બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / High Court upset with Gujarat Police in Nityanand Ashram missing girl case

સુનાવણી / નિત્યાનંદ આશ્રમમાં યુવતી ગુમ થવાના કેસમાં હાઇકોર્ટ ગુજરાત પોલીસથી નારાજ: એક મોકો આપ્યો, તપાસનો રિપોર્ટ લાવો

Kishor

Last Updated: 03:18 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ 2019માં  ગુમ થયેલ બે યુવતીઓના કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.

  • નિત્યાનંદ આશ્રમમાં યુવતી ગુમ થવાનો મામલો
  • યુવતી ગુમ થવાના મુદ્દે HCમાં સુનાવણી
  • પોલીસની ઢીલી કામગીરીથી HC નારાજ

નિત્યાનંદ આશ્રમમાંથી યુવતીના ગુમ થવા ચકચારી કેસ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલ બન્ને બહેનોના પિતા દ્વારા હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરાયેલ હતી. જેની સુનાવણી દરમિયાન જસ્ટિસ એન. વી.અંજારિયા અને જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે પોલીસ અને કેન્દ્ર સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ગુમ થયેલ યુવતીના કેસની તપાસમાં પોલીસે ઢીલુ વલણ દાખવ્યું હોવાનું જણાવી કહ્યું કે વકીલે કોર્ટમાં એડ્રેસ આપ્યા છતાં પોલીસ ગુમ થયેલી આ યુવતીઓને હાજર  ન કરી શકી. આમ એડ્રેસ બાદ પણ યુવતીઓને ભારત પરત લાવવામાં પોલીસનો પનો ટૂંકો પડતા હાઇકોર્ટ નારાજ થઈ હતી.

બે યુવતીની હેબિયર્સ કોપર્સની અરજી પર પોલીસ તપાસ મુદ્દે હાઈકોર્ટ નારાજ
આ મામલે  ગુજરાત હાઈકોટ દ્વારા ગુજરાત પોલીસને ટકોર કરવામાં આવી છે. જેમાં હવે આ કેસની તપાસ CBIને સોંપવાનો વારો આવ્યો હોય તેવું જણાવી કોર્ટે એક મોકો ગુજરાત પોલીસને આપી અને આગામી મુદત સુધીમાં યુવતીઓનો તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.આ મામલે કોર્ટે અવલોકન કરતા કહ્યું કે પોલીસ અધિકારીઓ દ્વારા તપાસમાં ખામીઓ જોવા મળી છે. પોલીસે અરજદારની ચિંતાને ગંભીરતાથી ન લીધી હોવાનું પણ કોર્ટે કહ્યું હતું. વધુમાં સબંધિત અધિકારીઓ દ્વારા તપાસમાં કરાયેલા પ્રયાસો અંગે એફિડેવિટ ફાઇલ ન કરાતા કોર્ટે ગૃહ મંત્રાલયને એફિડેવિટ દાખલ કરવા પણ તાકીદ કરી છે. આ સાથે જ કોર્ટે આ મામલે 6 ફેબ્રુઆરી 2023 ની નવી તારીખ આપી છે.

શું છે ઘટના?

નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાં વર્ષ 2019 દરમિયાન એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરાના કેટલાય સમયથી ગોંધી રખાયા હતા. ત્યારબાદ આ પ્રકરણમાં ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવી લીધા હતા છતાં પણ એક 18 વર્ષની અને એક 21 વર્ષની દીકરીને છોડાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હતુ. ત્યારબાદ આ બનેં દીકરીઓને પતો ન લાગતા જે તે સમયે સીએમ સુધી ફરિયાદ કરાઈ હતી.જેમાં તેની સાથે શારીરિક અડપલા અંગે પણ રાવ ઉઠી હતી. 

ઉલ્લેખનીય છે કે કોર્ટમાં અરજી વર્ષ 2019 માં દાખલ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ સાથે જણાવવામાં આવ્યું કે  નિત્યાનંદ દ્વારા છોકરીઓને બળજબરીથી લઈ જવામાં આવી હતી.જ્યા તેમને ફસાવવામાં આવી હતી.ત્યારબાદ કોર્ટના અનેક આદેશ બાદ પણ આ યુવતીઓ હજુ સુધી મળી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ