બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Hindu Tradition: Spend some time in the temple premises after having darshan

પરંપરા / ભગવાન દર્શન કર્યા બાદ મંદિરના પગથિયાં પર થોડી વાર માટે અવશ્ય બેસવું જોઈએ, જાણો શું છે ધાર્મિક મહાત્મ્ય

Vaidehi

Last Updated: 05:44 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૌરાણિક કથાઓ અનુસાર મંદિરમાં દર્શન કર્યાં બાદ થોડીવાર મંદિરનાં પરિસરમાં બેસીને કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ.

  • દર્શન કર્યાં બાદ મંદિરનાં પરિસરમાં બેસવાનો નિયમ
  • પુરાણોમાં આ નિયમનો ખાસ ઉલ્લેખ
  • પરિસરમાં બેસીને મંત્રોચ્ચાર કરવો લાભદાયી

મંદિરમાં દર્શન કર્યાં બાદ તમે જોયું હશે કે કેટલાક લોકો મંદિરનાં ઓટલે અથવા તો પગથિયાં પર બેસતાં હોય છે. હિંદૂ ધર્મમાં આ પ્રાચીન પરંપરાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર મંદિરનાં પરિસરમાં શાંતિથી બેસીને એક શ્લોલનો પાઠ કરવો જોઈએ. જો કે આજકાલ લોકો આ શ્લોકને ભૂલી ગયાં છે. અન્ય વિચારોમાં મન લગાવ્યાં વિના આ શ્લોકનો પાઠ કરવું જોઈએ.

આ શ્લોક છે,
“अनायासेन मरणम्, बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम्॥”

અર્થ:
अनायासेन मरणम्
નો અર્થ છે કે મૃત્યુ મુશ્કેલી વગર આવે. અમને અંતકાળે પલંગને ન પકડવું પડે. હે ઈશ્વર અમને કોઈપણ પ્રકારનાં કષ્ટ વિના પોતાની પાસે બોલાવી લેજો, અમારો જીવ હાલતા-ચાલતાં જ નિકળી જાય એટલે કે શારીરિક આપત્તિ વિના જીવ જાય.

बिना देन्येन जीवनम् નો અર્થ છે કે અમને નિર્ભરતાવાળું જીવન ન આપજો જેનાથી અમારે ક્યારેય પણ કોઈનાં મદદની જરૂર પડે. કોઈપાસે માંગ્યા વગર અમારું જીવન જીવીએ.

देहान्त तव सानिध्यम् નો અર્થ છે કે મૃત્યુ ભગવાનની હાજરીમાં આવે. જેવી રીતે ભીષ્મ પિતામહની મૃત્યુનાં સમયે ભગવાન કૃષ્ણ તેમની સામે ઊભા હતાં તેવી રીતે દર્શન કરતાં-કરતાં જ અમારા પ્રાણ છૂટે.

देहि मे परमेश्वरम् નો અર્થ થાય છે કે હે પરમેશ્વર અમને એવું વરદાન આપજો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ