બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / hindu marriage rituals new bride griha pravesh niyam

આસ્થા / નવી દુલ્હનના ગૃહપ્રવેશ વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તમારૂ ઘર

Arohi

Last Updated: 05:55 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન પછી જ્યારે નવી વહુ પહેલીવાર તેના સાસરે આવે છે ત્યારે તેનો ગૃહપ્રવેશ કરવામાં આવે છે. ઘરની વહુને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે કન્યાના ઘરમાં ધાર્મિક વિધિઓ સાથે પ્રવેશ કરવો જોઈએ.

  • લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ઘરની વહુ 
  • સાસરે કરવામાં આવે છે ગૃહપ્રવેશ 
  • ગૃહ પ્રવેશ માટે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ 

હિંદૂ ધર્મના બધા 16 સંસ્કરોમાં એક છે વિવાહ સંસ્કાર. ત્યાં જ ચાર મહત્વપૂર્ણ સંસ્કારોમાંથી એક છે વિવાહ. હિંદૂ ધર્મમાં થતા વિવાહમાં ઘણા રીતિ-રિવાજ હોય છે. અમુક નિયમ લગ્ન પહેલા અને અમુક લગ્ન બાદ પણ થાય છે. 

દુલ્હન જ્યારે વિદાય બાદ પહેલી વખત પોતાના સાસરે પહોંચે છે તો તેનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે હિંદૂ ધર્મમાં ઘરની વહુને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે સંપૂર્ણ-વિધિ વિધાનથી નવી દુલ્હનનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે. 

ગૃહ પ્રવેશ વખતે ધ્યાનમાં રાખો ખાસ વસ્તુઓ 
નવી દુલ્હનના ઘર પર ગૃહ પ્રવેશ કરતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ખોટી વિધિ અથવા અશુભ મુહૂર્તમાં નવવધુનો ગૃહ પ્રવેશ કરશો તો તેનાથી ઘર પર કલેશની સ્થિતિ પેદા થઈ શકે છે. સાથે જ આવા ઘર પર લક્ષ્મીજી પણ સ્થાઈ રૂપથી ટકતી નથી. 

યોગ્ય  મુહૂર્તમાં કરો ગૃહપ્રવેશ
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ અને વ્રત-તહેવારોની તમામ વિધિઓમાં મુહૂર્તનું વિશેષ મહત્વ છે. નવી વહુનું ગૃહ પ્રવેશ પણ શુભ માનવામાં આવે છે. એટલા માટે તેને શુભ મુહૂર્તમાં જ કરો. નવી વહુનો ગૃહ પ્રવેશ રાત્રે કરવો શુભ માનવામાં આવે છે. 

આ માટે ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ અને રોહિણી જેવા સ્થિર સંજ્ઞક નક્ષત્રો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તમે કોઈ પુજારી અથવા જ્યોતિષ દ્વારા કહેવામાં આવેલા શુભ મુહૂર્તમાં નવવિવાહિત યુગલના ઘરમાં પણ પ્રવેશ કરી શકો છો.

કળશ ચાવલ વિધિનું મહત્વ
નવી વહુના ઘરમાં પ્રવેશ કરતી વખતે મોટાભાગના હિંદુ પરિવારોમાં કળશ ચાવલ વિધિના નિયમોનું પાલન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે નવવધૂ પોતાના જમણા પગથી કલશમાં ભરેલા ચોખાને ઘરની અંદર નાખે છે. ત્યારે તે ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સૌભાગ્ય લાવે છે.

કન્યાના પગના નિશાન 
નવી કન્યા ગૃહપ્રવેશના સમયે લાલ કંકુથી ભરેલી થાળીમાં પગ મૂકે છે અને આ રીતે તે શુભ રંગ લાલથી પગના નિશાનની સાથે ઘરના દ્વારથી ઘરના મંદિર સુધી જાય છે. તે રસમને ઘર પર સુખ-સમૃદ્ધિ લાવવા માટે દેવી લક્ષ્મીને પ્રવેશનું સુચક માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ