બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Hindu children are being harassed in British schools, Islamic Threats in UK

વિવાદ / મુસ્લિમ બનો, ટેન્શન ફ્રી રહો, નહીંતર...: બ્રિટનની સ્કૂલોમાં બાળકોને કરાઇ રહ્યા છે પરેશાન

Priyakant

Last Updated: 11:45 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hindu Children Harassed : બ્રિટનની સ્કૂલોમાં તિલક લગાવીને આવતા બાળકોને કરાય છે પરેશાન, બીફ ફેંકી ફેંકીને કરવામાં આવે છે પ્રતાડના

  • બ્રિટનની સ્કૂલોમાં હિન્દુ બાળકોને કરાઇ રહ્યા છે પરેશાન 
  • બ્રિટનમાં શાળાઓમાં પણ ફેલાઈ રહ્યો છે ઈસ્લામિક ઉગ્રવાદ 
  • મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમના સાથી હિન્દુઓ પર ધર્મ પરિવર્તન માટે કરી રહ્યા છે દબાણ 

બ્રિટનમાં ઈસ્લામિક ઉગ્રવાદ હવે શાળાઓમાં પણ ફેલાઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, બ્રિટનમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમના સાથી હિન્દુઓ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા છે. હેનરી જેક્સન સોસાયટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં ઘટનાઓ માટે હિન્દુ વિદ્યાર્થીઓને જવાબદાર ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓ અન્ય ધર્મના સાથી વિદ્યાર્થીઓ તરફથી નફરતનો સામનો કરી રહ્યા છે. 

સપ્ટેમ્બર 2022માં લિસેસ્ટરમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે થયેલી હંગામા પછી આવી ઘટનાઓ વધુ તીવ્ર બની છે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, આવા હિંદુ-મુસ્લિમ તણાવ શાળાઓમાં ભેદભાવને વેગ આપે છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે, અડધા હિંદુ માતા-પિતાએ જણાવ્યું હતું કે, તેમના બાળકોને શાળાઓમાં નફરતનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં એકવાર તો એક હિન્દુ વિદ્યાર્થી પર બીફ પણ ફેંકવામાં આવ્યું હતું. હિંદુ ધર્મ યુકેમાં ત્રીજો સૌથી મોટો ધર્મ છે, જેની સંખ્યા લગભગ 10 લાખ છે.

1000 થી વધુ શાળાઓનો કરાયો હતો સર્વે 
હેનરી જેક્સન સોસાયટીના રિસર્ચ ફેલો અને પ્રિવેન્ટ કાઉન્ટર-એક્સ્ટ્રીમિઝમ કો-ઓર્ડિનેટર ચાર્લોટ લિટલવુડે 988 હિંદુ વાલીઓ સાથે વાત કરી અને દેશભરની 1,000 થી વધુ શાળાઓનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં બહાર આવ્યું છે કે, લેસ્ટરમાં રમખાણો બાદ શાળાઓમાં હિંદુત્વ વિરોધી ઘટનાઓ વધી છે. પોલીસે ગયા સપ્ટેમ્બરમાં લેસ્ટરમાં રમખાણોના સંબંધમાં 55ની ધરપકડ કરી હતી. જેમાં સરકારી અને ખાનગી મિલકતોમાં તોડફોડ, હુમલા, છરાબાજી અને પૂજા સ્થાનો પર હુમલાનો સમાવેશ થાય છે. થિંક ટેન્કે શોધી કાઢ્યું હતું કે, આ તણાવ મુસ્લિમ અને હિંદુ સમુદાયના યુવાનો વચ્ચેની અથડામણો અને લિસેસ્ટરમાં 'હિન્દુ ઉગ્રવાદ' હોવાનો દાવો કરતી ખોટી કથાઓ સાથે જોડાયેલો હતો.

લેસ્ટર હિંસા બાદ હિંદુઓ વિરુદ્ધ નફરત વધી 
અહેવાલમાં જાણવા મળ્યું છે કે, હિંદુઓને વિવિધ ધર્મના વિદ્યાર્થીઓ દ્વારા ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વર્ગખંડમાં બનેલી ઘટનાઓ અને મિડલેન્ડ્સમાં ગૌ-માંસ ફેંકવાની ઘટનાઓ વચ્ચે સ્પષ્ટ સમાનતાઓ હતી. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, વર્ગખંડોમાં પ્રદર્શિત કેટલાક ભેદભાવો લેસ્ટરમાં અશાંતિ દરમિયાન જોવા મળતા હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના નફરતના અભિવ્યક્તિઓ સાથે સમાનતા દર્શાવે છે. તે જણાવે છે કે, હિંદુઓ પ્રત્યે અપમાનજનક ઘટનાઓના ઘણા કિસ્સાઓ છે. જેમ કે તેમના શાકાહારની મજાક ઉડાવવી, દેવી-દેવતાઓનું અપમાન કરવું, આ બધુ પણ લેસ્ટરમાં ઉગ્રવાદીઓ દ્વારા હિંદુ સમુદાય વિરુદ્ધ રેલી દરમિયાન કરવામાં આવ્યું હતું.

હિન્દુ વિદ્યાર્થીઓને શું કહેવામાં આવ્યું ? 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં રાજકારણ અને સામાજિક મુદ્દાઓ માટે હિન્દુ વિદ્યાર્થીઓને જવાબદાર ગણવામાં આવે છે. આ 9/11 પછીના વાતાવરણમાં ઇઝરાયેલ અને મુસ્લિમોના સંબંધમાં યહૂદીઓના વર્તનની યાદ અપાવે છે. તેમાં જાણવા મળ્યું છે કે, મુસ્લિમ વિદ્યાર્થીઓએ હિંદુઓને "કાફિર" જેવા શબ્દોનો ઉપયોગ કરીને ધર્માંતરણ કરવા અથવા કાફિરો માટે નરકના જોખમોનો સામનો કરવા કહ્યું હતું. એક કિસ્સામાં એક બાળકને સતામણી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, જો તેઓ ઇસ્લામ સ્વીકારશે, તો તેમનું જીવન ખૂબ સરળ થઈ જશે અને બીજામાં કહ્યું કે, તમે લાંબું જીવશો નહીં, જો તમારે સ્વર્ગમાં જવું હોય, તમારે ઇસ્લામ સ્વીકારવો પડશે.  

એક માતા-પિતાએ જણાવ્યું હતું કે બાળકોને ઇસ્લામિક ઉપદેશકના વીડિયો જોવા અને પરિવર્તન કરવા માટે કહેવામાં આવ્યું હતું. કારણ કે, હિંદુ ધર્મનો કોઈ અર્થ નથી. સંશોધકોને ખ્રિસ્તી વિદ્યાર્થીઓ સહિત ઝેનોફોબિયાના પુરાવા પણ મળ્યા હતા.  જેમાં એક બાળકે કહ્યું કે, ઈસુ તમારા દેવોને નરકમાં મોકલશે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ભારતીય જાતિ પ્રણાલીના અયોગ્ય સંદર્ભો અને દેવી-દેવતાઓની પૂજા અંગેની ખોટી માન્યતાઓને કારણે ધાર્મિક શિક્ષણ હિંદુઓ સામે "ભેદભાવને પ્રોત્સાહન" આપી રહ્યું છે. યુકેમાં અન્ય ધર્મોને ઉજવણી માટે સમય આપવામાં આવે છે, પરંતુ હિન્દુ વિદ્યાર્થીઓને દિવાળી માટે ઘણી વખત રજા આપવામાં આવતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ