બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Himachal Pradesh News: Enraged village burnt houses of accused, closed schools-Section 144 enforced

હિમાચલ પ્રદેશ / ગુસ્સે ભરાયેલા ગામે આરોપીઓના ઘર સળગાવ્યા, શાળાઓ બંધ-ધારા 144 લાગુ: અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમ કરનાર યુવકના ટુકડાઓ મળતા આ ગામમાં ભારેલો અગ્નિ

Priyakant

Last Updated: 12:10 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Himachal Pradesh News: ટુકડાઓમાં યુવકનો મૃતદેહ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલો અગ્નિ, ગુસ્સે ભરાયેલા ગામે આરોપીઓના ઘર સળગાવ્યા

  • હિમાચલ પ્રદેશમાં ટુકડાઓમાં મળ્યો યુવકનો મૃતદેહ 
  • પ્રેમ-પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું આવ્યું સામે 
  • આરોપીઓના ઘરોને  ઉશ્કેરાયેલા ટોળાએ આગ ચાંપી 

હિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક યુવકની હત્યાથી આખા ચંબા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ તરફ ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. વિગતો મુજબ 9 જૂનના રોજ ભંડાલ વિસ્તારમાં એક હિન્દુ યુવકની લાશ ટુકડાઓમાં મળી આવી હતી. જે બાદ સલોનીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 

આ વિસ્તારમાં લગાવાઈ 144 કલમ 
આ તરફ તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે વહીવટીતંત્રે સલોની વિસ્તાર 6માં કલમ 144 લાગુ કરી દીધી છે. સંઘાણી અને ભંડાલની શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી જ્યારે ગુરુવારે પરિવારના 10 વધુ સભ્યોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 4 સગીર છે.

શું છે સમગ્ર મામલો ? 
હિમાચલ પ્રદેશના ભંડાલનો રહેવાસી મનોહર 6 જૂને ગુમ થયો હતો. જે બાદમાં અચાનક 9 જૂને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. વિગતો મુજબ કુહાડી વડે મૃતદેહના સાત ટુકડા કરવામાં આવ્યા હતા. હત્યારાઓએ મૃતદેહના ટુકડાને કોથળીમાં નાખીને ગટરમાં પથ્થરો નીચે દાટી દીધા હતા. આ કેસમાં પોલીસે સંઘાણીના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. 

કોની કોની ધરપકડ અને કેમ કરાઇ હત્યા ? 
આ તરફ પોલીસ દ્વારા શબ્બીર, તેના કાકા મુસાફિર હુસૈન અને કાકી ફરીદાની ધરપકડ કરી છે. આ મામલાને પ્રેમ પ્રકરણ સાથે જોડવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, મનોહર અને આરોપીની ભત્રીજી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને અલગ-અલગ ધર્મના હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા
આ તરફ ગુરુવારે ઘટનાના સમાચાર ફેલાતાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સલુણી લચોડી, કિહાર બજાર વિસ્તાર બંધ રહ્યો હતો. લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી ઉશ્કેરાયેલા ટોળાએ સંઘાણી તરફ જઈને કિહાર-લંગેરા રોડ બ્લોક કરી દીધો હતો. સંઘાણીએ આરોપીઓના બે ઘરોને પણ આગ ચાંપી દીધી હતી.

પોલીસ એલર્ટ, લોકોને શાંતિની અપીલ 
સમગ્ર ઘટનાને લઈ ભીડને બેકાબૂ થતી જોઈને પ્રશાસને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચંબાથી ચાર રિઝર્વ બટાલિયન બોલાવવામાં આવી છે. ધર્મશાળાથી પણ બે બટાલિયન બોલાવવામાં આવી છે. લોકોને પ્રદર્શનમાં ભાગ ન લેવા અપીલ કરવામાં આવી છે. ચંબા એસપી અભિષેક યાદવે જણાવ્યું કે, આ મામલામાં યુવતીને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવી છે. આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ ચાલુ છે. ચંબાના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને કહ્યું કે, વિવિધ સમુદાયના લોકોને મળ્યા છે અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ