનું માળખું મંદિરના અવશેષો પર જ બનાવવામાં આવ્યું છે. ગુંબજ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂનો છે. ઘણી જગ્યાએ મંદિરના અવશેષો મળી આવ્યા છે. ઘણા સ્તંભો પર દેવી-દેવતાઓની છબીઓ મળી આવી છે. દેવનાગરી અને સંસ્કૃતમાં અનેક શ્લોકો લખાયા છે. નાગર શૈલીની પણ ચીજો મળી છે જે હજાર વર્ષ જુની છે  જ્યારે મસ્જિદ માત્ર સાડા ત્રણસો વર્ષ જૂની છે.

નંદીનું મોં જ્ઞાનવાપી મસ્જિદની સામે કેમ? 
કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન નંદીનું મોં બરાબર જ્ઞાનવાપી મસ્જિદ સામે છે. મંદિર અને મસ્જિદની વચ્ચે લોખંડની ગ્રીલ છે. એવો દાવો કરવામાં આવે છે કે જ્ઞાનવાપીમાં શિવલિંગથી નંદીનું અંતર 83 ફૂટ છે. એટલે જ હિન્દુ પક્ષ કહે છે કે વજુખાનામાં માત્ર શિવલિંગ છે, જ્યારે હિન્દુ પક્ષના વકીલોનું કહેવું છે કે જો એ શિવલિંગ નથી તો પછી નંદીનું મોં મસ્જિદ સામે કેમ છે. 

1664માં ઔરંગઝેબે 1664માં મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવી 
કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પરંતુ મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1664માં મંદિર તોડી નખાવ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તેની ભૂમિ પર કરાયુ છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદના નામે ઓળખાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ